તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 22nd April 2026
મોટો પર્દાફાશ: જપ્ત જહાજમાંથી ‘મોતનો સામાન’ મળ્યો!: ચીને ઈરાન મોકલેલા મિસાઈલ કેમિકલ્સનો જથ્થો ઝડપાયો:ડ્રેગનનો અસલી ચહેરો બેનકાબ
ગુપ્ત મિશન નિષ્ફળ!: જહાજમાં ખાદ્ય સામગ્રીના બહાને ખતરનાક કેમિકલ્સની હેરાફેરી થતી હતી: ઈઝરાયેલ-અમેરિકાના ગુપ્તચર વિભાગો એક્શનમાં:શું ચીન પડદા પાછળ રહીને ઈરાનને હથિયારો પૂરા પાડે છે? વૈશ્વિક રાજકારણમાં ભયંકર ગરમાવો

નવી દિલ્હી: હોર્મુઝની સામુદ્રધુનીમાં ઈરાન દ્વારા જપ્ત કરવામાં આવેલા જહાજને લઈને એક અત્યંત ચોંકાવનારો ખુલાસો થયો છે. જહાજની તલાશી લેતા તેમાંથી મોટા પ્રમાણમાં એવા કેમિકલ્સ મળી આવ્યા છે જેનો ઉપયોગ બેલિસ્ટિક મિસાઈલ અને રોકેટના ઈંધણ કે દારૂગોળા બનાવવા માટે થાય છે. સૌથી ગંભીર બાબત એ છે કે આ જથ્થો ચીનથી રવાના કરવામાં આવ્યો હોવાના પુરાવા મળ્યા છે.
આંતરરાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓના રિપોર્ટ મુજબ, ચીન સીધી કે આડકતરી રીતે ઈરાનની સૈન્ય શક્તિ વધારવામાં મદદ કરી રહ્યું હોવાની આશંકા હવે હકીકતમાં બદલાઈ રહી છે. આ કેમિકલ્સનો જથ્થો જપ્ત થતા હવે ચીન પર આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો મૂકવાની માંગ પ્રબળ બની શકે છે. બીજી તરફ, અમેરિકાએ આક્ષેપ કર્યો છે કે ચીન જાણીજોઈને મધ્ય પૂર્વમાં અશાંતિ ફેલાવવા માટે ઈરાનને સપોર્ટ કરી રહ્યું છે. આ ખુલાસા બાદ હવે ઈઝરાયેલ પણ વધુ આક્રમક બને તેવી શક્યતા છે, જે આગામી સમયમાં મોટા લશ્કરી ટકરાવ તરફ દોરી શકે છે.
નિક્કી હેલીએ જણાવ્યું હતું કે ઇરાન જતાં આ ચીનના જહાજને અમેરિકન નૌકાદળે કેટલીય ચેતવણીઓ આપી હોવા છતાં તે રોકાયું ન હતું. તેમણે દાવો કર્યો હતો કે ચીન યુદ્ધમાં ઇરાનને મદદ કરી રહ્યુ હોવાની વાસ્તવિકતાની જરા પણ અવગણના કરી શકાય તેમ નથી. અમેરિકન નૌકાદળે ઇરાનના ધ્વજવાળા કન્ટેનર શિપ ટૌસ્કાને જપ્ત કર્યુ છે. આ નાનું કન્ટેનર શિપ ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઇરાન શિપિંગ લાઇન્સ ગુ્રપનું છે. તેના પર અમેરિકાના પ્રતિબંધો લાગેલા છે. આ જહાજ રવિવારે ઓમાનના અખાતમાં ઇરાનના ચાબહાર પોર્ટ તરફ જતું હતું, એમ મરીન ટ્રાફિક જંકશન પરના શિપ ટ્રેકિંગ ડેટામાં જણાવાયું હતું.
ઇરાનના લશ્કરે જણાવ્યું હતું કે ચીનથી ઇરાન જતું હતું અને તેણે અમેરિકા પર દરિયાઈ લૂંટનો આરોપ મૂક્યો હતો. તેહરાને આ ઉપરાંત જણાવ્યું હતું કે તેના પરની ઘેરાબંધી હટાવાય નહીં ત્યાં સુધી તે અમેરિકા સાથે ઇસ્લામાબાદમાં બીજા રાઉન્ડની મંત્રણામાં જોડાશે નહીં. ઇરાને જણાવ્યુ હતું કે તેઓ અમેરિકન લશ્કરી દળોના આક્રમણનો સામનો કરવા તૈયાર હતા, પરંતુ જહાજ પર ક્રૂ મેમ્બરના સભ્યોની હાજરીના કારણે તેમણે ગોળીબાર કર્યો ન હતો.
(5:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
