<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st April 2026

અમેરિકાને મોટો ઝટકો: UAE ડોલરનો સાથ છોડવાની તૈયારીમાં:હવે ચીની ‘યુઆન’માં થશે અબજોના સોદા?

વૈશ્વિક અર્થતંત્રમાં ભૂકંપ: તેલના વેપાર માટે ડોલરને ‘બાય-બાય’ કહેવાની UAE ની ગર્જના: જો આમ થયું તો ડોલરની કિંમત કોડીની થઈ જશે: અમેરિકી દાદાગીરી સામે આરબ દેશોનો રોષ હવે ચલણના યુદ્ધમાં ફેરવાયો

નવી દિલ્હી: વર્ષોથી દુનિયાભરમાં જેનું આધિપત્ય રહ્યું છે તે અમેરિકી ડોલર (US Dollar) નું સામ્રાજ્ય હવે જોખમમાં હોય તેવું લાગી રહ્યું છે. સંયુક્ત આરબ અમીરાત (UAE) એ હવે ખુલ્લેઆમ ધમકી આપી છે કે તેઓ તેલ અને ગેસના આંતરરાષ્ટ્રીય કારોબાર માટે અમેરિકી ડોલરને બદલે ચીની ચલણ 'યુઆન' (Yuan) માં વ્યવહાર કરવાનું વિચારી રહ્યા છે. આ જાહેરાતે વ્હાઇટ હાઉસના ઊંઘ હરામ કરી નાખી છે.
યુએઈ અધિકારીઓએ પશ્ચિમ એશિયા (મધ્યપૂર્વ) અને ઇરાન વચ્ચે વધતા સંઘર્ષ માટે સ્પષ્ટપણે પ્રમુખ ટ્રમ્પને જવાબદાર ઠેરવ્યા છે. ધ વોલસ્ટ્રીટ જર્નલના રિપોર્ટ મુજબ યુએઈનું માનવું છે કે અમેરિકાની આક્રમક નીતિઓએ પ્રાદેશિક નાણાકીય સ્થિરતાને ભયમાં મૂકી છે.
મેક્રોઇકોનોમિક એનાલિસ્ટ લ્યુક ગ્રોમેનના જણાવ્યા મુજબ યુએઈએ પોતાના અર્થતંત્રને યુદ્ધની અસરથી બચાવવા માટે અમેરિકા પાસેથી નાણાકીય લાઇફલાઇનના સ્વરૂપમાં ડોલર સ્વેપ લાઇનની માંગ કરી છે. હવે જો યુએઈ તેલના વ્યાપાર માટે ચીની ચલણ યુઆનને અપનાવે છે તો આ બાબત વૈશ્વિક બજારમાં ડોલરના દબદબા સામે સૌથી મોટો પડકાર હશે. દાયકાઓથી ઓઇલનો વેપાર ડોલરમાં થતો આવ્યો છે.
નિષ્ણાતોનું કહેવું છે કે ચીન પાસેથી પહેલાથી જ ઘણા દેશોની સ્વેપ લાઇન છે. તેથી યુએઈ માટે ચીન એક વ્યવહારિક વિકલ્પ બની ગયું છે. હવે જો અમેરિકા-ઇરાન વચ્ચેના યુદ્ધમાં કોઈ સમાધાન નીકળતું નથી તો ક્રૂડ ઓઇલની કિંમત વધી શકે છે. આ સંજોગોમાં વૈશ્વિક સ્તરે ડોલરની સ્થિતિ નબળી પડી શકે છે. લ્યુક ગ્રોમેનનો તર્ક છે કે ડોલર સિવાયના ચલણમાં વેપાર કરવાથી દેશોને પોતાનો મર્યાદિત ડોલરનો ભંડાર જૂનું દેવુ ચૂકવવા માટે ઉપયોગમાં લેવામાં મદદ મળે છે. બીજી બાજુએ ભવિષ્યનો વ્યાપાર નવા ચલણમાં શિફ્ટ થાય છે.

 

(5:53 PM IST)