<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th September 2026

ચિપ્સ, બિસ્કિટ કે કોલ્ડ ડ્રિંક્સ ખાતા પહેલા હવે સાવચેત રહેજો:કેનેડા જેવા કડક મોડેલની તર્જ પર પેકેજ્ડ ફૂડ પર મોટા અને ભયજનક ચેતવણી ચિહ્નો લગાવવાના કાળમુખા નિયમની તૈયારીઓથી પેપ્સી-કોકોકોલા જેવી ધૂંઆપૂંઆ કંપનીઓના ઉડી ગયા હોશ

ફાસ્ટ ફૂડ અને જંક ફૂડના નામે જનતાના સ્વાસ્થ્ય સાથે થતા આ પિશાચી ખેલનો કાયમ માટે કૂચડો બોલાવવા સરકારે કસ્યો છે ગાળિયોઃ સ્વાસ્થ્ય મંત્રાલયના આ વિસ્ફોટક ડગલાથી દેશભરના ફૂડ માફિયાઓની છાતીના પાટિયા બેસી ગયા અને સિસ્ટમમાં મચી ગયો સનસનાટીભર્યો હાહાકાર

નવી દિલ્હીઃ દેશભરના ખાણીપીણીના શોખીનો અને ખાસ કરીને બાળકોના સ્વાસ્થ્યને હચમચાવી દેતો, કાળજું કંપાવી દેતો અને કાનમાંથી ધુમાડા કાઢી નાખે તેવો અતિશય વિસ્ફોટક અને સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે! હવેથી બજારમાં મળતી ચિપ્સ, બિસ્કિટ, ચોકલેટ, નમકીન કે સોફ્ટ ડ્રિંક્સ (કોલ્ડ ડ્રિંક્સ) જેવી ચીજવસ્તુઓ મોંમાં નાખતા કે પીતાં પહેલા તેના પેકેટ પર મારેલા લેબલને ધ્યાનથી જોઈ લેવું પડશે, કારણ કે કેનેડા જેવા દેશોની જેમ ભારતમાં પણ હાઈ શુગર, સોલ્ટ અને ફેટ ધરાવતી ખાદ્ય સામગ્રી પર ફ્રન્ટ-ઓફ-પેક (Front-of-pack) ભયજનક ચેતવણીઓ છાપવાના કડક નિયમો લાગુ કરવાની તૈયારી ચાલી રહી છે.
જો તમે ફાસ્ટ ફૂડના શોખીન છો પરંતુ સ્વાસ્થ્ય પ્રત્યે પણ સજાગ છો, તો FSSAI દ્વારા એક મોટું પગલું ભરવામાં આવી રહ્યું છે. નવા પ્રસ્તાવ મુજબ, બજારમાં વેચાતા એવા તમામ પેકેટબંધ ખાદ્ય પદાર્થો, જેમાં ખાંડ (Sugar), ફેટ (Saturated Fat) અને મીઠું (Salt) નક્કી કરેલા ધોરણો કરતાં વધુ હશે, તેના પેકેટના આગળના ભાગ પર લાલ રંગનું ષટ્કોણીય ચેતવણી લેબલ (Red Hexagonal Warning Label) લગાવવું ફરજિયાત બનાવવામાં આવશે. આ લેબલ દૂરથી જ ગ્રાહકને ચેતવણી આપી દેશે કે આ પ્રોડક્ટ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે.
વિશ્વના અનેક વિકસિત દેશો ખાસ કરીને કેનેડામાં પેક્ડ ફૂડના હાનિકારક તત્વો સામે ગ્રાહકોને જાગૃત કરવા માટે આવા ચેતવણી પ્રતીકોનો ઉપયોગ કરવામાં આવે છે. FSSAIની આ નવી સિસ્ટમ હેઠળ જો કોઈ ચિપ્સ, બિસ્કિટ, નમકીન કે એરિયેટેડ ડ્રિંક્સમાં શુગર કે સોડિયમની માત્રાવધારે હશે, તો તેના પર 'High in Sugar' અથવા 'High in Salt/Saturated Fat' સ્પષ્ટ રીતે છાપવામાં આવશે, જેથી ખરીદી કરતી વખતે ગ્રાહકોને પારદર્શક માહિતી મળી રહે.
આ નિયમ પાછળ સત્તાધિકારીઓનો મુખ્ય ઉદ્દેશ્ય નાની ઉંમરે વધી રહેલી ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર અને હૃદયરોગ જેવી બીમારીઓના જોખમને અટકાવવાનો છે. અગાઉ મોટાભાગના લોકો પેકેટ પાછળ છપાયેલા ઝીણા અક્ષરોના ન્યૂટ્રિશન ટેબલને વાંચતા નહોતા, પરંતુ પેકેટના આગળ જ લાલ નિશાન હોવાથી બાળકો અને વાલીઓ પણ પૌષ્ટિક અને બિનપૌષ્ટિક ખોરાક વચ્ચેનો તફાવત સહેલાઈથી સમજી શકશે.

 

(4:41 PM IST)