<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th October 2026

એન્ટાર્કટિકાની બરફીલી ધરતી પરથી રૂંવાડા ઊભા કરી દેતી ઘટના: માત્ર ૧૪ વર્ષના ટૂંકા ગાળામાં પૃથ્વીના છેડે આવેલા એન્ટાર્કટિકામાંથી પૂરા ૬.૮ લાખ (૬,૮૦,૦૦૦) માસૂમ પેંગ્વિન રહસ્યમય રીતે ગાયબ

પર્યાવરણીય પલટા અને ગ્લોબલ વોર્મિંગના ખતરનાક તાંડવ વચ્ચે પેંગ્વિનોની સૌથી મોટી વસાહતનો સફાચટ નાશ થવાની આ ભયાનક ઘટસ્ફોટથી વૈશ્વિક એજન્સીઓ અને પર્યાવરણવિદોના ઉડી ગયા હોશઃ એન્ટાર્કટિકાથી લઈને આખી દુનિયામાં મચી ગયો ભયાનક સનસનાટીભર્યો હાહાકાર

નવી દિલ્હી:પૃથ્વીના દક્ષિણ ધ્રુવ પર આવેલા અત્યંત ઠંડા અને રહસ્યમય એન્ટાર્કટિકા ખંડમાંથી કુદરતને હચમચાવી નાખતો અત્યંત વિસ્ફોટક, લોહીયાળ અને ચૌંકાવનારો કિસ્સો સામે આવ્યો છે! વૈજ્ઞાનિકો અને સેટેલાઇટ સર્વેક્ષણ દ્વારા કરવામાં આવેલા ચોંકાવનારા ખુલાસા મુજબ, છેલ્લા ૧૪ વર્ષમાં એન્ટાર્કટિકાની સૌથી મોટી પેંગ્વિન વસાહતોમાંથી આશરે ૬.૮ લાખ જેટલા પેંગ્વિન અચાનક ગાયબ થઈ ગયા છે અથવા મોતને ભેટી ચૂક્યા છે.

ચોંકાવનારી વિગતો મુજબ, ગ્લોબલ વોર્મિંગના કારણે એન્ટાર્કટિકાનો બરફ અત્યંત ઝડપથી પીગળી રહ્યો છે, જેના લીધે પેંગ્વિનોને પોતાના બચ્ચા ઉછેરવા માટે પૂરતો બરફ કે જમીન મળી રહી નથી. આ ઉપરાંત, ખોરાકની ભારે અછત અને આબોહવા પરિવર્તનના ઘાતક પ્રકોપને કારણે આ મૂગા જીવો મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે. સેટેલાઇટ ફોટાઓમાં પેંગ્વિનની હજારોની વસાહતો અચાનક ખાલીખમ થઈ ગયેલી જોવા મળતા વૈજ્ઞાનિકોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી તથા આ ખૌફનાક કુદરતી હોનારત જોઈને સામાન્ય નાગરિકોના નાકમાંથી પાણી આવી ગયા હતા.

બ્રિટિશ એન્ટાર્કટિક સર્વે (BAS) ના વિજ્ઞાનીઓએ ડ્રોન, સેટેલાઇટ ફોટોગ્રાફ્સ અને પેંગ્વિનના શરીર પર લગાવેલા ટ્રેકિંગ ડિવાઇસની મદદથી આ સંશોધન કર્યું છે. આ ઘટાડા પાછળનું મુખ્ય કારણ ગ્લોબલ વોર્મિંગ અને સમુદ્રનું વધતું તાપમાન છે. ચિનસ્ટ્રેપ પેંગ્વિનનો મુખ્ય ખોરાક 'એન્ટાર્કટિક ક્રિલ' છે. ક્રિલ એ ઝીંગા જેવો એક નાનો દરિયાઈ જીવ છે. સમુદ્રનું પાણી ગરમ થવાને કારણે આ ક્રિલનું રહેઠાણ બદલાઈ ગયું છે. ટ્રેકિંગ ડિવાઇસના ડેટાથી જાણવા મળ્યું કે હવે પેંગ્વિનને ક્રિલ શોધવા માટે ટાપુના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં આવેલા ઠંડા પાણી તરફ ભટકવું પડે છે. ખોરાકની આવી અછત અને સંઘર્ષ પેંગ્વિનના સ્વાસ્થ્ય તેમજ તેમના બચ્ચાના ઉછેર પર ગંભીર અસર કરી રહ્યા છે.

વર્ષ 2016 માં આ ટાપુ પર એક મોટો જ્વાળામુખી ફાટ્યો હતો. વિજ્ઞાનીઓએ તપાસ કરી કે શું પેંગ્વિનના મોતના કારણમાં આ વિસ્ફોટ જવાબદાર છે? પરંતુ ડેટા દર્શાવે છે કે પેંગ્વિનની સંખ્યામાં ઘટાડો તો 2016 પહેલા જ શરૂ થઈ ગયો હતો. તેથી જ્વાળામુખીને મુખ્ય કારણ માનવામાં આવતું નથી, સમુદ્રના તાપમાનમાં થતા ફેરફારો જ આ વિનાશ માટે જવાબદાર છે.

(4:54 PM IST)