<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th November 2026

વિશ્વના સંરક્ષણ ઇતિહાસમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: દુનિયાની પ્રથમ ઐતિહાસિક ઘટનામાં તૂર્કિયેએ પાઈલટ વગરના ઘાતક ફાઈટર જેટ તૈયાર કરી એરફોર્સમાં સામેલ કરતા સમગ્ર વિશ્વમાં ભારે હાહાકાર

આકાશમાં હવે માનવ પાઈલટ વિના જ AI અને રિમોટ ટેકનોલોજીથી સજ્જ ફાઈટર જેટ્સ દુશ્મનો પર ત્રાટકશે: તૂર્કિયેની આ ખૌફનાક સૈન્ય તાકાત જોઈને અમેરિકા, રશિયા સહિત દુનિયાભરની મહાસત્તાઓના છાતીના પાટિયા બેસી ગયા:વૈશ્વિક યુદ્ધની રણનીતિ બદલાતા આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે ખળભળાટ અને ફફડાટ

નવી દિલ્હી:વૈશ્વિક સંરક્ષણ ક્ષેત્ર અને આધુનિક યુદ્ધ ટેકનોલોજીમાં એક એવો અત્યંત ચોંકાવનારો, ઐતિહાસિક અને સનસનાટીભર્યો વળાંક આવ્યો છે, જેણે દુનિયાભરની મહાસત્તાઓની ઊંઘ હરામ કરી દીધી છે. સમગ્ર વિશ્વમાં પ્રથમ વખત તૂર્કિયે (Türkiye) એ પાઈલટ વગરના માનવરહિત ફાઈટર જેટ (Unmanned Fighter Jet) તૈયાર કરીને તેને સત્તાવાર રીતે પોતાની એરફોર્સ (વાયુસેના) માં સામેલ કરી લેતા આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે હડકંપ અને ચકચાર મચી ગઈ છે.

તૂર્કિયેના પ્રમુખ રેસેપ તૈય્યપ એર્દોગાને આ પ્રસંગે ઐતિહાસિક દિવસ ગણાવ્યો અને કહ્યું કે, વર્ષોની મહેનત બાદ આ સપનું સાચું થયું. બાયકરે કહ્યું કે 20 વર્ષ પહેલાં શરૂ થયેલું સપનું હવે રાષ્ટ્રને સોંપવામાં આવી રહ્યું છે.

કિઝિલએલ્મા જેટ એન્જિન ધરાવતું પાઈલટ વગરનું ફાઈટર જેટ છે. આને હવાથી હવા અને હવાથી જમીન બંને મિશન માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે. આમાં લો-ઓબ્ઝર્વેબલ એટલે કે રડારથી ઓછું દેખાતું ડિઝાઈન અને આંતરિક હથિયાર બે છે, જેનાથી સ્ટીલ્થ ક્ષમતા વધે છે. આ લગભગ 8.5 ટન વજન ઉપાડી શકે છે. 1500 કિલોગ્રામ પેલોડ લઈ જઈ શકે છે, 1111.32 km/hrની ગતિ સુધી પહોંચી શકે છે. ત્રણ કલાકથી વધુ હવામાં રહી શકે છે.

આ વિમાનોમાં એસેલ્સાનનું મુરાદ એઈએસએ રડાર, ટોઈગુન ઈલેક્ટ્રો-ઓપ્ટિકલ સિસ્ટમ જેવી આધુનિક પ્રણાલીઓ લગાવવામાં આવી છે. 2022માં પહેલી ઉડાન બાદ સેંકડો પરીક્ષણ ઉડાનો થઈ ચૂકી છે. 2025માં તેણે હવામાં લક્ષ્ય પર મિસાઈલ મારવાનું સફળ પરીક્ષણ પણ કર્યું.

પરંપરાગત સશસ્ત્ર ડ્રોન જેવા એમક્યૂ-9 રીપર પહેલાંથી ઘણા દેશોમાં છે, પરંતુ કિઝિલએલ્માને અનમૅન્ડ ફાઈટર જેટ કહેવામાં આવી રહ્યું છે કારણ કે આ ફાઈટર જેટ જેવી ભૂમિકા નિભાવવા માટે બનાવવામાં આવ્યું છે. અમેરિકા, ચીન અને રશિયા સહયોગી લડાકુ વિમાન (સીસીએ અથવા લોયલ વિંગમૅન) કાર્યક્રમો પર કામ કરી રહ્યા છે, પરંતુ સત્તાવાર ઈન્વેન્ટરીમાં સામેલ થવાનો દાવો તૂર્કિયે કરી રહ્યું છે. આ તૂર્કિયેની ઘરેલુ સંરક્ષણ ક્ષમતા વધારવાની રણનીતિનો ભાગ છે. બાયકરે આને પોતાના સંસાધનોથી વિકસિત કર્યું છે. ઈન્ડોનેશિયા જેવા દેશો સાથે નિકાસ સમજૂતી પણ થઈ ચૂકી છે.

 

(5:39 PM IST)