હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વૈશ્વિક રાજકારણમાં મહાવિસ્ફોટ: પુતિન-જિનપિંગની મુલાકાત પહેલાં જ ચીનના જહાજ પર રશિયાનો મોટો હુમલો
ઝેલેન્સ્કીના દાવાથી દુનિયાભરમાં હડકંપ: મિત્ર દેશો વચ્ચે તિરાડ પાડવાનો પેતરો કે પછી રશિયાની મોટી ભૂલ?:મુલાકાત પહેલાં જ આંતરરાષ્ટ્રીય સંબંધોમાં ભારે ગરમાવો! દરિયાઈ સરહદે યુદ્ધના નગારા વાગ્યા

નવી દિલ્હી: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધની વચ્ચે એક એવા સમાચાર સામે આવ્યા છે, જે જગતના બે સૌથી શક્તિશાળી દેશો—રશિયા અને ચીનના સંબંધોને પલટી નાખી શકે છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ એક સત્તાવાર નિવેદનમાં દાવો કર્યો છે કે, રશિયન સેનાએ સમુદ્રમાં ચીનના એક મોટા માલવાહક જહાજ (Cargo Ship) પર ઘાતકી હુમલો કર્યો છે. આ દાવો એવા સમયે કરવામાં આવ્યો છે જ્યારે થોડા જ દિવસોમાં પુતિન અને શી જિનપિંગની હાઈ-પ્રોફાઈલ બેઠક યોજાવાની છે.
યુક્રેનની નેવીના રિપોર્ટ્સ અનુસાર રશિયાના 'શાહેદ' ડ્રોન દ્વારા ચીનની માલિકીના કાર્ગો જહાજ 'KSL ડેયાંગ'ને નિશાન બનાવવામાં આવ્યું હતું, જે માર્શલ આઇલૅન્ડ્સના ધ્વજ હેઠળ મુસાફરી કરી રહ્યું હતું. નેવી દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરાયેલા એક ફોટોગ્રાફમાં આ જહાજનો એક ભાગ હુમલાના કારણે આંશિક રીતે બળી ગયેલો સ્પષ્ટ જોઈ શકાય છે. ચાર વર્ષ પહેલાં યુક્રેન પર આક્રમણ કર્યા પછી, રશિયા યુક્રેનની કૃષિ નિકાસ માટેના સૌથી મહત્ત્વના દરિયાઈ કેન્દ્ર એવા ઓડેસાના બંદર વિસ્તારમાં નાગરિક જહાજો પર સતત હુમલા કરતું આવ્યું છે. પરંતુ, આ વખતનો હુમલો પુતિનની બે દિવસીય બેઇજિંગ મુલાકાત અને શી જિનપિંગ સાથેની બેઠક પહેલાં જ થતાં આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણો ગંભીર માનવામાં આવી રહ્યો છે.
આ હુમલા અંગે યુક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીએ સોશિયલ મીડિયા પર રશિયાનો પર્દાફાશ કરતાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, 'ડ્રોન્સ વડે ઓડેસા પર હુમલો કર્યો અને તેમાંથી એક ડ્રોન ચીનની માલિકીના જહાજ સાથે અથડાયું છે. રશિયા આ વાતથી બિલકુલ અજાણ ન હોઈ શકે કે તે સમયે સમુદ્રમાં કયું જહાજ હાજર હતું.'
યુક્રેનની નેવીના પ્રવક્તા દિમિત્રો પ્લેટેનચુકે જણાવ્યું હતું કે રાત્રિ દરમિયાન ડ્રોન હુમલો થયા બાદ જહાજના ક્રૂ મેમ્બર્સે પોતાની રીતે જ સ્થિતિ પર કાબૂ મેળવી લીધો હતો. સદનસીબે આ હુમલામાં ચીની નાગરિકો ધરાવતા ક્રૂના કોઈપણ સભ્યને ઈજા થઈ નથી અને જહાજ પોતાની આગળની સફર પર રવાના થઈ ગયું છે. રોઇટર્સના અહેવાલ મુજબ, આ હુમલા સમયે 'KSL ડેયાંગ' જહાજ ખાલી હતું અને તે ઓડેસાના પિવડેની બંદરેથી આયર્ન ઓર (લોખંડની કાચી ધાતુ) લોડ કરવા માટે આગળ વધી રહ્યું હતું.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
