News of Thursday, 26th November 2026
ટેકનોલોજી, કોર્પોરેટ અને આંતરરાષ્ટ્રીય નોકરી જગતમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: 'નોકરી છોડી દો કાં બીજા દેશમાં જતા રહો...', IBMએ H-1B વિઝાધારકોને ફક્ત બે જ વિકલ્પ આપતા ભારે હાહાકાર
વિદેશમાં કામ કરતા H-1B વિઝાધારક કર્મચારીઓ સામે અચાનક મોટું સંકટ ઊભું થતા ટેક વર્તુળોમાં ખળભળાટ! કરિયર: સ્થળાંતર અને ભવિષ્ય અંગે કર્મચારીઓમાં ભારે ચિંતા અને અનિશ્ચિતતાનો માહોલ: આંતરરાષ્ટ્રીય સ્તરે મોટી ચર્ચા અને ચકચાર

નવી દિલ્હી:વૈશ્વિક ટેક અને કોર્પોરેટ જગતને હચમચાવી નાખનારો એક અત્યંત સનસનાટીભર્યો અને ચર્ચાસ્પદ અહેવાલ સામે આવ્યો છે. 'નોકરી છોડી દો કાં બીજા દેશમાં જતા રહો...' તેવા આકરા વલણ સાથે IBMએ H-1B વિઝાધારક કર્મચારીઓને ફક્ત બે જ વિકલ્પ આપ્યા હોવાના દાવા અને અહેવાલોથી સમગ્ર ટેક વર્તુળોમાં ભારે હડકંપ અને ચકચાર મચી ગઈ છે.
અહેવાલો મુજબ, કર્મચારીઓને આ નિર્ણય લેવા માટે માત્ર 3 અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે. H-1B વિઝા ભારતીય પ્રોફેશનલ્સ અને અન્ય વિદેશીઓને અમેરિકામાં કામ કરવાની તક તો આપે છે, પરંતુ ત્યાં કાયમી સ્થાયી થવાની ખાતરી આપતા નથી. IBMના કેટલાક કર્મચારીઓ માટે આ અનિશ્ચિતતા હવે એવા નિર્ણયમાં ફેરવાઈ ગઈ છે, જે થોડા જ અઠવાડિયામાં લેવો પડશે.
બ્લૂમબર્ગના તાજેતરના રિપોર્ટ બાદ હવે 'રેસ્ટ ઑફ વર્લ્ડ' (Rest of World)ના નવા અહેવાલમાં જણાવાયું છે કે વિઝા અથવા ગ્રીન કાર્ડ સ્પોન્સરશિપ પર નિર્ભર વિદેશી કર્મચારીઓ સહિત અસરગ્રસ્ત કર્મચારીઓને અન્ય દેશમાં કંપનીમાં નવી જગ્યા શોધવા અથવા નોકરી છોડવાનો વિકલ્પ અપાયો છે. જે કર્મચારીઓ અન્ય દેશમાં જવા માંગતા નથી, તેમને 3 મહિનાનું સેવરન્સ પે (Severance pay) મળશે, પરંતુ 31 ડિસેમ્બરના રોજ તેમની નોકરી સમાપ્ત થઈ જશે.
અમેરિકામાં લાંબા ગાળાનું કરિયર બનાવવાના સપના સાથે આવેલા ભારતીય કર્મચારીઓ માટે પાછા ફરવું એટલું સરળ નથી. આર્થિક રીતે પણ મોટો ફટકો પડી શકે છે. અનામી વર્કપ્લેસ ફોરમ 'બ્લાઈન્ડ' પર એક IBM કર્મચારીએ દાવો કર્યો છે કે અમેરિકાથી ભારત આવવાથી પગારમાં અંદાજે 80 ટકા સુધીનો ઘટાડો થઈ શકે છે. આનો અર્થ એ થાય કે કર્મચારીઓએ ખૂબ ઓછા પગારે નોકરી જાળવી રાખવા અથવા નોકરી ગુમાવવા વચ્ચે પસંદગી કરવી પડશે. કર્મચારીઓને આ અંગે મેનેજરો સાથેની વ્યક્તિગત બેઠકોમાં જાણ કરવામાં આવી હતી, જેને કરિયર ડિસ્કશન કહેવામાં આવ્યું હતું.
(4:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
