News of Monday, 20th July 2026
લગ્ન પહેલાં જ વરરાજા પર દુલ્હનની મિત્રનો દુષ્કર્મનો આરોપ
ભાન આવ્યું ત્યારે હું બેડરૂમમાં હતી, કપડાં બાજુમાં પડયા હતા...! : આરોપ છે કે તેણે દુલ્હનની જ એક મહિલા મહેમાન સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતાઃ આખો ખુશીનો માહોલ સનસનાટીભરી ઘટનામાં બદલાઈ ગયોઃ લગ્ન પહેલાં જ જેલ પહોંચ્યો વરરાજા

પેન્સિલવેનિયા,તા.૨૦: ઘરમાં લગ્નનો ઉત્સવ ચાલી રહ્યો હતો. સગા-સંબંધીઓ અને મિત્રો દૂર-દૂરથી આવ્યા હતા. બીજા દિવસે ચર્ચમાં વરરાજા અને દુલ્હન એકબીજાને લગ્નના વચનો આપવાના હતા, પરંતુ તે પહેલાં જ એક એવો આરોપ સામે આવ્યો કે આખા લગ્નનો માહોલ ગુનાની ઘટનામાં ફેરવાઈ ગયો હતો. અમેરિકાના પેન્સિલવેનિયા રાજ્યમાં ૩૮ વર્ષીય ઝેકરી પ્રાઉટી પર આરોપ છે કે તેણે પોતાના લગ્નના એક દિવસ પહેલાં પોતાની થનારી પત્નીની એક મહિલા મહેમાન પર કથિત રીતે દુષ્કર્મ આચર્યું હતું. હવે પોલીસની ઝફખ્ તપાસે આ મામલાને વધુ ગંભીર બનાવી દીધો છે.
પોલીસના જણાવ્યા મુજબ, પીડિતા લગ્નમાં સામેલ થવા માટે એક દિવસ પહેલાં ગેટિસબર્ગ પહોંચી હતી. તે દુલ્હનની મિત્ર હતી. લગ્નના સેલિબ્રેશન દરમિયાન તેણે અન્ય મહેમાનો સાથે દારૂ પીધો હતો. સેલિબ્રેશન બાદ મોડી રાત્રે જ્યારે બાકીના મહેમાનો સૂવા ગયા, ત્યારે મહિલા કથિત રીતે ઝેકરી પ્રાઉટી સાથે એકલી રહી ગઈ હતી. મહિલાનો આરોપ છે કે આરોપીએ પહેલા તેની મંજૂરી વગર તેને ચુંબન કર્યું હતું. તેણે ઘણી વખત ના પાડી, છતાં તે અટક્યો નહીં. થોડા સમય બાદ તેણે ફરી આવું કર્યું. ત્યારબાદ મહિલાને શું થયું તેને કંઈ યાદ નથી.
પીડિતાએ પોલીસને જણાવ્યું કે, જ્યારે તેને ભાન આવ્યું ત્યારે તે એક બેડરૂમમાં કપડાં વગર હતી અને તેના કપડાં બાજુમાં પડ્યા હતા. રાત્રે શું થયું એ તેને કંઈ યાદ નહોતું. ઘટના બાદ તેને ગેટિસબર્ગ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, જ્યાં તેની તબીબી તપાસ કરવામાં આવી હતી. હોસ્પિટલ તરફથી માહિતી મળ્યા બાદ પોલીસે કથિત યૌન શોષણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
એક અહેવાલ મુજબ, તપાસ દરમિયાન પોલીસે કોર્ટના વોરંટના આધારે આરોપીનો DNA સેમ્પલ લીધો અને તેને ફોરેન્સિક લેબમાં મોકલ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, તબીબી તપાસ દરમિયાન મળેલા DNA સાથે આરોપીના સેમ્પલનું મેળાપ કરવામાં આવ્યું છે. રિપોર્ટમાં જણાવાયું કે મળેલો DNA ઝેકરી પ્રાઉટીનો હોવાની સંભાવના અન્ય કોઈ વ્યક્તિની સરખામણીમાં લગભગ ૯૫ અબજ ગણી વધુ છે.
આ મામલે ઝેકરી પ્રાઉટી સામે દુષ્કર્મ, યૌન શોષણ સહિત અનેક ગંભીર કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. કોર્ટમાં રજૂઆત બાદ તેને ૫૦ હજાર ડોલરના જામીન પર મુક્ત કરવામાં આવ્યો છે. આ કેસની આગામી સુનાવણી ૧૨ ઓગસ્ટના રોજ થશે. હાલ કોર્ટ દ્વારા આરોપીને દોષિત જાહેર કરવામાં આવ્યો નથી. પોલીસ તપાસ ચાલુ છે અને અંતિમ નિર્ણય કોર્ટની સુનાવણી બાદ જ આવશે
દુલ્હન પોતાના નવા જીવનના સપના સજાવી રહી હતી, પરંતુ લગ્નના એક દિવસ પહેલાં જ વરરાજા પર એવો ગંભીર આરોપ લાગ્યો કે આખો ખુશીનો માહોલ સનસનાટીભરી ઘટનામાં બદલાઈ ગયો. આરોપ છે કે તેણે દુલ્હનની જ એક મહિલા મહેમાન સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. હવે DNA રિપોર્ટે આ મામલાને વધુ ગંભીર બનાવી દીધો છે.
