તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 23rd April 2026
અશ્વગંધાના પાન બન્યા ‘ઝેર’: કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય:હેલ્થ સપ્લીમેન્ટ્સમાં પાંદડાના ઉપયોગ પર મુકાયો પ્રતિબંધ
સાવધાન! જો તમે અશ્વગંધા લો છો તો ચેક કરી લેજો: પાંદડામાં રહેલા તત્વો લિવર અને પાચનતંત્રને કરી શકે છે ગંભીર નુકસાન: માત્ર ‘મૂળ’ જ છે ઔષધિ, પાનનો પાવડર ખાનારા ચેતી જાય:કંપનીઓને પણ કડક સૂચના—હવે પેકેટ પર લખવું પડશે કે કયા ભાગનો ઉપયોગ થયો છે

નવી દિલ્હી: જો તમે માનસિક શાંતિ કે શક્તિ વધારવા માટે અશ્વગંધાના સપ્લીમેન્ટ્સ લેતા હોવ, તો આ સમાચાર તમારા માટે ચેતવણીરૂપ છે. દેશની સર્વોચ્ચ ખાદ્ય સુરક્ષા સંસ્થા FSSAI અને આયુષ મંત્રાલયે સંયુક્ત રીતે અશ્વગંધાના પાંદડા અને તેના અર્ક (Extract) પર પ્રતિબંધ લાદી દીધો છે. અત્યાર સુધી અનેક કંપનીઓ ખર્ચ ઘટાડવા માટે મૂળિયાંના બદલે પાંદડાનો ઉપયોગ કરતી હતી, જે હવે ગુનો ગણાશે.
નિષ્ણાતોના મતે, અશ્વગંધાના પાંદડામાં ‘વિથાફેરિન-એ’ (Withaferin-A) નામનું તત્વ ખૂબ ઊંચી માત્રામાં હોય છે, જે શરીરમાં કોષો માટે ઘાતક (Cytotoxic) સાબિત થઈ શકે છે. તેનાથી લિવર ટોક્સિસિટી, પેટમાં ગરબડ અને હોર્મોન્સમાં અસંતુલન થવાનું જોખમ રહેલું છે. આયુર્વેદના પ્રાચીન ગ્રંથોમાં પણ માત્ર મૂળિયાંના જ ગુણગાન ગાયા છે, પાંદડાના નહીં. હવેથી જો કોઈ કંપની અશ્વગંધાના પાનનો ઉપયોગ કરીને દવા કે પાવડર વેચશે, તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ગ્રાહકોને પણ સલાહ આપવામાં આવી છે કે ખરીદી કરતી વખતે ‘Root Extract’ લખેલું હોય તે જ પસંદ કરવું.ડ્ગ્સ રુલ્સ,૧૯૪૫ના નિયમ ૧૬૧ હેઠળ ઉત્પાદનોના લેબલ પર ઉપયોગ કરવામાં આવેલી ઔષધિઓના મૂળિયાનો ઉલ્લેખ કરવો જરુરી છે.મંત્રાલયનું માનવું છે કે અશ્વગંધાના મૂળિયા જ ઔષધ તરીકે માત્ર ઉપયોગી છે. આ સંદર્ભમાં ખાધ્ય નિયામક સંસ્થા એફએએસએસએઆઇએ પણ મંત્રાલયના નિર્દેશૉના આધાર ૧૬ એપ્રિલના રોજ અધિસૂચના બહાર પાડીને તમામ રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને નિર્દેશોનું પાલન કરીને આવશ્યક કાર્યવાહી કરવા જણાવાયું છે.
(6:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
