તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th July 2026
અમેરિકા પર કુદરતનો બેવડો પ્રહાર: ભીષણ જંગલોની આગ વચ્ચે વિનાશક પૂરનો કહેર: ૧૦ કરોડથી વધુ લોકો ગંભીર રીતે પ્રભાવિત
અનેક રાજ્યોમાં કટોકટીની સ્થિતિ: હજારો મકાનો થયા ખાખ:અબજો ડોલરના નુકસાન વચ્ચે લાખો નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ

નવી દિલ્હી: યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં કુદરતી પ્રકોપના કારણે અભૂતપૂર્વ કટોકટી સર્જાઈ છે, જેમાં દેશના એક હિસ્સામાં આવેલા જંગલોમાં ફાટી નીકળેલી ભીષણ અને બેકાબૂ આગના કારણે હજારો એકર વનસ્પતિ તેમજ રહેણાંક વિસ્તારો બળીને ખાખ થઈ ગયા છે, જ્યારે બીજી તરફ અન્ય રાજ્યોમાં ત્રાટકેલા મુશળધાર વરસાદ અને વાવાઝોડાના લીધે વિનાશક પૂરની સ્થિતિ પેદા થતાં સમગ્ર જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે; આ ડબલ આપત્તિના કારણે દેશની આશરે ૧૦ કરોડથી વધુની વસ્તી પર સીધી કે આડકતરી રીતે વિપરીત અસર પડી છે અને પાવર ગ્રીડ ઠપ થઈ જતાં લાખો ઘરો અંધારપટમાં ડૂબી ગયા છે, જેને પગલે વ્હાઇટ હાઉસ અને આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા પ્રભાવિત વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરીને યુદ્ધના ધોરણે બચાવ તેમજ રાહત કામગીરી હાથ ધરવામાં આવી છે, પરંતુ પ્રતિકૂળ હવામાનના કારણે બચાવ ટુકડીઓને પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે.
અમેરિકાના ટેક્સાસ રાજ્યના હિલ કન્ટ્રી વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી સતત થઈ રહેલા ભારે વરસાદે તબાહી મચાવી છે. મંગળવારથી અત્યાર સુધીમાં કેટલાક વિસ્તારોમાં 27 ઇંચ કરતા પણ વધુ વરસાદ નોંધાયો છે, જેના કારણે પૂર જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે. આ પૂરમાં અત્યાર સુધીમાં 2 લોકોના મોતના અહેવાલ છે, જ્યારે સેંકડો લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. નદીઓનું જળસ્તર સતત વધી રહ્યું હોવાથી સત્તાવાળાઓએ આગામી સમયમાં સ્થિતિ વધુ વણસવાની ચેતવણી આપી છે.
બીજી તરફ, અમેરિકાના 15 રાજ્યોના જંગલોમાં લાગેલી આગ સંપૂર્ણપણે બેકાબૂ બની ગઈ છે. અમેરિકન એજન્સી નેશનલ ઇન્ટરએજન્સી ફાયર સેન્ટર (NIFC)ના જણાવ્યા અનુસાર, દેશભરમાં આ સમયે 68 મોટા જંગલો આગની ઝપેટમાં છે. પેસિફિક નોર્થવેસ્ટ ક્ષેત્રમાં વીજળી પડવાના કારણે અચાનક 17 નવી જગ્યાએ આગ ફાટી નીકળી હતી. આ ભયાનક આગ પર કાબૂ મેળવવા માટે 17,400થી વધુ ફાયર ફાઇટર્સ અને સૈનિકો, 140 હેલિકોપ્ટર તેમજ 4 મિલિટરી C-130 એર ટેન્કર્સ તહેનાત કરવામાં આવ્યા છે. આ વર્ષે અત્યાર સુધીમાં આશરે 37.2 લાખ એકર જમીન બળીને ખાખ થઈ ગઈ છે.
(5:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
