તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 4th July 2026
માત્ર ૧૪ વર્ષની ઉંમરે દુનિયાને ચોંકાવતી સિદ્ધિ: ભારતવંશી જૈનમ જૈને ઊભી કરી દીધી કરોડોની AI કંપની:બુર્જ ખલીફામાં વટથી ખુલી આલીશાન ઓફિસ
ગુજરાતી લોહીનો કમાલ: નાની ઉંમરે મોટું સપનું સાકાર કરી ગ્લોબલ લેવલે ડંકો વગાડ્યો: ટેકનોલોજીની દુનિયામાં જૈનમ જૈન બન્યો ચર્ચાનું કેન્દ્ર

નવી દિલ્હી: ભારતીય મૂળની પ્રતિભા અને તેમાંય ખાસ કરીને ગુજરાતીઓ બિઝનેસના મામલે આખી દુનિયામાં ડંકો વગાડતા હોય છે, ત્યારે આવો જ એક હચમચાવી દેતો અને ગર્વ લેવા જેવો કિસ્સો સામે આવ્યો છે જેમાં માત્ર ૧૪ વર્ષના સ્કૂલના વિદ્યાર્થી જૈનમ જૈને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના ક્ષેત્રમાં પોતાની આગવી કંપની સ્થાપીને ઇતિહાસ રચી દીધો છે. વિગત મુજબ, જે ઉંમરે બાળકો રમત-ગમતમાં વ્યસ્ત હોય છે તે ઉંમરે જૈનમે ટેકનોલોજીની તાકાત સમજીને એક હાઈટેક AI સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે અને તેની સફળતાનો ગ્રાફ એટલો ઝડપથી ઊંચો ગયો છે કે આજે દુનિયાની સૌથી ઊંચી ઇમારત ગણાતા દુબઈના આલીશાન 'બુર્જ ખલીફા'માં તેની કંપનીની હેડ ઓફિસ ધમધમી રહી છે. આ નાનકડા ટેક જીનિયસની અદભુત સફર, તેની મહેનત અને આઈડિયાઝની ચર્ચા હાલ વૈશ્વિક સ્તરે સોશિયલ મીડિયાથી લઈને મોટા બિઝનેસ સર્કલોમાં જોરશોરથી ચાલી રહી છે, જે વિશ્વભરના યુવાધનને કંઈક નવું કરવા માટે જબરદસ્ત પ્રેરણા પૂરી પાડી રહી છે.
જૈનમ જૈન દુબઈનો સૌથી નાની ઉંમરનો AI ફાઉન્ડર છે. તે મૂળ ભારતીય છે. આ ઉપરાંત જૈનમ TEDx સ્પીકર પણ છે અને તેમના નામે બે પેટન્ટ નોંધાયેલા છે. આ સાથે જ આટલી નાની ઉંમરે તેણે એક પુસ્તક પણ લખ્યું છે. આ ઉપરાંત 1,45,000થી વધુ સબ્સ્ક્રાઇબર્સ ધરાવતી એક મોટી યુટ્યુબ કોમ્યુનિટી પણ બનાવી છે.
જૈનમે જણાવ્યું કે, મને બિઝનેસના પ્રથમ પાઠ માત્ર 6 વર્ષની ઉંમરે જ શીખવા મળ્યા હતા. હું માત્ર 6 વર્ષનો હતો ત્યારે મારા પિતા મને પહેલી બિઝનેસ મીટિંગમાં લઈ ગયા હતા. આ અનુભવે જ મારામાં બિઝનેસ પ્રત્યે જિજ્ઞાસા જગાડી, જે સમય જતાં સતત વધતી ગઈ. મેં પોતાને માત્ર અભ્યાસ પૂરતો સીમિત ન રાખ્યો, પરંતુ લોકોને મળ્યો, અલગ-અલગ ઈવેન્ટ્સમાં ગયો અને નવા અનુભવોમાંથી શીખીને બિઝનેસ કેવી રીતે કામ કરે છે તે સમજ્યો. 13 વર્ષની ઉંમરે મેં માત્ર 105 દિવસની અંદર પોતાની IGCSE ધોરણ 10ની પરીક્ષાઓ પૂરી કરી લીધી હતી અને એક અલગ જ માર્ગ પસંદ કર્યો, જેથી હું પોતાના બિઝનેસના લક્ષ્યો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકું.
(5:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
