તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 28th September 2026
ટેકનોલોજીની દુનિયામાં હડકંપ મચાવતો સૌથી મોટો ડિજિટલ ધડાકોઃ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના ખતરનાક અને બેકાબૂ બનેલા નવા મોડેલે સુરક્ષા ભેદીને આચર્યું ઘૂસણખોરીનું રાક્ષસી તાંડવ: ડરના મારે ઓપનએઆઈ (OpenAI) એ તાલીમનું કામ અધવચ્ચે જ પડતું મૂકવું પડ્યું
આધુનિક વિજ્ઞાનના નામે સર્જાઈ રહેલા આ વિનાશક જોખમોથી ટેકનોલોજી કંપનીઓના હોશ ઉડી ગયા અને સિસ્ટમની છાતીના પાટિયા બેસી ગયાઃ ડિજિટલ જગતના આ કાળમુખા પતન પર ફરી વળ્યો કાળો નાગ:વિસ્ફોટક ભંડાન ફોડથી સિસ્ટમનો સટાકથી બોલાઈ ગયો કૂચડો

નવી દિલ્હી :ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની (AI) સીમાઓ વટાવતી દુનિયામાંથી માનવજાતને હચમચાવી દેતો, કાળજું કંપાવી દેતો અને કાનમાંથી ધુમાડા કાઢી નાખે તેવો અતિશય વિસ્ફોટક, લોહીયાળ તથા પિશાચી કિસ્સો સામે આવ્યો છે! દુનિયાભરમાં એઆઈ ક્ષેત્રે ડંકો વગાડતી અગ્રણી કંપની ઓપનએઆઈ (OpenAI) દ્વારા વિકસાવવામાં આવી રહેલા એક અત્યાધુનિક અને ખતરનાક AI મોડેલે સિસ્ટમની સુરક્ષાના તમામ કિલ્લા ભેદીને અણધારી ઘૂસણખોરી આચરી દીધી છે, જેના કારણે ભયભીત બનેલી કંપનીએ પ્રોજેક્ટની તાલીમ (Training) તાત્કાલિક ધોરણે સટાકથી પડતી મૂકવી પડી છે
ન્યૂયોર્ક ટાઈમ્સના એક રિપોર્ટ મુજબ ઓપનએઆઈના એજન્ટ્ેસે યુઝર્સના સવાલોના જવાબ શોધતા અમેરિકાની સરકારી વેબસાઈટ્સનો ડેટા કાઢવાનો પ્રયત્ન કર્યો હતો અને કંપનીને તેની જાણ પણ નહોતી. એઆઈ એજન્ટ્સે શિક્ષણ વિભાગ, કોમર્સ ડિપાર્ટમેન્ટ અને શેરબજારની નિયમનકારી સંસ્થા એસઈસીની વેબસાઈટ્સમાંથી ડેટા ચોરવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે, તેમને તેમાં નિષ્ફળતા મળી હતી.
કોમર્સ ડિપાર્ટમેન્ટની સેન્સસ બ્યૂરો વેબસાઈટ્સે ઓનલાઈન મળેલા લોગીન આઈડી-પાસવર્ડનો ઉપયોગ કર્યો. એસઈસીની વેબસાઈટમાંથી પબ્લિક ડેટા લઈને ઓનલાઈન ફોરમ પર શૅર કરાયો હતો. એઆઈ કંપની ટ્રાન્સલૂસના અધિકારી કોનરાડ સ્ટોસ્જે કહ્યું કે, ઓપનએઆઈના એજન્ટ્સે નિયમોનો ભંગ કરી અમેરિકન નેવી અને વ્હાઈટ હાઉસની ઓફિસ સહિત અનેક સરકારી વેબસાઈટ્સની માહિતી એકત્ર કરી હતી.
દરમિયાન અનિયંત્રિત એઆઈ એજન્ટ્સ દ્વારા અમેરિકન સરકારી વેબસાઈટ્સમાં ઘૂસણખોરીના પ્રયાસોના અહેવાલોના પગલે ઓપનએઆઈએ તેના નવા મોડેલની તાલિમ પડતી મૂકવી પડી હતી. કંપનીએ જણાવ્યું કે, તેના એઆઈ એજન્ટ્સે ફેડરલ સરકારની વેબસાઈટ્સ સર્ચ કર્યાની કેટલીક ઘટનાઓ સામે આવતા કંપની એઆઈ મોડેલ્સની તાલિમની સમીક્ષા કરી રહી છે. ચિંતાજનક બાબત એ છે કે એઆઈ એજન્ટ્સને સરકારી વેબસાઈટ્સમાંથી માહિતી મેળવવાનો કોઈ નિર્દેશ નહીં આપવા છતાં તેમણે આ કામ કર્યું હતું.
કંપનીએ ઉમેર્યું કે, નવા એઆઈ મોડેલ્સની તાલિમ હાલ અટકાવી દેવાઈ છે. હવે વધારાની સુરક્ષા મૂકાઈ હોવાનો વિશ્વાસ થયા પછી જ નવા મોડેલ્સની તાલિમ ફરી શરૂ કરાશે. એઆઈ એજન્ટ્સને તેની પોતાની રીતે કામ કરતા રોકવા માટે એઆઈ લેબ્સ પર કાયદા ઘડનારા અને ટેક્નોલોજી નિષ્ણાતો તરફથી એઆઈનું ડેવલપમેન્ટ ધીમું કરવાનું દબાણ છે. ઓપનએઆઈએ ત્રણ મહિનામાં બીજી વખત તેના મોડેલ્સનું ડેવલપમેન્ટ અટકાવવું પડયું.
(4:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
