હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે મોટો ધડાકો: ઈરાન પાસે હથિયારો ખૂટતાં ચીન સાથે ૪૦૦ એર ડિફેન્સ મિસાઈલની ગુપ્ત ડીલ થયાની ચર્ચા
અમેરિકા અને ઇઝરાયેલ સામે સૈન્ય સંતુલન જાળવવા ઈરાનની કવાયત: ચાઇનીઝ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ ખરીદવા અબજો ડોલરનો સોદો થયાના અહેવાલ

નવી દિલ્હી: મધ્ય પૂર્વ (મિડલ ઇસ્ટ) માં લાંબા સમયથી ચાલી રહેલા સૈન્ય સંઘર્ષ અને અમેરિકા-ઇઝરાયેલના વધતા દબાણ વચ્ચે ઈરાનનું મિસાઈલ અને સંરક્ષણ કવચ નબળું પડી રહ્યું હોવાના અહેવાલોથી વૈશ્વિક સ્તરે ખળભળાટ મચી ગયો છે; સતત ચાલી રહેલી લશ્કરી ગતિવિધિઓના કારણે ઈરાન પાસે હથિયારો અને એર ડિફેન્સ સિસ્ટમનો સ્ટોક ખૂટી રહ્યો હોવાની વિગતો સામે આવી છે; આ પરિસ્થિતિને પહોંચી વળવા ઈરાને હવે ચીન તરફ હાથ લંબાવ્યો છે; આંતરરાષ્ટ્રીય સંરક્ષણ વર્તુળોમાં ચાલતી ચર્ચા મુજબ, ઈરાને ચીન સાથે અદ્યતન ૪૦૦ એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ ખરીદવા માટે મોટી ગુપ્ત ડીલ કરી છે; જો આ સોદો પૂર્ણ થશે તો વિસ્તારમાં આકાશમાંથી થતા હુમલા રોકવાની ઈરાનની ક્ષમતામાં મોટો વધારો થશે; ચીન અને ઈરાન વચ્ચેના આ સંરક્ષણ કરારથી વોશિંગ્ટન અને તેલ અવીવમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
મહત્ત્વનું છે કે ઈરાનનું આ પગલું તેની જ એક કડક ચેતવણીના થોડા કલાકો બાદ જ સામે આવ્યું છે. ઈરાને દુનિયાભરના દેશો અને શિપિંગ કંપનીઓને હોર્મુઝ વોટરવે અંગે ખુલ્લી ચિમકી આપતા જણાવ્યું હતું કે, જો કોઈ પણ દેશ કે કંપની અમેરિકા દ્વારા જપ્ત કરવામાં આવેલી ઈરાનની સંપત્તિનો ઉપયોગ કરશે, તો તેના જહાજોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવા દેવામાં આવશે નહીં.
ઈરાનના ટોચના સૈન્ય કમાન્ડ હેડક્વાર્ટર 'ખાતમ અલ-અંબિયા' દ્વારા આ આકરી ચેતવણી અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના એક તાજેતરના નિર્ણયના જવાબમાં આપવામાં આવી હતી. વાસ્તવમાં, અમેરિકન પ્રમુખ ટ્રમ્પે તાજેતરમાં જાહેરાત કરી હતી કે ઈરાન સાથેના સંઘર્ષ દરમિયાન જે જહાજોને નુકસાન પહોંચ્યું છે, તેમને અમેરિકા દ્વારા જપ્ત કરાયેલી ઈરાનની સંપત્તિમાંથી વળતર આપવામાં આવશે. ટ્રમ્પના આ નિર્ણયથી ઈરાન ભારે રોષે ભરાયું છે.
ઈરાની સૈન્ય કમાન્ડના પ્રવક્તા ઈબ્રાહિમ ઝુલ્ફિકારીએ અમેરિકન પ્રમુખના આ પ્રસ્તાવને સંપૂર્ણપણે ફગાવી દેતાં જણાવ્યું હતું કે અમેરિકાનું આ પગલું ગેરકાયદેસર છે. તેમણે અમેરિકન પ્રમુખને આ નિર્ણયના ગંભીર પરિણામો ભોગવવા અંગે ચેતવણી આપી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જે પણ દેશ કે કંપની ઈરાનની જપ્ત કરાયેલી સંપત્તિનો ઉપયોગ કરશે, ઈરાનના સશસ્ત્ર દળો તેના એક પણ જહાજને હોર્મુઝના મહત્ત્વપૂર્ણ દરિયાઈ માર્ગમાંથી પસાર થવાની મંજૂરી આપશે નહીં.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
