તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 26th May 2026
સ્માર્ટફોનની દુનિયામાં એપલનો અત્યાર સુધીનો સૌથી મોટો ધડાકો: iPhone 18 Pro માં ક્યારેય નેટવર્ક નહીં ગુમાય, 'નો સર્વિસ' ભૂતકાળ બનશે
ક્વોલકોમને બાય-બાય કહી એપલ લાવશે પોતાનું શક્તિશાળી 'C2 મોડેમ': 5G સેટેલાઇટ ટેક્નોલોજી (5G NR-NTN) નો થશે ઉપયોગ:હવે ખિસ્સામાં કે ઘરમાં હશે ફોન, તોય ડાયરેક્ટ સેટેલાઇટથી કનેક્ટ રહેશે

નવી દિલ્હી: ગ્લોબલ ટેક જાયન્ટ એપલ પોતાના આગામી ફ્લેગશિપ સ્માર્ટફોન iPhone 18 Pro અને iPhone 18 Pro Max માં કનેક્ટિવિટીના તમામ રેકોર્ડ તોડવા માટે સજ્જ થઈ રહી છે. અત્યાર સુધી લીક થયેલા અહેવાલો અને સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, એપલ લાંબા સમયથી જેના પર કામ કરી રહી હતી તે પોતાનું આગામી ઇન-હાઉસ કનેક્ટિવિટી મોડેમ 'C2 Chip' આ પ્રીમિયમ લાઇનઅપમાં રજૂ કરવા જઈ રહી છે. આ ચિપની સૌથી મોટી ખાસિયત એ છે કે તે પરંપરાગત 5G કનેક્ટિવિટી ઉપરાંત 5G NR-NTN (New Radio Non-Terrestrial Networks) ટેક્નોલોજીને સપોર્ટ કરશે, જે સેટેલાઇટ કનેક્ટિવિટીને રોજિંદા જીવનનો એક સામાન્ય હિસ્સો બનાવી દેશે.
એપલે જ્યારે iPhone 14 સિરીઝ સાથે પહેલીવાર સેટેલાઇટ કનેક્ટિવિટીની શરૂઆત કરી હતી, ત્યારે તે માત્ર Emergency SOS અને સેલ્યુલર નેટવર્ક વિનાના અંતરિયાળ વિસ્તારોમાં મૂળભૂત મેસેજિંગ પૂરતી મર્યાદિત હતી. આ સિવાય, સેટેલાઇટ કનેક્શન મેળવવા માટે યુઝર્સે મેન્યુઅલી ફોનની દિશા સેટ કરવી પડતી હતી. જોકે, હવે સામે આવેલા રિપોર્ટ્સ મુજબ, આગામી જનરેશનના આઇફોન નેટવર્કની ગુણવત્તાના આધારે સામાન્ય મોબાઈલ નેટવર્ક અને સેટેલાઇટ નેટવર્ક વચ્ચે આપમેળે સ્વિચ થઈ જશે.
સેટેલાઇટ કનેક્ટિવિટીને આટલી સીમલેસ અને સરળ બનાવવા પાછળ એપલનું આગામી 'C2 મોડેમ' જવાબદાર હોવાનું કહેવાય છે. આ નવી ટેક્નોલોજી "5G NR-NTN"ને સપોર્ટ કરશે, જે સામાન્ય મોબાઈલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને નોન-ટેરેસ્ટ્રિયલ નેટવર્ક જેમ કે સેટેલાઇટ વચ્ચેના અંતરને દૂર કરશે. આ ફેરફારના કારણે પહાડી વિસ્તારો, હાઈવે, ગ્રામીણ વિસ્તારો અથવા તો નબળા ટાવર કવરેજ વાળા પ્રદેશોમાં કૉલ ડ્રોપ, મેસેજિંગ કે ડેટા વપરાશમાં આવતી અડચણો નહિવત થઈ જશે.
ખરાબ હવામાન, કુદરતી આફતો અથવા તો અચાનક નેટવર્ક ઠપ થઈ જવા જેવી કટોકટીની સ્થિતિમાં પણ આ સુધારેલી સેટેલાઇટ કનેક્ટિવિટી આશીર્વાદરૂપ સાબિત થશે. એપલ આ ફીચરને એટલું સચોટ બનાવી રહ્યું છે કે યુઝરે કનેક્શન જાળવી રાખવા માટે ફોનની પોઝિશન વારંવાર બદલવી નહીં પડે. એટલું જ નહીં, ફોન ખિસ્સામાં, બેગમાં કે વાહનની અંદર પડ્યો હશે તો પણ સેટેલાઇટ સિગ્નલ પકડી શકશે.
(5:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
