તા. ૧૭ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૫ મંગળવાર
News of Friday, 15th May 2026
અમેરિકન સેનેટરો પર ગાજ: શટડાઉનમાં હવે ‘સાહેબો’ ના વેતન-ભથ્થાં પર પણ કાતર, ફ્રી સર્વિસનો અંત
પગાર વગર કામ કરવાનો વારો: સરકારી તિજોરી પર તાળાં વાગતા નેતાઓની સુખ-સાહ્યબી છીનવાઈ:જનતાના ટેક્સના પૈસાનો વેડફાટ અટકાવવા કડક નિર્ણય:શટડાઉનની સ્થિતિમાં સેનેટરોએ પણ સામાન્ય કર્મચારીઓની જેમ ‘ઝટકો’ સહન કરવો પડશે

નવી દિલ્હી: વિશ્વની મહાસત્તા ગણાતા અમેરિકામાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. બજેટ પાસ ન થવાને કારણે ઉભી થયેલી શટડાઉનની સ્થિતિમાં અત્યાર સુધી માત્ર નાના કર્મચારીઓ જ ભીંસાતા હતા, પરંતુ હવે અમેરિકન સેનેટરો (Senators) માટે માઠા સમાચાર આવ્યા છે. નવા આદેશ મુજબ, જ્યાં સુધી શટડાઉન ચાલશે ત્યાં સુધી સેનેટરોને મળતા પગાર, ભથ્થાં અને અન્ય વીવીઆઈપી સવલતો પર રોક લગાવી દેવામાં આવી છે.
આ ઠરાવ મંજૂર કે નામંજૂર કરવાની પ્રક્રિયામાં એક જણે એક જ મત આપવાનો હતો. આ ઠરાવ હવે કાયદો બનવાની અંતિમ પ્રક્રિયા તરફ આગળ ધપી રહ્યો છે. તે જબરદસ્ત સમર્થન સાથે પસાર થાય તેવી સંભાવના છે.
આ ઠરાવ કાયદો બન્યા બાદ નવેમ્બર ૨૦૨૬ની ચૂંટણી પછી તેનો અમલ શરુ થઈ શકે છે. તેમા હવે સ્પષ્ટપણે સુનિશ્ચિત થઈ ચૂક્યું છે કે ભવિષ્યમાં જ્યારે પણ ફેડરલ ગવર્નમેન્ટનું શટડાઉન થાય ત્યારે સેનેટરોને મળતાં વેતન અને ભથ્થાં પણ તેટલા સમયગાળા માટે અટકાવવા. આ અટકેલા વેતન અને ભથ્થા સરકારી શટડાઉન ખૂલે ત્યારે જારી કરવામાં આવશે.
હવે નીચલા ગૃહમાં આ ઠરાવ ક્યારે પાસ થશે તે નક્કી થયું નથી. આ ઠરાવની તરફેણમાં મતદાન કરતી વખતે સેનેટ ફ્લોર પર કેનેડીએ જણાવ્યું હતું કે આ નિયમ બીજું કશું જ નહીં પણ બધાને એક સમાન ધોરણે કાયદો લાગુ પાડવાની વાત છે.કેનેડીનો આ ઠરાવ ત્યારે આવ્યો છે જ્યારે ગયા વર્ષે એફોર્ડેબલ કેર એક્ટ સબસિડીઝના મુદ્દે ડેમોક્રેટ્સ અને રિપબ્લિકન વચ્ચે મડાગાંઠ સર્જાતા ૪૩ દિવસ શટડાઉન રહ્યુ હતુ.ં તે સમયે લગભગ ૬.૭૦ લાખ ફેડરલ વર્કરો ફર્લો પર હતા. ૬૦ હજાર કામદારોએ જોબ ગુમાવી હતી. પૂરક પોષણ સહાય કાર્યક્રમના પ્રતિસાદીઓએ તેમના ફાયદા ગુમાવ્યા હતા. આમ કોઈ સરકારી કર્મચારી કે વિભાગને સમખાવા પૂરતો ડોલર પણ મળી રહ્યો ન હતો. આ સંજોગોમાં યુએસ કોંગ્રેસના સભ્યોને ચૂકવણી ચાલુ હતી. આમ શટડાઉનની વિપરીત સ્થિતિમાં પણ યુએસ કોંગ્રેસના સભ્યોની નાણાકીય સવલતો ચાલુ રહી હતી, જ્યારે સામાન્ય લોકો તકલીફોમાં હતા.
(5:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
