તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 4th June 2026
ગ્લોબલ ટેક માર્કેટમાં સદીનો સૌથી મોટો સનાટો, ક્લોડ AI બનાવતી 'એન્થ્રોપિક' કંપની લાવશે વિશ્વનો સૌથી મોટો મહા-IPO: ૯૬૫ અબજ ડોલરના તોતિંગ વેલ્યુએશન સાથે અમેરિકી શેરબજાર ધ્રુજાવવાની સત્તાવાર તૈયારી
ઓપન-AI (OpenAI) ને પછાડીને એન્થ્રોપિક બની દુનિયાની સૌથી મૂલ્યવાન AI કંપની, ભારે ચકચાર: અમદાવાદ-વડોદરાના ટેક હબ સહિત આખા વિશ્વના રોકાણકારો આભા બન્યા, ઓક્ટોબર સુધીમાં માર્કેટમાં ધમાકો થવાની પાકી સંભાવના

નવી દિલ્હી: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ની મહાસત્તા બનવા માટે ચાલી રહેલા આંતરરાષ્ટ્રીય જંગમાં એક અત્યંત ચોંકાવનારો અને સણસણતો વળાંક આવ્યો છે. મળતી બિલકુલ પાકી વિગતો મુજબ, પ્રખ્યાત ચેટબોટ 'ક્લોડ' (Claude) ની પેરેન્ટ કંપની એન્થ્રોપિકે અમેરિકાના સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન (SEC) સમક્ષ પોતાના પ્રારંભિક પબ્લિક ઓફરિંગ એટલે કે IPO માટે ગુપ્ત રીતે ડ્રાફ્ટ પેપર્સ (Confidential Form S-1) સબમિટ કરી દીધા છે. હજુ ગત મહિને જ કંપનીએ રોકાણકારો પાસેથી ૬૫ અબજ ડોલરનું તોતિંગ ફંડ મેળવ્યું હતું, જેને પગલે કંપનીનું કુલ બજાર મૂલ્ય (Valuation) ૯૬૫ અબજ ડોલર (અંદાજે ૧ ટ્રિલિયન ડોલરની નજીક) આંકવામાં આવ્યું છે! આ સાથે જ એન્થ્રોપિકે તેની કટ્ટર હરીફ કંપની અને ચેટ-જીપીટી (ChatGPT) બનાવનારી ઓપન-AI ($852 અબજ ડોલર) ને પણ વેલ્યુએશનની રેસમાં જોરદાર પછાડી દીધી છે.
૨૦૧૧માં ઓપનએઆઈના પૂર્વ કર્મચારીઓ દ્વારા સ્થાપિત એન્થ્રોપિક આજે એઆઈ સેક્ટરની સૌથી ચર્ચિત કંપનીઓમાંની એક છે. કંપનીનો એઆઈ ચેટબોટ ક્લોડ વિશ્વભરની ટોપ કંપનીઓ અને મોટી સંસ્થાઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવી રહ્યો છે. એન્થ્રોપિકે તાજેતરમાં ૬૫ અબજ ડોલરનું નવું ઈન્વેસ્ટમેન્ટ મેળવ્યું હતું. જેના પરિણામે કંપનીનું વેલ્યુએશન આશરે ૯૬૫ અબજ ડોલર થયું છે. કંપની ઓપનએઆઈ કરતા પણ આગળ નીકળી ગઈ છે. જાણકારોના મતે, એન્થ્રોપિકનો આઈપીઓ છેલ્લા કેટલાક વર્ષોમાં સૌથી ચર્ચિત ટેક લિસ્ટિંગ્સમાંનો એક છે. આ આઈપીઓ સાથે એન્થ્રોપિક અને ઓપનએઆઈ વચ્ચેની સ્પર્ધા વધુ રસપ્રદ બની છે. બંને કંપનીઓ જનરેટિવ એઆઈ સેક્ટરમાં પ્રભુત્વ મેળવવા હરીફાઈ કરી રહી છે.
(5:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