ઘરમાં લગ્નનો ઉત્સવ ચાલી રહ્યો હતો. સગા-સંબંધીઓ અને મિત્રો દૂર-દૂરથી આવ્યા હતા. બીજા દિવસે ચર્ચમાં વરરાજા અને દુલ્હન એકબીજાને લગ્નના વચનો આપવાના હતા, પરંતુ તે પહેલાં જ એક એવો આરોપ સામે આવ્યો કે આખા લગ્નનો માહોલ ગુનાની ઘટનામાં ફેરવાઈ ગયો હતો. અમેરિકાના પેન્સિલવેનિયા રાજ્યમાં ૩૮ વર્ષીય ઝેકરી પ્રાઉટી પર આરોપ છે કે તેણે પોતાના લગ્નના એક દિવસ પહેલાં પોતાની થનારી પત્નીની એક મહિલા મહેમાન પર કથિત રીતે દુષ્કર્મ આચર્યું હતું. હવે પોલીસની DNA તપાસે આ મામલાને વધુ ગંભીર બનાવી દીધો છે.
પોલીસના જણાવ્યા મુજબ, પીડિતા લગ્નમાં સામેલ થવા માટે એક દિવસ પહેલાં ગેટિસબર્ગ પહોંચી હતી. તે દુલ્હનની મિત્ર હતી. લગ્નના સેલિબ્રેશન દરમિયાન તેણે અન્ય મહેમાનો સાથે દારૂ પીધો હતો. સેલિબ્રેશન બાદ મોડી રાત્રે જ્યારે બાકીના મહેમાનો સૂવા ગયા, ત્યારે મહિલા કથિત રીતે ઝેકરી પ્રાઉટી સાથે એકલી રહી ગઈ હતી. મહિલાનો આરોપ છે કે આરોપીએ પહેલા તેની મંજૂરી વગર તેને ચુંબન કર્યું હતું. તેણે ઘણી વખત ના પાડી, છતાં તે અટક્યો નહીં. થોડા સમય બાદ તેણે ફરી આવું કર્યું. ત્યારબાદ મહિલાને શું થયું તેને કંઈ યાદ નથી.
પીડિતાએ પોલીસને જણાવ્યું કે, જ્યારે તેને ભાન આવ્યું ત્યારે તે એક બેડરૂમમાં કપડાં વગર હતી અને તેના કપડાં બાજુમાં પડ્યા હતા. રાત્રે શું થયું એ તેને કંઈ યાદ નહોતું. ઘટના બાદ તેને ગેટિસબર્ગ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, જ્યાં તેની તબીબી તપાસ કરવામાં આવી હતી. હોસ્પિટલ તરફથી માહિતી મળ્યા બાદ પોલીસે કથિત યૌન શોષણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
એક અહેવાલ મુજબ, તપાસ દરમિયાન પોલીસે કોર્ટના વોરંટના આધારે આરોપીનો ઝફખ્ સેમ્પલ લીધો અને તેને ફોરેન્સિક લેબમાં મોકલ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, તબીબી તપાસ દરમિયાન મળેલા DNA સાથે આરોપીના સેમ્પલનું મેળાપ કરવામાં આવ્યું છે. રિપોર્ટમાં જણાવાયું કે મળેલો DNA ઝેકરી પ્રાઉટીનો હોવાની સંભાવના અન્ય કોઈ વ્યક્તિની સરખામણીમાં લગભગ ૯૫ અબજ ગણી વધુ છે.
આ મામલે ઝેકરી પ્રાઉટી સામે દુષ્કર્મ, યૌન શોષણ સહિત અનેક ગંભીર કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. કોર્ટમાં રજૂઆત બાદ તેને ૫૦ હજાર ડોલરના જામીન પર મુક્ત કરવામાં આવ્યો છે. આ કેસની આગામી સુનાવણી ૧૨ ઓગસ્ટના રોજ થશે. હાલ કોર્ટ દ્વારા આરોપીને દોષિત જાહેર કરવામાં આવ્યો નથી. પોલીસ તપાસ ચાલુ છે અને અંતિમ નિર્ણય કોર્ટની સુનાવણી બાદ જ આવશે.
(9:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
