તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Wednesday, 6th May 2026
સાવધાન! તમે જે બદામ ખાઓ છો તે અસલી છે કે ઝેર?: બજારમાં નકલી બદામનો કાળો કારોબાર
સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: રંગેલી અને પોલિશ કરેલી નકલી બદામ ઓળખવી હવે મુશ્કેલ:જાણો અસલી-નકલી પરખવાની ૩ અકસીર રીતો: શું તમે પણ છેતરાઈ રહ્યા છો? નકલી બદામ ખાવાથી કેન્સર અને પેટની બીમારીઓનું જોખમ:તપાસ વિના ખરીદી કરવી પડશે ભારે

નવી દિલ્હી: ડ્રાયફ્રૂટ્સના બજારમાં અત્યારે નકલી અને ખરાબ ગુણવત્તાની બદામનું વેચાણ ફૂલ્યું-ફાલ્યું છે. સામાન્ય ગ્રાહકને ખબર પણ નથી હોતી કે તે જે બદામ લાવી રહ્યો છે, તેના પર હાનિકારક કેમિકલ અને રંગોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. નિષ્ણાતોના મતે, આ ૩ સરળ રીતોથી તમે ઘરે બેઠા જ જાણી શકો છો કે તમારી બદામ અસલી છે કે નહીં:
૧. હાથથી ઘસીને તપાસો: જો બદામને હાથમાં લઈને જોરથી ઘસતા તમારા હાથ પર કેસરી કે લાલ રંગ લાગે, તો સમજી લેવું કે તેના પર નકલી રંગ ચડાવવામાં આવ્યો છે. અસલી બદામ ક્યારેય રંગ છોડતી નથી.
૨. પાણીમાં પલાળીને જુઓ: બદામને થોડીવાર પાણીમાં પલાળી રાખો. જો પાણીનો રંગ બદલાઈ જાય અથવા બદામ ઉપરથી ફીકી દેખાવા લાગે, તો તે પોલિશ કરેલી હોઈ શકે છે.
૩. છાલ ઉતારીને ચેક કરો: અસલી બદામની છાલ પલાળ્યા પછી આસાનીથી ઉતરી જાય છે અને અંદરનો ભાગ એકદમ સફેદ હોય છે. જો અંદરનો ભાગ પીળો કે કથ્થઈ દેખાય, તો તે જૂની અથવા નકલી હોઈ શકે છે.
(6:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
