<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th November 2026

આંતરરાષ્ટ્રીય સરહદ પર યુદ્ધના ભણકારા વચ્ચે સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: રશિયાના વિમાનો દેખાતા સાઉથ કોરિયાએ ફાઈટર જેટ્સ ઉડાવ્યા: ટાપુ ખાલી કરવાનું એલર્ટ આપી માત્ર ૩ મિનિટમાં પાછું ખેંચતા ભારે હાહાકાર

આકાશમાં રશિયન વિમાનોની હિલચાલ અને સાયરન વાગતા જ સ્થાનિક રહીશોના છાતીના પાટિયા બેસી ગયા:યુદ્ધ ફાટી નીકળવાની દહેશત વચ્ચે અચાનક ખાલી કરવાનો આદેશ અપાતા લોકોમાં નાસભાગ મચી ગઈ:૩ મિનિટ બાદ એલર્ટ પાછું ખેંચાતા સમગ્ર વિશ્વમાં ભારે ચકચાર

નવી દિલ્હી:આંતરરાષ્ટ્રીય સ્તરે તણાવભરી પરિસ્થિતિ વચ્ચે સાઉથ કોરિયામાં એક એવી સનસનાટીભરી ઘટના બની છે, જેણે ક્ષણભરમાં યુદ્ધ જેવો માહોલ સર્જી દીધો હતો. રશિયાના વિમાનો દેખાતા સાઉથ કોરિયાએ તાત્કાલિક પોતાના ફાઈટર જેટ્સ આકાશમાં ઉડાવ્યા હતા અને સાવચેતીના ભાગરૂપે ટાપુ ખાલી કરવાનું એલર્ટ જારી કર્યું હતું, પરંતુ માત્ર ૩ મિનિટ બાદ આ એલર્ટ પાછું ખેંચી લેવામાં આવતા ભારે હડકંપ અને ચકચાર મચી ગઈ છે.

એર ડિફેન્સ આઇડેન્ટિફિકેશન ઝોન એ કોઈપણ દેશ દ્વારા પોતાની હવાઈ સીમાની સુરક્ષા માટે નક્કી કરવામાં આવેલો એક ખાસ વિસ્તાર છે. આ ઝોનની મદદથી દેશની હવાઈ સીમા તરફ આવી રહેલા કોઈપણ અજાણ્યા કે વિદેશી વિમાનની સમયસર ઓળખ કરી શકાય છે અને જરૂર પડ્યે તાત્કાલિક જવાબી કાર્યવાહી કરી શકાય છે.

આ ઘટના પહેલા સાઉથ કોરિયાના સુરક્ષા મંત્રાલયે પૂર્વ કિનારે આવેલા ઉલેઉંગ ટાપુ (Ulleung island) માટે ખાલી કરવાની ચેતવણી (ઇવેક્યુએશન વોર્નિંગ) જાહેર કરી હતી. મંત્રાલયે તે સમયે કહ્યું હતું કે એક રશિયન વિમાન દેશની હવાઈ સીમામાં પ્રવેશ્યું છે. જોકે, માત્ર ત્રણ મિનિટ બાદ આ ચેતવણી પાછી ખેંચી લેવામાં આવી હતી. સ્થાનિક ન્યૂઝ એજન્સી 'યોનહાપ'ના અહેવાલ મુજબ, સ્થાનિક પ્રશાસન દ્વારા ભૂલથી ઉલેઉંગ વિસ્તાર નજીક ઉત્તર કોરિયાનું વિમાન હોવાની ચેતવણી પણ થોડીવાર માટે જાહેર થઈ ગઈ હતી, જેને બાદમાં રદ કરવામાં આવી હતી.

(6:21 PM IST)