News of Wednesday, 30th September 2026
આકાશની ઊંચાઈએ ફાટી નીકળ્યો સૌથી મોટો અને કાળજું કંપાવી દેતો આંતરરાષ્ટ્રીય હાઈજેક વિસ્ફોટઃ ઈઝરાયલ જતી ફ્લાઈટમાં એક પાયલટે બીજા પાયલટ પર ખૂની હુમલો કરી પ્લેનને ક્રેશ કરવાનો રચ્યો પિશાચી ખેલ:પણ મુસાફરોની વીરતાથી સટાકથી ટળી ગયો મોટો મહાવિનાશ
હવામાં ઉડતા વિમાનમાં જામી ગયેલી આ ખૂની જંગ અને રાક્ષસી ડ્રામાથી દુનિયાભરના સુરક્ષા તંત્રોના ઉડી ગયા હોશઃ મુસાફરોની છાતીના પાટિયા બેસી ગયા અને વૈશ્વિક આકાશમાં મચી ગયો હાહાકાર

નવી દિલ્હી:એવિએશન જગતને હચમચાવી દેતો, રૂંવાડા ઊભા કરી દેતો અને કાનના પડદા ફાડી નાખે તેવો અત્યંત વિસ્ફોટક, લોહીયાળ અને સનસનાટીભર્યો કિસ્સો આંતરરાષ્ટ્રીય આકાશમાંથી સામે આવ્યો છે! ઈઝરાયલ તરફ જઈ રહેલી એક મુસાફર ફ્લાઈટમાં કોકપિટની અંદર જ એક પાયલટે પોતાના જ સહ-પાયલટ (Co-pilot) પર અચાનક ઘાતકી હુમલો કરીને વિમાનને હાઈજેક કરી જમીન પર પટકવા અને ક્રેશ કરવાનો કોઈ ઘાતક કારસો રચ્યો હતો, પરંતુ વિમાનમાં સવાર મુસાફરોએ સમયસૂચકતા અને બહાદુરી બતાવીને આ રાક્ષસી ખેલ નિષ્ફળ બનાવી દીધો હતો.
વિમાનમાં 100થી વધુ ઈઝરાયલી મુસાફરો સવાર હતા. ઈઝરાયલી ગુપ્તચર એજન્સીઓ મોસાદ, શિન બેટ અને IDFનું પ્રાથમિક તારણ છે કે આ એક સુનિયોજિત આતંકવાદી કાવતરું હતું. જોકે મુસાફરો અને અન્ય ફ્લાઇટ ક્રૂની અપ્રતિમ બહાદુરીના કારણે હુમલાખોરને કાબૂમાં લઈ લેવાયો હતો અને એક મોટી વૈશ્વિક હોનારત ટળી ગઈ હતી.
ધ જેરૂસલેમ પોસ્ટના અહેવાલ અનુસાર આ ઘટના ફ્લાયદુબઈની ફ્લાઈટ FZ1073 માં બની હતી. હવામાં ઉડાન દરમિયાન જ્યારે એક પાયલટે વિમાનનું નિયંત્રણ પોતાના હાથમાં લેવા માટે બીજા પાયલટ પર ચાકુથી હુમલો કર્યો ત્યારે વિમાન અચાનક લગભગ 4,000 મીટર જેટલું નીચે આવી ગયું હતું.
વિમાનમાંથી પહેલાં સામાન્ય ઈમરજન્સી દર્શાવતો સ્ક્વોક કોડ 7700 મોકલાયો હતો. થોડીવાર બાદ તેને બદલીને ગેરકાયદેસર હસ્તક્ષેપ અથવા હાઈજેકિંગ દર્શાવતો સ્ક્વોક કોડ 7500 મોકલવામાં આવ્યો અને પાછળથી ફરી મૂળ કોડ લાગુ કરાયો હતો.
(4:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
