News of Friday, 13th November 2026
ટેક જગતમાં સૌથી મોટો ભૂકંપ: જેન્સન હુઆંગે Nvidia છોડતા જ AIની રફ્તાર પર બ્રેક લાગવાના ભણકારા: વૈશ્વિક બજારમાં ભયાનક હલચલ
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના બાદશાહ ગણાતા CEOની અચાનક વિદાયના અહેવાલોથી સિલિકોન વેલીથી લઈને શેરબજારના રોકાણકારોના છાતીના પાટિયા બેસી ગયા

નવી દિલ્હી:આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ની દુનિયામાં ક્રાંતિ લાવનાર દિગ્ગજ ચિપમેકર કંપની એનવીડિયા (Nvidia) ના સ્થાપક અને CEO જેન્સન હુઆંગે કંપની છોડી હોવાના અત્યંત સનસનાટીભર્યા અહેવાલો સામે આવતાં જ સમગ્ર ટેક જગતમાં ભારે ખળભળાટ અને ભૂકંપ સર્જાયો છે. જેન્સન હુઆંગની વિદાયના સમાચાર વહેતા થતાં જ હવે એવો ગંભીર સવાલ ઊભો થયો છે કે શું દુનિયાભરમાં તેજ ગતિએ દોડી રહેલી AI ની રફ્તાર હવે થંભી જશે?
હુઆંગનું રાજીનામું એવા સમયે આવ્યું છે, જ્યારે તેમના અંગત જીવન અને કથિત સંબંધોને લઈને વિવાદ સામે આવ્યો છે. અહેવાલોમાં અનેક મહિલાઓ સાથેના તેમના કથિત સંબંધોની વાત કરવામાં આવી છે. તેમાં એક ચીની મહિલા સાથેના સંબંધોનો પણ ઉલ્લેખ છે, જેને ચીની જાસૂસ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. જોકે, આ આરોપોની હજુ સુધી પુષ્ટિ થઈ નથી. આ ઉપરાંત પણ બે મહિલાઓ સાથેત તેમનું અફેર હોવાનું સામે આવ્યું હતું.
જેન્સન હુઆંગ માત્ર Nvidiaના CEO જ નહીં, પરંતુ AI ઇન્ડસ્ટ્રીના સૌથી પ્રભાવશાળી ચહેરાઓમાંના એક રહ્યા છે. તેમણે વર્ષ 1993માં Nvidiaની સહ-સ્થાપના કરી હતી. શરૂઆતમાં કંપની મુખ્યત્વે ગ્રાફિક્સ કાર્ડ અને ગેમિંગ ચિપ્સ માટે જાણીતી હતી. જોકે, હુઆંગના નેતૃત્વમાં કંપનીએ AI કમ્પ્યુટિંગ ક્ષેત્રમાં પોતાની મજબૂત ઓળખ ઊભી કરી.
આજના સમયમાં ChatGPT જેવા AI મોડલને ટ્રેન કરવા અને મોટા ડેટા સેન્ટર ચલાવવા માટે શક્તિશાળી કમ્પ્યુટિંગ સિસ્ટમની જરૂર પડે છે. Nvidiaના GPU આ કામમાં મહત્વની ભૂમિકા ભજવે છે. AI ક્ષેત્રમાં ચિપ્સની માગ ઝડપથી વધતાં Nvidia દુનિયાની સૌથી વધુ કમાણી કરતી કંપનીઓમાં સામેલ થઈ છે.
(5:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
