તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 14th April 2026
અંતરિક્ષમાં અદ્ભુત નજારો: આકાશમાં રચાશે ૪ ગ્રહોની ભવ્ય 'પરેડ':ભારતમાં જોવા મળશે ખગોળીય કૌતુક
એક જ હરોળમાં દેખાશે શનિ, મંગળ, શુક્ર અને ગુરુ: જાણો કયા દિવસે અને કેટલા વાગ્યે દેખાશે આ અદભૂત દ્રશ્ય: ટેલિસ્કોપ વગર પણ નરી આંખે માણી શકાશે આકાશી નજારો:ખગોળપ્રેમીઓમાં ભારે ઉત્સાહ:પૂર્વ દિશામાં વહેલી સવારે જોવા મળશે ગ્રહોની યુતિ: શું આ ઘટનાની રાશિઓ પર થશે અસર?

નવી દિલ્હી: આકાશમાં રચાતી ગ્રહોની ગોઠવણી હંમેશા ઉત્સુકતાનો વિષય રહી છે. આ મહિને અંતરિક્ષમાં એક દુર્લભ ઘટના બનવા જઈ રહી છે, જેમાં ચાર મુખ્ય ગ્રહો - શનિ, મંગળ, શુક્ર અને ગુરુ - એક સીધી રેખામાં ગોઠવાયેલા જોવા મળશે. આ ખગોળીય ઘટનાને 'પ્લેનેટ પરેડ' તરીકે ઓળખવામાં આવે છે.
ક્યારે અને કેવી રીતે જોવો આ નજારો?
- બેસ્ટ સમય: આ નજારો જોવાનો શ્રેષ્ઠ સમય સૂર્યોદયના લગભગ એક કલાક પહેલાનો છે. વહેલી સવારે આકાશ જ્યારે સ્વચ્છ હોય ત્યારે આ ગ્રહો તેજસ્વી તારાની જેમ ચમકતા દેખાશે.
- કઈ દિશામાં: પૂર્વ દિશાના ક્ષિતિજ પર નજર કરવાથી આ ચારેય ગ્રહો એક ત્રાંસી રેખામાં ગોઠવાયેલા જોવા મળશે.
- કયો ગ્રહ ક્યાં: સૌથી નીચે અને તેજસ્વી શુક્ર જોવા મળશે, તેની ઉપર મંગળ (લાલ રંગનો), પછી શનિ અને છેલ્લે ગુરુ ગ્રહ જોવા મળશે.
- ક્યાંથી મળશે બેસ્ટ વ્યૂ: પ્રદૂષણ મુક્ત અને ખુલ્લા મેદાન અથવા ટેરેસ પરથી આ નજારો સૌથી સુંદર દેખાશે. શહેરોમાં ઊંચી ઇમારતો નડતરરૂપ બની શકે છે, તેથી ખુલ્લી જગ્યા પસંદ કરવી હિતાવહ છે.
ખગોળશાસ્ત્રીઓના મતે, આ પ્રકારની ગોઠવણી દુર્લભ હોય છે કારણ કે દરેક ગ્રહની સૂર્યની આસપાસ ફરવાની ગતિ અલગ-અલગ હોય છે. આ નજારાને કેમેરામાં કેદ કરવા માટે ફોટોગ્રાફરો પણ અત્યારથી તૈયારીઓ કરી રહ્યા છે.
સવારે વહેલા ઊઠી ન શકનાર વ્યક્તિ 18 એપ્રિલે સાંજે પણ એક સુંદર દ્રશ્ય જોઈ શકે છે. સૂર્યાસ્ત પછી આશરે 7:30 વાગ્યે પશ્ચિમ આકાશમાં ચંદ્રનો અર્ધચંદ્રાકાર અને તેજસ્વી શુક્ર ગ્રહ એકસાથે જોવા મળશે. આ ખગોળીય દ્રશ્ય માણવા માટે માત્ર ખુલ્લી જગ્યાએ જઈને પશ્ચિમ દિશામાં નજર કરવી પૂરતી રહેશે.
(5:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
