<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st August 2026

ચીનની માઉન્ટ એવરેસ્ટ નજીક મોટી ચાલબાજી: અત્યાધુનિક ડ્રોન ટેકનોલોજી વિકસાવવા બનાવ્યું હાઇ-ટેક સેન્ટર, સરહદ પર સનસનાટી

અતિ દુર્ગમ અને ઊંચાઈ વાળા વિસ્તારોમાં સૈન્ય તેમજ સર્વેલન્સ ક્ષમતા વધારવાનો કારસો: તિબેટ અને હિમાલયન ક્ષેત્રમાં ડ્રોન નેટવર્ક મજબૂત કરવા ચીનની જોખમી હિલચાલ

નવી દિલ્હી:વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટના અત્યંત સંવેદનશીલ અને દુર્ગમ વિસ્તાર નજીક ચીને વધુ એક વિવાદાસ્પદ પગલું ભરીને પોતાની નાપાક મુરાદ છતી કરી છે. ચીને એવરેસ્ટ રીજન નજીક ખાસ અત્યાધુનિક ડ્રોન ટેકનોલોજીના રિસર્ચ અને ડેવલપમેન્ટ માટે એક નવું હાઇ-ટેક સેન્ટર ઊભું કરી દીધું છે. સબ-ઝીરો તાપમાન અને પાતળી હવા ધરાવતા હિમાલયન વાતાવરણમાં ડ્રોનની ક્ષમતા, ફ્લાઇટ ટેસ્ટિંગ અને ઓપરેશન્સને વધુ સક્ષમ બનાવવા માટે આ સેન્ટરનો ઉપયોગ કરવામાં આવશે. નિષ્ણાતોના મતે, ચીન આ સેન્ટર દ્વારા સરહદી વિસ્તારોમાં રીયલ-ટાઇમ રિકોનિસન્સ અને સર્વેલન્સ ક્ષમતા વધારવા માંગે છે. એવરેસ્ટ નજીક ચીનની આ લશ્કરી તેમજ તકનીકી સક્રિયતાને પગલે પડોશી દેશો અને વૈશ્વિક સુરક્ષા એજન્સીઓમાં ભારે ચિંતાનો માહોલ સર્જાયો છે.

ચીને તિબેટમાં માઉન્ટ એવરેસ્ટ પાસે અત્યાધુનિક ડ્રોન રિસર્ચ અને ડેવલપમેન્ટ સેન્ટર બનાવ્યું છે, જેનો આશય વધુ ઊંચાઈવાળા વિસ્તારમાં સરહદ પેટ્રોલિંગ, સુરક્ષા, લોજિસ્ટિક્સ અને ટ્રાન્સપોર્ટ માટે પાયલટ વિનાના હવાઈ વાહનો (યુએવી)નો ઉપયોગ કરવાનો છે. તિબેટ ૪,૦૦૦ મીટરથી વધુ ઊંચાઈ પર આવેલું છે. તેને દુનિયાની છત કહેવામાં આવે છે. અહીં ઓક્સિજનનું લેવલ એકદમ ઓછું, અસમાન જમીન, તાપમાન અત્યંત ઠંડુ અને હવામાન ઝડપથી બદલાતું હોય છે. આ કારણોથી આ વિસ્તાર ડ્રોન ટેક્નોલોજી વિકસિત કરવા માટે આદર્શ જગ્યા મનાય છે તેમ ચીનના એન્જિનિયરોનું કહેવું છે. મુશ્કેલ ભૌકોલિક પરિસ્થિતિઓના કારણે આ ક્ષેત્ર હાઈ-એલ્ટીટયુડ ડ્રોન ટેક્નોલોજીના પરીક્ષણો અને વિકાસ માટે આદર્શ છે.

(5:19 PM IST)