News of Wednesday, 11th November 2026
વજન ઘટાડવાની જાણીતી દવાઓ લેતાં પહેલાં ૧૦૦ વાર ચેતજો: કાયમી અંધાપો આવી જવાની FDA ની ભયાનક ચેતવણી
સ્લિમ થવાની ઘેલછામાં દવાનો ઓવરડોઝ આંખોની રોશની છીનવી લેશે: અમેરિકાની એજન્સીના ખુલાસાથી આખી દુનિયાના છાતીના પાટિયા બેસી ગયા

નવી દિલ્હી:ઝડપથી વજન ઘટાડીને સ્લિમ બનવાની ઘેલછામાં ફરેલા લોકો માટે એક અત્યંત સનસનાટીભર્યા અને કાળજું કંપાવી દેનારા સમાચાર સામે આવ્યા છે. સમગ્ર વિશ્વમાં ધૂમ મચાવી રહેલી વજન ઘટાડવાની ટ્રેન્ડી દવાઓ અને ઇંજેક્શન્સને લઈને અમેરિકાની ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) એ એક અત્યંત ભયાનક ચેતવણી જાહેર કરી છે. આ રિપોર્ટ મુજબ, વજન ઉતારવાની ચોક્કસ પોપ્યુલર દવાઓના કારણે આંખોની નસો સુકાઈ જવાનું અને વ્યક્તિ હંમેશા માટે કાયમી અંધાપાનો ભોગ બની જવાનું ગંભીર જોખમ રહેલું છે.
9 નવેમ્બર 2026 ના રોજ FDAએ એક એડવાઇઝરી જાહેર કરી છે, જે મુજબ Ozempic, Wegovy, Zepbound અને Mounjaro જેવી લોકપ્રિય દવાઓ બનાવતી કંપનીઓએ હવે તેમના લેબલ પર ફરજિયાત ગંભીર ચેતવણી છાપવી પડશે. આ ચેતવણી આંખની એક દુર્લભ બીમારીના જોખમ વિશે છે, જેને મેડિકલ ભાષામાં નોન-આર્ટેરિટિક એન્ટિરિયર ઇસ્કેમિક ઓપ્ટિક ન્યુરોપથી એટલે કે NAION કહેવામાં આવે છે. આ દવાઓ GLP-1 એગોનિસ્ટ કેટેગરીની છે, જે ડાયાબિટીસ અને સ્થૂળતા ઘટાડવા માટે લેવામાં આવે છે.
GLP-1 એટલે કે ગ્લુકાગોન-લાઇક પેપ્ટાઇડ-1 માનવ શરીરમાં કુદરતી રીતે બનતો હોર્મોન છે, જે પાચન અને બ્લડ શુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. Ozempic, Wegovy, Mounjaro અને Zepbound જેવી દવાઓ GLP-1 રિસેપ્ટર એગોનિસ્ટ શ્રેણીમાં આવે છે. આ દવાઓ શરીરમાં કુદરતી GLP-1 હોર્મોન જેવું જ કામ કરે છે. જેમ કે…
NAION એ એક એવી દુર્લભ સ્થિતિ છે જેમાં એક આંખમાં અચાનક, પીડા વિના દૃષ્ટિ ઓછી થઈ જાય છે અથવા વ્યક્તિ કાયમ માટે દૃષ્ટિ ગુમાવી શકે છે. સાદી ભાષામાં તેને 'આંખનો સ્ટ્રોક' કહી શકાય, કારણ કે તેમાં આંખની નસમાં લોહીનો પ્રવાહ અચાનક ઘટી જાય છે. 70%થી 80% દર્દીઓને સવારે ઊઠતી વખતે જ આ દૃષ્ટિ ગુમાવવાનો અહેસાસ થાય છે. તેના મુખ્ય લક્ષણોમાં આંખમાં ધૂંધળું દેખાવું, રંગો બદલાયેલા દેખાવા, બ્લાઇન્ડ સ્પોટ્સ (આંખ સામે અંધારું આવવું) અથવા ટનલ વિઝનનો સમાવેશ થાય છે. FDAની સલાહ છે કે જો કોઈ દર્દીને આવા લક્ષણો દેખાય તો તરત જ આંખના ડૉક્ટર એટલે કે ઓપ્થેલ્મોલોજિસ્ટનો સંપર્ક કરવો જોઈએ. આ બીમારી સામાન્ય વસ્તીમાં 1 લાખમાંથી માત્ર 2થી 10 લોકોને જ થાય છે. આટલી નાની સંખ્યા હોવાને કારણે દવા અને બીમારી વચ્ચેનો સીધો સંબંધ સાબિત કરવો મુશ્કેલ છે. બીજું કારણ એ છે કે જે લોકોને ડાયાબિટીસ, હાઇ બ્લડ પ્રેશર, હાઇ કોલેસ્ટ્રોલ, મેટાબોલિક સિન્ડ્રોમ, કિડનીની બીમારી અને સ્લીપ એપનિયા જેવી મુશ્કેલી હોય છે, તેમનામાં NAION થવાનું જોખમ પહેલેથી જ વધારે હોય છે. GLP-1 દવાઓ લેનારા દર્દીઓમાં પણ આ જ સમસ્યાઓ સામાન્ય હોય છે.
(5:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
