News of Friday, 20th November 2026
શિયાળાની કાતિલ ઠંડીમાં સ્વાસ્થ્ય જાળવવાનો સૌથી મોટો અને ચમત્કારિક ધડાકો: સફેદ તલ ખાવાના અઢળક ફાયદા સામે આવતા ભારે ચકચાર: કોલેસ્ટ્રોલ ઘટાડવા સાથે હાડકાં પણ થશે લોખંડ જેવા મજબૂત
શિયાળામાં શરીરને અંદરથી ગરમાવો અને અપાર શક્તિ આપતા સફેદ તલના ગુણો જાણીને મોંઘી દવાઓ ખાનારાઓ અચરજમાં :હૃદય રોગ, સાંધાના દુખાવા અને નબળાઈને જડમૂળથી ખતમ કરતા આ દેશી સુપરફૂડની ચર્ચાથી આરોગ્ય જગતમાં ભારે ખળભળાટ

નવી દિલ્હી:શિયાળાની ઋતુ જામતા જ શરીરને રોગોથી બચાવવા અને અંદરથી મજબૂત બનાવવા માટે આરોગ્ય નિષ્ણાતો દ્વારા એક અત્યંત ચોંકાવનારો અને ફાયદાકારક ખુલાસો કરવામાં આવ્યો છે. રસોડામાં સરળતાથી મળી રહેતા સફેદ તલ શિયાળામાં સ્વાસ્થ્ય માટે કોઈ સંજીવનીથી કમ નથી, તેના અઢળક અને ચમત્કારિક ફાયદાઓ સામે આવતા લોકોમાં ભારે ઉત્સુકતા અને ચર્ચા જાગી છે.
તલમાં ડાયેટરી ફાઈબરની ભરપૂર માત્રા હોય છે. તેનું સેવન કરવાથી શરીરને પૂરતું ફાઈબર મળે છે, જે પાચનતંત્રને દુરસ્ત રાખવામાં મદદ કરે છે અને કબજિયાત જેવી પેટની સમસ્યાઓથી બચાવે છે.
તલના સેવનનો એક મોટો ફાયદો એ પણ છે કે તેનાથી શરીરમાં રહેલા ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર ઓછું થાય છે. જો શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી જાય તો તે હૃદય સંબંધિત બીમારીઓનું કારણ બની શકે છે. આવા સંજોગોમાં નિયમિત રીતે તલ ખાવાથી ખરાબ કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરી શકાય છે.
તલમાં રહેલા એન્ટી-ઓક્સિડન્ટ્સ શરીરના સેલ ડેમેજને સુધારવાનું કામ કરે છે. આ ઉપરાંત તલ કેલ્શિયમ અને મેગ્નેશિયમથી ભરપૂર હોય છે, તેમજ તેમાં મેંગેનીઝ અને ઝિંક પણ જોવા મળે છે. આ તમામ પોષક તત્ત્વો હાડકાંને મજબૂતી આપવામાં ખૂબ જ ઉપયોગી થાય છે.
રોજિંદા આહારમાં તલને સામેલ કરવા ખૂબ જ સરળ છે. તમે તલને પૌંઆ પર ભભરાવીને, ઉપમામાં, ભાતની વિવિધ વાનગીઓમાં, સલાડમાં, સૂપમાં કે અન્ય ભોજન પર ગાર્નિશિંગ તરીકે ઉપરથી નાખીને તેનો સ્વાદ માણી શકો છો.
શિયાળાની ઋતુમાં શરીરને અંદરથી ગરમાવો આપતા તલના લાડુ બનાવી શકાય છે. ગોળ અને તલને ભેળવીને તૈયાર કરવામાં આવતા આ લાડુ સ્વાદિષ્ટ હોવાની સાથે-સાથે પોષણનો ખજાનો પણ ગણાય છે.
તમે તલ, લસણ અને દહીંને ભેળવીને સ્વાદિષ્ટ ચટણી પણ તૈયાર કરી શકો છો. આ ચટણીને રોટલી, પરાઠા, ભાત કે બ્રેડ સાથે ખાઈ શકાય છે, જે ભોજનનો સ્વાદ બમણો કરી દે છે.
(5:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
