હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વૈશ્વિક મહાસત્તાઓ વચ્ચે આંતરરાષ્ટ્રીય રાજકારણનો અત્યાર સુધીનો સૌથી મોટો અને સ્ફોટક ધડાકો: 'યુરોપના નેતાઓ રશિયાને ના ઉશ્કેરે: બોલવામાં સંયમ વર્તે...' અમેરિકાનો આત્યંતિક સિક્રેટ મેસેજ લીક થતાં આખી દુનિયામાં સનસનાટી
સુપરપાવર વ્હાઈટ હાઉસના ગુપ્ત દસ્તાવેજથી યુરોપિયન યુનિયન અને નાટો દેશોમાં ખળભળાટ: ત્રીજા વિશ્વયુદ્ધના ભયાનક એંધાણ વર્તાતાં આંતરરાષ્ટ્રીય રક્ષણ નિષ્ણાતોના છાતીના પાટિયા બેસી ગયા

નવી દિલ્હી:વિશ્વના રાજકીય મંચ અને આંતરરાષ્ટ્રીય મુત્સદ્દીગીરીના ગલિયારામાંથી આખી દુનિયાને હચમચાવી દે તેવી એક અત્યંત ચોંકાવનારી, ખૌફનાક અને કાળજું કંપાવી દેતી સનસનાટીભરી લીક સામે આવી છે! રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા ભયાનક યુદ્ધની સ્થિતિ વચ્ચે અમેરિકાના ટોચના વહીવટી તંત્ર દ્વારા યુરોપિયન દેશોના નેતાઓને મોકલવામાં આવેલો એક અત્યંત ગુપ્ત અને સિક્રેટ મેસેજ આંતરરાષ્ટ્રીય મીડિયામાં ધડાકાભેર લીક થઈ ગયો છે. આ મેસેજમાં અમેરિકાએ યુરોપના આક્રમક નેતાઓને સીધી જ ચીમકી આપતા લખ્યું છે કે, "રશિયાને નકામા ઉશ્કેરવાનું બંધ કરો અને પોતાના નિવેદનોમાં પૂર્ણ સંયમ વર્તો.
આ સંદેશ અલગ-અલગ દ્વિપક્ષીય બેઠકોમાં આપવામાં આવ્યો હતો. જોકે, તે સ્પષ્ટ નથી કે બાલ્ટિક દેશો સિવાય કઈ યુરોપિયન સરકારો સુધી આ વાત પહોંચાડવામાં આવી. પેન્ટાગોનના નીતિ પ્રમુખ એલ્બ્રિજ કોલ્બી પણ આ સંદેશ આપનાર અમેરિકી અધિકારીઓમાં સામેલ હતા. તેઓ યુરોપમાં અમેરિકી સૈનિકોની તહેનાતીની સમીક્ષા સાથે જોડાયેલા મહત્વપૂર્ણ અધિકારી છે.
રિપોર્ટ પ્રમાણે કોલ્બીએ તાજેતરમાં બાલ્ટિક દેશોના એક અધિકારીને કહ્યું કે, રશિયાને ઉશ્કેરતા નિવેદનો ન આપવા. તેમણે યુરોપિયન નેતાઓના તે નિવેદનોનું ઉદાહરણ આપ્યું, જેમાં કહેવામાં આવ્યું હતું કે યુક્રેનમાં યુદ્ધ દરમિયાન રશિયા ઘેરાઈ ગયું છે અને હવે હતાશ થઈને પગલાં લઈ રહ્યું છે. એસ્ટોનીયાના વડાપ્રધાન ક્રિસ્ટન મિહાલે સપ્ટેમ્બરના અંતમાં રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનની સરખામણી ખૂણામાં ફસાયેલા ઉંદર સાથે કરી હતી. એક યુરોપિયન અધિકારીએ જણાવ્યું કે, અમેરિકી સંદેશનો અર્થ એ હતો કે અમેરિકા યુરોપની મદદ કરી રહ્યો છે, પરંતુ સહયોગી દેશોએ વધારે હોબાળો ન મચાવવો જોઈએ. પેન્ટાગોને એસ્ટોનીયાના એક પ્રતિનિધિમંડળને પણ તેમની સાર્વજનિક નિવેદનબાજીમાં સંતુલન જાળવવા કહ્યું હતું.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
