<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th April 2026

યુરોપ પ્રવાસીઓ માટે મોટા સમાચાર: પાસપોર્ટ પર સિક્કા મારવાની પ્રથાનો અંત, હવે 'ડિજિટલ એન્ટ્રી'થી થશે સ્વાગત

૨૯ દેશોમાં અમલી બનશે નવો નિયમ: પાસપોર્ટના પાના હવે સ્ટેમ્પથી નહીં ભરાય, બોર્ડર પર કલાકો સુધી ઉભા રહેવાની ઝંઝટમાંથી મુક્તિ: જાણો શું છે યુરોપની નવી 'એન્ટ્રી-એક્ઝિટ સિસ્ટમ' (EES)? આંગળાની છાપ અને ચહેરાના સ્કેનિંગથી મળશે એન્ટ્રી: પ્રવાસીઓ માટે ટેકનોલોજીનો નવો યુગ શરૂ:શું આ ફેરફારથી વિઝા પ્રક્રિયા સરળ બનશે?

નવી દિલ્હી : જો તમે યુરોપ ફરવાના શોખીન છો, તો તમારા માટે આ ખબર જાણવી ખૂબ જ જરૂરી છે. યુરોપિયન યુનિયનના ૨૯ દેશો (Schengen Area) હવે પાસપોર્ટ પર ફિઝિકલ સ્ટેમ્પ મારવાની ૭૦ વર્ષ જૂની પ્રથા બંધ કરવા જઈ રહ્યા છે. તેની જગ્યાએ હવે હાઈ-ટેક 'એન્ટ્રી-એક્ઝિટ સિસ્ટમ' (EES) અમલમાં આવશે. આ ફેરફાર નવેમ્બર ૨૦૨૪ થી તબક્કાવાર શરૂ થવાની શક્યતા છે.

EES એટલે એન્ટ્રી/એક્ઝિટ સિસ્ટમ. આ એક ડિજિટલ સિસ્ટમ છે, જે શેંગેન વિઝા પર આવતા-જતા યુરોપિયન યુનિયનના ન હોય તેવા મુસાફરોની નોંધ રાખે છે. તે તમારો ચહેરો, આંગળીના નિશાન અને પાસપોર્ટની માહિતી સ્કેન કરીને મૂકી દે છે. આ સિસ્ટમ હેઠળ પાસપોર્ટ પર સ્ટેમ્પની જરૂર જ નહીં રહે.  

આ નિયમો ટૂંકા ગાળા માટે (સામાન્ય રીતે 90 દિવસથી ઓછો સમય) મુસાફરી કરતા બધા બિન યુરોપિયન નાગરિકો માટે છે. એટલે કે, ભારત અને અમેરિકા સહિત યુરોપિયન યુનિયનની બહારના લગભગ તમામ દેશના નાગરિકોને આ નિયમ લાગુ પડે છે. યુરોપિયન યુનિયનના નાગરિકો, ત્યાંના કાયમી રહેવાસીઓ અને લાંબા ગાળાના વિઝા ધારકોને તેમાંથી મુક્તિ મળે છે. આયર્લેન્ડ અને સાયપ્રસ પણ આ સિસ્ટમનો ભાગ નથી.

આ 29 દેશની મુલાકાત લેતી વખતે પ્રવાસીઓનો પાસપોર્ટ સ્કેન કરાશે, ડિજિટલ ફોટો લેવાશે અને બધી 10 આંગળીના નિશાન પણ લેવાશે. 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને આંગળીના નિશાન આપવાની જરૂર નથી, પરંતુ તેમનો ફોટો લેવાશે. જો કોઈ આ ડેટા આપવાનો ઇનકાર કરે, તો તેને યુરોપમાં પ્રવેશ નહીં મળે. પ્રવાસીઓની આ બાયોમેટ્રિક માહિતી સિસ્ટમમાં 3 વર્ષ સુધી સાચવી રાખવામાં આવશે.

(5:39 PM IST)