<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th November 2026

અમેરિકાના ઉડ્ડયન અને સુરક્ષા જગતમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: મિસિસિપીના હોર્ન આઈલેન્ડ નજીક દરિયામાં નાનું વિમાન તૂટી પડતા 6 લોકોના કરુણ મોતથી ભારે હાહાકાર

ન્યૂ ઓર્લિયન્સથી ફ્લોરિડા જઈ રહેલું સેસના 210 વિમાન અચાનક દરિયામાં ખાબકતા અને 4 પુખ્ત વયના તથા 2 બાળકો સહિત તમામ 6 પ્રવાસીઓના મૃતદેહ મળતા ચારેકોર શોક અને ચકચાર:યુએસ કોસ્ટ ગાર્ડ, મરિન રિસોર્સિસ અને તપાસ એજન્સીઓની દોડધામ વચ્ચે અકસ્માતના કારણો અંગે સઘન તપાસ શરૂ:સમગ્ર વિસ્તારમાં ભારે ખળભળાટ

નવી દિલ્હી:અમેરિકાના દરિયાકાંઠા વિસ્તારમાં એક અત્યંત હચમચાવી નાખનારી અને સનસનાટીભર્યા વિમાન દુર્ઘટના સામે આવી છે. અમેરિકાના મિસિસિપી રાજ્યમાં હોર્ન આઈલેન્ડના કિનારા નજીક દરિયામાં નાનું પ્લેન ક્રેશ થતા 6 લોકોના મોત થયા હોવાની વિગતો સામે આવતા સમગ્ર વિસ્તારમાં ભારે હડકંપ અને શોકનો માહોલ છવાઈ ગયો છે.
અમેરિકન કોસ્ટ ગાર્ડના જણાવ્યા અનુસાર, અકસ્માતનો ભોગ બનેલું વિમાન સેસના સેન્ટુરિયન 210 હતું. મંગળવારે બપોરે આશરે 3:45 વાગ્યે ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA)નો વિમાન સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. ત્યારબાદ કોસ્ટ ગાર્ડને જાણ કરવામાં આવી હતી અને બચાવ તથા શોધખોળ કામગીરી શરૂ કરવામાં આવી હતી.
અકસમાત બાદ બચાવ ટુકડીઓને ઘટનાસ્થળેથી ત્રણ લાઇફ જેકેટ, એક લાઇફ રાફ્ટ અને વિમાનની કેબિન મળી આવી હતી. ત્યારબાદ મિસિસિપી ડિપાર્ટમેન્ટ ઓફ મરીન રિસોર્સિસ (MDMR)ના ડાઇવર્સે વિમાનના કાટમાળની અંદર શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન તમામ છ લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. કોસ્ટ ગાર્ડે તમામ મૃતદેહો મળી આવ્યા બાદ શોધખોળ અભિયાન પૂર્ણ જાહેર કર્યું હતું.
ફ્લાઇટ ટ્રેકિંગ ડેટા મુજબ, સેસના 210 વિમાન ન્યૂ ઓર્લિયન્સથી ફ્લોરિડાના ફોર્ટ માયર્સ તરફ જઈ રહ્યું હતું. ઉડાન ભર્યાના આશરે 30 મિનિટ બાદ વિમાન મિસિસિપીના પસ્કાગૌલાના દક્ષિણમાં લગભગ 8,800 ફૂટની ઊંચાઈએ હતું. ત્યારબાદ વિમાન અચાનક સમુદ્ર તરફ નીચે પડવા લાગ્યું હતું.

 

(5:37 PM IST)