તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Monday, 23rd November 2026
વૈશ્વિક ટેક જગતમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: ચીને એડવાન્સ AI ટેક્નોલોજી તફડાવી હોવાનો ચોંકાવનારો ખુલાસો થતા સમગ્ર વિશ્વમાં ભારે હાહાકાર
અત્યાધુનિક આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની ટેક્નોલોજી ચોરી અને તફડાવવાની ઘટનાથી ટેક નિષ્ણાતો, સંશોધકો અને વૈશ્વિક મહાસત્તાઓના છાતીના પાટિયા બેસી ગયા:ડિજિટલ યુગની સૌથી મોટી હડપવાની રમત બહાર આવતા આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે ચકચાર

નવી દિલ્હી:વૈશ્વિક ટેકનોલોજી ક્ષેત્રે હરીફાઈ અને વર્ચસ્વની લડાઈ વચ્ચે એક અત્યંત ચોંકાવનારો અને સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે, જેણે સમગ્ર વિશ્વના ટેક જગત અને સુરક્ષા એજન્સીઓની ઊંઘ હરામ કરી દીધી છે. ચીને એડવાન્સ AI ટેક્નોલોજી તફડાવી હોવાની વિગતો બહાર આવતા આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે હડકંપ, ચર્ચા અને ચકચાર મચી ગઈ છે.
એઆઈ ક્ષેત્રમાં પ્રભુત્વ હાંસલ કરવા માટે ચીનની જાસૂસી એજન્સીએ એડવાન્સ સેમીકન્ડક્ટર ચીપ્સ અને સર્વર મેળવવા તથા વૈશ્વિક ચીપ ઉદ્યોગમાંથી માહિતી મેળવવાની બાબતને તેની પ્રાથમિક્તા બનાવી હતી. અમેરિકાના પ્રતિષ્ઠિત અખબારો ધ ન્યૂયોર્ક ટાઈમ્સ અને વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલોમાં દાવો કરાયો છે કે ચીને પશ્ચિમી દેશોના નિકાસ પ્રતિબંધોને બાજુ પર ધકેલીને એડવાન્સ એઆઈ ટેક્નોલોજી મેળવવા લગભગ બે વર્ષથી અભિયાન ચલાવ્યું છે. અમેરિકન અધિકારીઓ ચીનની બિઝનેસ વુમન અને એનવીડિયાના પૂર્વ સીઈઓ જેનસેન હુઆંગની ગર્લફ્રેન્ડ એલિસ હુઆંગની તપાસ કરી રહ્યા છે તેવા સમયે ચીનના આ આંતરરાષ્ટ્રીય નેટવર્કનો પર્દાફાશ થયો છે. ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ એલિસ હુઆંગના પરિવાર સાથે સંકળાયેલી કંપનીઓ અને ચીનના સરકારી ડિફેન્સ કોન્ટ્રાક્ટરો વચ્ચે વ્યાપક સંબંધોનો ખુલાસો થયો હતો. ચીન સરકારના ૩.૬ અબજ ડોલરના ફન્ડિંગની મદદથી એલિસ હુઆંગના પરિવાર અથવા તેમની ભાગીદાર કંપનીઓના માધ્યમથી એડવાન્સ એઆઈમાં અત્યાધુનિક મનાતી એનવિડિયાની ચીપ્સ અને તેના સર્વર મેળવવામાં આવ્યા હતા. જોકે, આ અહેવાલમાં સ્પષ્ટ કરાયું હતું કે, આ વિગતોથી એ પુરવાર થયું નહીં કે ચીનની સેનાએ હકીકતમાં આ ડેટા સેન્ટરોની કમ્પ્યુટિંગ ક્ષમતાનો ઉપયોગ કર્યો હતો કે નહીં. જોકે, ચીન સરકારે અમેરિકન મીડિયાના જાસૂસી અંગેના અહેવાલોને નકારી કાઢ્યા હતા. રિપોર્ટ મુજબ એઆઈ અને અન્ય અત્યાધુનિક ટેક્નોલોજીમાં ચીનને આત્મનિર્ભર બનાવવાના પ્રમુખ જિનપિંગના અભિયાન હેઠળ ૨૦૨૩માં સેન્ટ્રલ સાયન્સ એન્ડ ટેક્નોલોજી કમિશન બનાવાયું હતું. આ વિભાગ દ્વારા આ સંપૂર્ણ અભિયાનને અંજામ આપવામાં આવ્યું હતું.
(6:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
