<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th November 2026

આંતરરાષ્ટ્રીય માનવાધિકાર, કાયદા અને સામાજિક જગતમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: જાહેરમાં હિજાબ વગર ગીતો ગાવા બદલ સિંગરને 74 કોરડા મારવાની સજાથી ભારે હાહાકાર

કડક નિયમોના ઉલ્લંઘનના આરોપ હેઠળ સજા અમલમાં મુકાતા માનવાધિકાર સંગઠનો અને વૈશ્વિક મંચો પર તીવ્ર પ્રતિક્રિયાઓ અને આક્રોશ: અભિવ્યક્તિની આઝાદી, ડ્રેસ કોડ અને કડક સજાના મામલે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે ખળભળાટ, ચર્ચા અને ચકચાર

નવી દિલ્હી:વિશ્વભરમાં માનવાધિકાર અને કાયદાકીય કાર્યવાહીને લઈને એક અત્યંત હચમચાવી નાખનારા અને સનસનાટીભર્યા સમાચાર સામે આવ્યા છે. જાહેરમાં હિજાબ વગર ગીતો ગાવા બદલ સિંગરને 74 કોરડા મારવામાં આવ્યા હોવાના અહેવાલોથી આંતરરાષ્ટ્રીય વર્તુળોમાં ભારે હડકંપ અને ચકચાર મચી ગઈ છે.
ઇરાનની ખ્યાતનામ ગાયિકા પરસ્તુ અહમદી અને તેની ટીમના ચાર સભ્યોને સજા તરીકે ૭૪-૭૪ કોરડા મારવામાં આવ્યા હતા. જાણીને નવાઇ લાગશે કે પરસ્તુ અહમદી જ્યારે સ્ટેજ પર્ફોર્મ કરી રહી હતી અને ગીતો ગાઇ રહી હતી ત્યારે તેણે હિજાબ નહોતો પહેર્યો, બસ આટલી મામૂલી વાતમાં તેને જાહેરમાં બર્બરતા પૂર્વક કોરડા મારવામાં આવ્યા હતા. તેના બેન્ડમાં સામેલ અન્ય લોકોને પણ આ જ પ્રકારની કઠોર સજા આપવામાં આવી હતી.
ગાયિકા અને તેના સમગ્ર બેન્ડ પર બે વર્ષથી સંગીત સાથે સંલગ્ન તેવી કોઈ પણ ગતિવિધિમાં ભાગ લેવા અને ઇરાન બહાર મુસાફરી કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. બે વર્ષ પહેલા દક્ષિણ ઇરાન સ્થિત કોમ શહેરમાં પરસ્તુ અહમદી અન્ય ગાયકો સાથે હિજાબ પહેર્યા વગર જ પરફોર્મ કરતી જોવા મળી હતી, જેને કારણે તેની ધરપકડ પણ કરવામાં આવી હતી અને આકરા પ્રતિબંધો મુક્યા બાદ હવે ક્યોમ શહેરમાં જાહેરમાં કોરડા મારવાની સજા આપવામાં આવી છે.
પશ્ચિમી દેશોની સરકારો તથા માનવ અધિકાર જૂથોએ કોરડા મારવાની સજાને આંતરરાષ્ટ્રીય કાનૂન ઉલ્લંઘન કરવા સમાન ગણાવી તેની ઉગ્ર ટીકા કરી છે. ફરજિયાત હિજાબ પહેરવાના ઇરાનના કઠોર કાયદાના વિરોધમાં અગાઉ મહિલાઓ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શનો કરાયા હતા જેમાં મોટી સંખ્યામાં પુરુષો પણ સામેલ થયા હતા. આ હિંસક વિરોધમાં અનેક મહિલાઓએ પોતાના વાળ પણ કાપ્યા હતા અને હિજાબ, બુરખા સળગાવ્યા હતા. તેમાં અગ્રીમ ભાગ લેનારી ઇરાની મહિલા મહસા અમીચીનું કસ્ટડીમાં જ મૃત્યુ થતા જનતા રણે ચઢી પણ હતી છતાં તે કાળો કાયદો યથાવત્ રખાયો છે.

 

(5:38 PM IST)