News of Tuesday, 8th September 2026
હૃદયથી લઈને વજન ઘટાડવા સુધી અદભુત સપાટોઃ કમરખ (સ્ટાર ફ્રૂટ) ખાવાના કાળમુખા રોગો સામે ચમત્કારી અને વિસ્ફોટક ફાયદા
પોષક તત્વોનો ખજાનો અને રોગો પર આરોગ્યનો રાક્ષસી વાર:હૃદયને મજબૂત કરવાથી લઈને ચરબીના થરને સટાકથી ઓગાળવામાં કમરખનો મહા-ચમત્કારઃ ફાઈબર, વિટામિન-સી અને એન્ટી-ઓક્સિડન્ટ્સના પાવરથી શરીર બુસ્ટર સ્પીડે બનશે સુપરફિટ: કમરખના ચમત્કારી ગુણો જોઈને તબીબો અને આરોગ્ય જગતમાં મસમોટી સનસનાટી અને અરેરાટી

નવી દિલ્હી : આજકાલની દોડધામ ભરી જિંદગી અને ખરાબ લાઈફસ્ટાઈલ વચ્ચે સ્વાસ્થ્ય માટે એક અતિ-ચમત્કારી, સનસનાટીભર્યો અને હોશ ઉડાડી દેતો મહા-વિસ્ફોટક અહેવાલ સામે આવ્યો છે! તારા જેવા અનોખા આકાર ધરાવતું ખાટું-મીઠું કમરખ એટલે કે 'સ્ટાર ફ્રૂટ' (Star Fruit) માત્ર સ્વાદમાં જ નંબર વન નથી, પરંતુ તે હૃદયથી લઈને વજન ઘટાડવા સુધીના કાળમુખા રોગો સામે શરીરનું રક્ષણ કરવા માટે એક રાક્ષસી ઢાલ સમાન સાબિત થયું છે!
વિટામિન-સી, ફાઈબર, એન્ટિઓક્સિડન્ટ્સ અને કેટલાક જરૂરી મિનરલ્સથી ભરપૂર આ ફળ શરીરને અંદરથી મજબૂત બનાવે છે. ચાલો, સરળ ભાષામાં જાણીએ આ અનોખા ફળના શ્રેષ્ઠ ફાયદાઓ વિશે.
બીમારીઓ સામે લડવાની તાકાત
સ્ટાર ફ્રૂટમાં વિટામિન-સી કૂટી-કૂટીને ભરેલું હોય છે, જે આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિને જબરદસ્ત મજબૂતી આપે છે. તેનું સેવન તમને શરદી-ઉધરસ અને દરેક પ્રકારના ઈન્ફેક્શનથી બચાવવામાં મદદ કરે છે.
પેટ રહેશે એકદમ ફિટ
જો તમને કબજિયાત અથવા પેટને લગતી કોઈ સમસ્યા રહેતી હોય, તો આ ફળ તમારા માટે ખૂબ કામનું છે. તેમાં રહેલું ડાયેટરી ફાઈબર તમારા પાચનતંત્રને સુધારે છે અને આંતરડાંને પૂરી રીતે હેલ્ધી બનાવી રાખે છે.
સ્ટાર ફ્રૂટ એ એક લો-કેલરી અને હાઈ-ફાઈબરવાળું ફળ છે. તેને ખાધા પછી તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું અનુભવાય છે, જેથી તમે વધારાનું ખાવાથી બચી જાઓ છો અને વજન સરળતાથી કંટ્રોલમાં રહે છે.
આ ફળમાં ભરપૂર માત્રામાં એન્ટિઓક્સિડન્ટ્સ અને પોટેશિયમ મળી આવે છે. આ બંને તત્વો મળીને તમારા બ્લડ પ્રેશરને સંતુલિત રાખવામાં મદદ કરે છે, જેનાથી હૃદયની બીમારીઓનું જોખમ ઘણા અંશે ઘટી જાય છે.
ચેહરા પર લાવે ગજબનો નિખાર
વિટામિન સી અને એન્ટિઓક્સિડન્ટ્સ તમારી સ્કીનને 'ફ્રી રેડિકલ્સ'ના નુકસાનથી બચાવે છે. જો તમે તેને તમારી ડાયટનો હિસ્સો બનાવો છો, તો તમારી ત્વચા બિલકુલ સાફ, સ્વસ્થ અને ચમકદાર બની જશે.
સ્ટાર ફ્રૂટનો ગ્લાયસેમિક ઈન્ડેક્સ ઘણો ઓછો હોય છે. એનો અર્થ એ છે કે તેને ખાવાથી બ્લડ શુગર અચાનક વધતું નથી. ડાયાબિટીસના દર્દીઓ પણ પોતાના ડોક્ટરની સલાહ લીધા પછી મર્યાદિત માત્રામાં તેનો સ્વાદ લઈ શકે છે.
કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ જેવા મિનરલ્સથી ભરપૂર આ ફળ તમારા હાડકાંને મજબૂત બનાવે છે.
સ્ટાર ફ્રૂટમાં પાણી ખૂબ સારી માત્રામાં હોય છે. આ પાણી શરીરમાં રહેલા ટોક્સિન્સને બહાર કાઢીને તેને ડિટોક્સ કરે છે. રસપ્રદ વાત એ છે કે તે કિડનીની અંદરની સફાઈમાં પણ મદદરૂપ છે.
સ્વાદ અને સ્વાસ્થ્યના આ શાનદાર કોમ્બિનેશનને તમે સલાડમાં કાપીને, ફ્રેશ જ્યુસ કાઢીને અથવા પછી એક ચટપટા સ્નેક તરીકે ખૂબ સરળતાથી તમારી ડાયટમાં સામેલ કરી શકો છો.
(6:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
