તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 24th November 2026
આખો દિવસ બેસી રહેતા લોકોના આરોગ્ય જગતમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો રાહતનો ધડાકો: પગનો દુ:ખાવો, અસહ્ય થાક અને નબળા સ્નાયુઓનો રામબાણ ઈલાજ: ઘરે કે ઓફિસમાં માત્ર ૧૫ સેકન્ડની આ કસરત કરતા જ મળશે જબરદસ્ત ફાયદો, ભારે ચર્ચા
પગના દુ:ખાવા અને થાકથી પરેશાન લોકોના છાતીના પાટિયા બેસી જતા હતા, પણ માત્ર ૧૫ સેકન્ડની આ સરળ કસરતનો ચમત્કાર સામે આવતા લોકોમાં ભારે રાહત : ઓફિસની ખુરશી પર બેઠા-બેઠા કે ઘરે પણ આસાનીથી થઈ શકતી કસરતથી નબળા સ્નાયુઓમાં નવો પ્રાણ ફૂંકાતા સમગ્ર પંથકમાં ભારે ચર્ચા

નવી દિલ્હી:આજકાલ કલાકો સુધી ખુરશી પર બેસીને કામ કરવાની આદત અને દોડધામભરી જીવનશૈલીના કારણે પગનો દુ:ખાવો, સતત થાક અને નબળા સ્નાયુઓ ની સમસ્યા ઘર-ઘરમાં સામાન્ય બની ગઈ છે. આવા સમયે એક અત્યંત ઉપયોગી અને ચોંકાવનારી માહિતી સામે આવી છે કે ઘરે કે ઓફિસમાં માત્ર ૧૫ સેકન્ડની સરળ કસરત નિયમિત કરવાથી પગના દુ:ખાવા અને થાકમાંથી મોટી રાહત મળી શકે છે અને સ્નાયુઓની નબળાઈ દૂર કરવામાં મદદ મળે છે.
પગની આંગળીઓ પર ઊભા રહેવાથી થતા ફાયદા
- પગ અને પિંડી મજબૂત બને : જ્યારે તમે પગની આંગળીઓ પર ઊભા રહો છો, ત્યારે પિંડી અને પગના સ્નાયુઓ સક્રિય થાય છે. તેનાથી તેમાં તાકાત આવે છે અને લાંબા સમય સુધી ચાલવાની કે ઊભા રહેવાની ક્ષમતા વધે છે.
- શરીરનું સંતુલન સુધરે : ટો સ્ટેન્ડ કરવાથી શરીરનું સંતુલન સુધરે છે, જે મગજ અને સ્નાયુઓ વચ્ચે સારો તાલમેલ સાધવામાં મદદ કરે છે. ખાસ કરીને આ કસરત વૃદ્ધો માટે વધુ ઉપયોગી છે, કારણ કે તેનાથી શરીરને સંતુલિત રાખવાની ક્ષમતા વધે છે.
- રક્તપરિભ્રમણ સુધરે : આખો દિવસ બેસી રહેવાથી કે ઓછા સક્રિય રહેવાથી પગમાં રક્તપરિભ્રમણ ધીમું થઈ જાય છે. આવી સ્થિતિમાં ટો સ્ટેન્ડ કરવાથી પગમાં રક્તપરિભ્રમણ સુધરે છે, જેનાથી થાક ઓછો લાગે છે.
- એડી અને ઘૂંટણને મળે છે સપોર્ટ : આ અભ્યાસ એડી અને ઘૂંટણની આસપાસના સ્નાયુઓને મજબૂત બનાવે છે. તેનાથી સાંધા પર પડતું વધારાનું દબાણ ઘટે છે અને દુખાવા કે જકડાઈ જવાની સમસ્યાથી રાહત મળે છે.
- પોસ્ચર સુધારવામાં મદદગાર : ખોટી રીતે બેસવાથી કે ચાલવાથી શરીરનું પોસ્ચર બગડે છે, પરંતુ પગની આંગળીઓ પર ઊભા રહેવાથી કરોડરજ્જુ સીધી રાખવામાં મદદ મળે છે અને શરીરનું પોસ્ચર સુધરે છે.
- કોર મસલ્સને સક્રિય બનાવે છે : આ કસરત દરમિયાન પેટ અને કમરના સ્નાયુઓ પણ સક્રિય થાય છે. તેનાથી શરીરની સ્થિરતા વધે છે અને કોર મજબૂત થાય છે.
- પગનો થાક ઘટે છે : જો દિવસભર ઊભા રહેવાથી કે ચાલવાથી પગમાં દુખાવો અને થાક લાગે છે, તો આ અભ્યાસ રાહત આપવામાં મદદ કરી શકે છે.
સીધા ઊભા રહો અને પછી ધીમે-ધીમે એડીઓને ઉપર ઉઠાવી પગની આંગળીઓ પર સંતુલન સાધો. 10–15 સેકન્ડ સુધી આ સ્થિતિમાં રહો, ત્યારબાદ ધીમે-ધીમે સામાન્ય સ્થિતિમાં પાછા ફરો. આ રીતે 8–10 વખત પુનરાવર્તન કરો.
(6:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
