હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
યુરોપના પાવરફુલ દેશ જર્મનીમાંથી હેલોવીનની રાત્રે અત્યાર સુધીનો સૌથી મોટો, ખૌફનાક અને કાળજું કંપાવી દેતો સ્ફોટક ધડાકો: ૩૪ મોટા શહેરોમાં ‘Gen Z’ યુવાનોનું અણધારી આક્રમકતા સાથે ભયાનક આંદોલન ફાટી નીકળ્યું: ૧.૬૦ લાખ યુવાનો રસ્તા પર ઉતરી આવીને લક્ઝરી કાર શોરૂમ્સ પર પાટિયાં મારીને તોડફોડ મચાવી
પોલીસકર્મીઓ પર ફટાકડા અને પથ્થરો ફેંકીને આખો દેશ હચમચાવી નાખનાર આ કાળમુખા તોફાનો જોઈને આખી દુનિયાના વિદેશી મીડિયાના છાતીના પાટિયા બેસી ગયા

નવી દિલ્હી:યુરોપના સૌથી વિકસિત અને શાંત ગણાતા દેશ જર્મનીમાંથી કાયદો, વ્યવસ્થા અને સુરક્ષાને સળગાવી દેતી એક અત્યંત ચોંકાવનારી, ડરામણી અને સનસનાટીભરી ઘટના સામે આવી છે! હેલોવીન (Halloween) ના પર્વની રાત્રે જર્મનીના એક-બે નહીં પરંતુ પૂરા ૩૪ મોટા શહેરોમાં અચાનક જ ‘જેન ઝેડ’ (Gen Z - નવી પેઢીના યુવાનો) નું એક વિશાળ, બેકાબૂ અને તોફાની ઘોડાપૂર રસ્તાઓ પર ઉતરી આવ્યું હતું. અંદાજે ૧.૬૦ લાખ જેટલા આક્રમક યુવાનોએ ભેગા થઈને રસ્તાઓ પર ભયાનક તાંડવ મચાવ્યું હતું.
વિરોધ પ્રદર્શન અને હેલોવીનનો તહેવાર એક જ દિવસે હોવાથી જર્મનીમાં સુરક્ષાનો કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ફ્રાન્સમાં અગાઉ થયેલી હિંસા અને લૂંટફાટ જેવી ઘટનાઓથી જર્મન અધિકારીઓ ચિંતિત છે. આ જ કારણોસર, સાવચેતીના ભાગરૂપે બર્લિનના મુખ્ય શોપિંગ વિસ્તાર 'કુર્ફર્સ્ટેન્ડમ' ખાતેની ઘણી મોટી દુકાનો અને વ્યાપારી સંકુલોએ પોતાની બારીઓ અને કાચને લાકડાના પાટિયાથી ઢાંકી દીધા છે તેમજ દુકાનો વહેલી બંધ કરવાનો નિર્ણય લીધો છે. ગ્રાહકોની સલામતી અને મિલકતોના રક્ષણ માટે આ પગલું લેવામાં આવ્યું છે.
યુવા પ્રદર્શનકારીઓનો આરોપ છે કે સરકાર તેમની જરૂરિયાતો તરફ ધ્યાન આપવાને બદલે માત્ર સરકારી કાપ મૂકી રહી છે અને યુવાનો પર બોજ વધારી રહી છે. બર્લિન ટેકનિકલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનું કહેવું છે કે કેમ્પસની ઈમારતો અત્યંત જર્જરિત હાલતમાં છે, છતાં ત્યાં અભ્યાસ કરવાની મજબૂરી છે. બીજી તરફ, જર્મનીના રાષ્ટ્રીય વિદ્યાર્થી સંગઠન (BSK)એ આ ચોક્કસ પ્રદર્શનથી પોતાને અલગ રાખ્યું છે અને અગામી 20 નવેમ્બરે અલગથી વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરી છે. તેમ છતાં, યુવાનોનો દાવો છે કે જ્યાં સુધી તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
