તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 11th September 2026
આકાશમાં નાસાનો મૂન મિશન માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, 'લૂનર ફાઉન્ડેશન મોડલ' સટાકથી લોન્ચ કરી દીધું
ચાંદની સપાટી પર કબ્જો જમાવવા નાસાએ રમ્યો પિશાચી અને રાક્ષસી ટેકનોલોજીનો નવો ખેલ: સ્પેસ મિશનો અને ચંદ્રની રહસ્યમયી દુનિયાને એઆઈ (AI) સેકન્ડોમાં સ્કેન કરી નાખશે: અવકાશ વિજ્ઞાનના ઇતિહાસમાં હોશ ઉડાડી દેતી ક્રાંતિથી સમગ્ર વિશ્વના વૈજ્ઞાનિકોમાં ભયાનક ધ્રૂજારી અને સોપો

નવી દિલ્હી:અવકાશની અંધારી દુનિયામાંથી માનવજાતના હોશ ઉડાડી દેતો અને વિજ્ઞાન જગતમાં રૂવાંડા ઊભા કરી દેતો એક અત્યંત ચોંકાવનારો, સનસનાટીભર્યો અને વિસ્ફોટક કાળમુખો ધડાકો સામે આવ્યો છે! અમેરિકી સ્પેસ એજન્સી નાસા (NASA) એ ચંદ્ર (Moon) પર પોતાના આગામી રાક્ષસી મિશનોને પાર પાડવા માટે સુપર-એડવાન્સ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ 'લૂનર ફાઉન્ડેશન મોડલ' સટાકથી લોન્ચ કરી દીધું છે.
નાસાના આગામી આર્ટેમિસ મિશન હેઠળ ચંદ્ર પર માનવ વસવાટ અને લાંબા ગાળાના સ્પેસ સ્ટેશન સ્થાપવાની યોજનાઓમાં આ એઆઈ મોડલ અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે. છેલ્લાં કેટલાંક દાયકાઓમાં ચંદ્રની આસપાસ ભ્રમણ કરી ચૂકેલા વિવિધ સેટેલાઇટ્સ અને સ્પેસક્રાફ્ટે કરોડો ગીગાબાઇટ્સ ડેટા અને તસવીરો એકત્રિત કરી છે. પરંતુ, આ બધો ડેટા અલગ-અલગ ફોર્મેટ અને કેમેરા રેઝોલ્યુશનમાં હોવાથી વૈજ્ઞાનિકો માટે તેનું એકસાથે વિશ્લેષણ કરવું મુશ્કેલ હતું.
આ મોડલ ચંદ્રના ક્યાં ભાગોમાં બરફ ક્યાં હાજર હોઈ શકે છે તેનું અંદાજિત મેપિંગ કરે છે. ચંદ્ર પર રહેલો બરફ ભાવિ અવકાશયાત્રીઓ માટે પીવાના પાણી, ઓક્સિજન અને રોકેટના બળતણ ઉત્પાદન માટે સૌથી મહત્વનો ોત છે. ચંદ્રની સપાટી પર સુરક્ષિત સ્પેસક્રાફ્ટ લેન્ડિંગ માટે સુરક્ષિત જગ્યા શોધવી જરૂરી છે. આ મોડલ મીટર-સ્કેલ લેવલના નાનામાં નાના ખાડાઓ અને પથ્થરોને ઓળખીને લેન્ડિંગ માટે સલામત વિસ્તાર નક્કી કરવામાં મદદ કરે છે. ચંદ્ર પર ભૂતકાળમાં થયેલી જ્વાળામુખીય પ્રવૃત્તિઓનું મેપિંગ કરીને તે ચંદ્રના થર્મલ અને ભૌગોલિક ઇતિહાસને સમજવામાં વૈજ્ઞાનિકોને મદદ કરશે.
(5:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
