તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th July 2026
વૈશ્વિક ઊર્જા ક્ષેત્રે સૌથી મોટી ક્રાંતિ: સ્ટ્રેટ ઓફ હોર્મુઝના આતંક અને ટેન્શનોનો કાયમી અંત? અખાતી દેશોનો નવો કિંગ-મેકર ઇન્ફ્રાસ્ટ્રક્ચર માસ્ટરપ્લાન
ઈરાનની સમુદ્ર બંધ કરવાની ધમકીઓ હવે બેઅસર બનશે:સાઉદી અને યુએઈએ જમીન માર્ગે પાઇપલાઇનોનું નેટવર્ક અરબી સમુદ્ર અને રેડ સી સુધી લંબાવ્યું: કરોડો ડોલરનું રોકાણ

નવી દિલ્હી: વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલ (Crude Oil) ની હેરાફેરી માટે અત્યાર સુધી પલ્સ સમાન ગણાતા 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ'નું મહત્વ ભવિષ્યમાં ધૂંધળું થઈ જાય તેવા ચિહ્નો દેખાઈ રહ્યા છે. વિશ્વનું આશરે ૨૦% થી ૨૫% ક્રૂડ ઓઇલ માત્ર આ એક સાંકડી સામુદ્રધુનીમાંથી પસાર થાય છે, જેના પર ઈરાન ભૌગોલિક રીતે દબદબો ધરાવે છે. જ્યારે પણ પશ્ચિમી દેશો કે ઈઝરાયેલ સાથે તણાવ વધે છે, ત્યારે ઈરાન આ આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગ બંધ કરવાની ધમકી આપે છે, જેના કારણે વૈશ્વિક બજારમાં ઓઇલના ભાવ અચાનક ભડકે બળે છે. આ કાયમી માથાના દુખાવાનો અંત લાવવા માટે સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત (UAE) અને ઓમાને મળીને એક ગુપ્ત અને અતિ વિશાળ વૈકલ્પિક એનર્જી કોરિડોર તૈયાર કરી લીધો છે.
છેલ્લા કેટલાક મહિનાઓમાં ઈરાને આ દરિયાઈ માર્ગ પરથી પસાર થતાં જહાજો પર ટેક્સ લગાવવાની જાહેરાત કરી છે. એટલું જ નહીં, આંતરરાષ્ટ્રીય અહેવાલો મુજબ જહાજોને સુરક્ષિત પસાર થવા દેવા માટે મોટી રકમ પણ માંગવામાં આવી છે. આ સતત વધી રહેલા જોખમોને ધ્યાનમાં રાખીને ખાડી દેશોએ હવે નવા વૈકલ્પિક માર્ગો બનાવવાનું કામ ખૂબ જ ઝડપી કરી દીધું છે.
ખાડી વિસ્તારમાં અત્યારે કરોડો ડૉલરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ ઝડપથી આગળ વધી રહ્યા છે. વૈશ્વિક બૅંક ગોલ્ડમેન સેક્સના અહેવાલ અનુસાર, જો આ યોજનાઓ સમયસર પૂરી થશે તો 2027ના અંત સુધીમાં ખાડી દેશોના કુલ ઓઇલ નિકાસનો આશરે 45% હિસ્સો હોર્મુઝ સિવાયના બહારના રસ્તાઓથી મોકલી શકાશે. જ્યારે 2028ના અંત સુધીમાં આ ક્ષમતા 60% સુધી પહોંચી જશે, જેનાથી દરરોજ 73 લાખ બેરલ ઓઇલની હેરફેર વૈકલ્પિક માર્ગો દ્વારા શક્ય બનશે.
યુનાઇટેડ આરબ એમિરેટ્સ(UAE)નો 'વેસ્ટ-ઇસ્ટ પાઇપલાઇન પ્રોજેક્ટ' હાલમાં અડધો પૂરો થઈ ગયો છે. અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલીદ બિન મોહમ્મદ બિન ઝાયેદે અધિકારીઓને આ પ્રોજેક્ટ 2027 સુધીમાં કોઈપણ ભોગે પૂરો કરવા આદેશ આપ્યો છે. આ આશરે 252 માઈલ લાંબી પાઇપલાઇન શરૂ થતાં જ UAEની જમીની માર્ગે ઓઇલ નિકાસ કરવાની ક્ષમતા વધીને દરરોજ 36 લાખ બેરલ થઈ જશે. અબુ ધાબી નેશનલ ઓઇલ કંપની(ADNOC)ના પ્રમુખ સુલ્તાન અલ જાબેરે જણાવ્યું કે, વૈશ્વિક ઊર્જા સપ્લાય માત્ર ગણ્યાગાંઠ્યા દરિયાઈ માર્ગો પર નિર્ભર ન રહે તે માટે જ UAE એ વર્ષો પહેલાં આ વૈકલ્પિક આયોજન કર્યું હતું.
(5:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
