તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 25th June 2026
બે માથાં, ચાર હાથ અને એક ધડ સાથે બાળક જન્મ્યા
બન્નેનાં માથાં જુદાં હતાં અને બબ્બે હાથ પણ અલગ હતા

કોશાંબી,તા.૨૫: ઉત્તર પ્રદેશના કોશાંબીના તિમાલપુર ગામનાં યશોદા દેવીએ એક પ્રાઇવેટ હોસ્પિટલમાં બે બાળકોને જન્મ આપ્યો હતો. જોકે શરીરથી જોડાયેલાં ટ્વિન બાળકોને જોઈને તેમની ડિલિવરી કરાવનારા ડોક્ટરો પણ દંગ રહી ગયા હતા. આ બન્ને બાળકો શરીરથી એવી રીતે જોડાયેલાં હતાં કે તેઓ કઈ રીતે સર્વાઇવ થશે એ મોટો સવાલ હતો. આમ દેખીતી રીતે બાળક બે હતાં, પરંતુ તેમનું શરીર એક હતું. બન્નેનાં માથાં જુદાં હતાં અને બબ્બે હાથ પણ અલગ હતા. જોકે પેટના ભાગેથી બન્ને એવી રીતે જોડાયેલાં હતાં કે સમજાય જ નહીં કે કયો આંતરિક અવયવ તેઓ શેર કરે છે અને કયો અવયવ અલગ છે. આવાં ટ્વિન બાળકોને જોવા માટે લોકોની સારીએવી ભીડ જમા થઈ ગઈ. નવાઈની વાત એ હતી કે યશોદા દેવીએ નોર્મલ પ્રસવ દ્વારા આ બાળકોને જન્મ આપ્યો હતો. બન્નેની પરિસ્થિતિ નાજુક હતી એટલે નિષ્ણાતોને પણ સમજાતું નહોતું કે આવા કેસમાં બાળકને સર્વાઇવ કરાવવા માટે શું કરવું? બન્ને બાળકો દૂધ પી શકે એવી કન્ડિશનમાં નહોતાં. દવાઓ અને ઇન્ટેન્સિવ કેર યુનિટમાં કૃત્રિમ શ્વાસોચ્છ્વાસ આપવા છતાં એક બાળક જન્મના થોડા જ કલાકોમાં મૃત્યુ પામ્યું. એ પછી બીજા બાળકને બચાવવાનું લગભગ અસંભવ થઈ ગયું હતું. તાત્કાલિક સર્જરી કરીને બીજા બાળકનું શરીર અલગ કરવામાં આવે એ જરૂરી હતું, પરંતુ આ અત્યંત કોમ્પ્લેક્સ અને કુશળતા માગી લેતી સર્જરી હતી. આ માટે પ્રયાગરાજની મોટી હોસ્પિટલમાં એ બાળકને લઈ જવામાં આવ્યું, પરંતુ ત્યાં નિષ્ણાતો કંઈ ઍક્શન લઈ શકે એ પહેલાં જ બીજા બાળકનું પણ મૃત્યુ થયું હતું
(3:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
