તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Monday, 23rd November 2026
બજારમાં સોનાના ભાવમાં મોટા કડાકા વચ્ચે ડ્રેગનની સૌથી મોટી અને સનસનાટીભર્યા રમતનો ધડાકો: ચીને સોનાની ખરીદીમાં તોડ્યો તમામ રેકોર્ડ: ગોલ્ડ રિઝર્વનો જથ્થો અધધ સ્તરે પહોંચતા વૈશ્વિક બજારમાં ભારે હાહાકાર
એક તરફ સોનાના ભાવમાં ભારે ઘટાડાથી રોકાણકારોના છાતીના પાટિયા બેસી ગયા, તો બીજી તરફ ચીને તકનો લાભ ઉઠાવીને ટનબંધ સોનું ખરીદી લીધું:ડોલરના દબદબાને પડકાર આપતી ચીનની આ ચાલથી વૈશ્વિક અર્થતંત્ર અને બુલિયન માર્કેટમાં ભારે ખળભળાટ

નવી દિલ્હી: વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં આવેલા મોટા કડાકા વચ્ચે ચીને રચેલી એક અત્યંત ચોંકાવનારી અને સનસનાટીભર્યા રમતનો પર્દાફાશ થયો છે, જેણે સમગ્ર વિશ્વના અર્થશાસ્ત્રીઓ અને બજારના નિષ્ણાતોની ઊંઘ હરામ કરી દીધી છે. સોનાના ભાવમાં ઘટાડાનો ફાયદો ઉઠાવીને ચીને ગોલ્ડની ખરીદીમાં ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો છે અને પોતાનો સોનાનો જથ્થો અધધ ઊંચાઈએ પહોંચાડી દીધો હોવાના અહેવાલોથી બજારમાં ભારે હડકંપ અને ચકચાર મચી ગઈ છે.
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (WGC) ના અક્ટોબર 2026 ના રિપોર્ટ અનુસાર, પીપલ્સ બેંક ઓફ ચાઈના (People's Bank of China) એ ઓક્ટોબર મહિનામાં જ આશરે 26 ટન સોનું ખરીદ્યું છે. ઓક્ટોબર 2023 પછી ચીનની આ સૌથી મોટી મંથલી ગોલ્ડ ખરીદી છે. આ સાથે જ ચીનનો ઓફિશિયલ ગોલ્ડ રિઝર્વ ઉછળીને 2,435 ટન પર પહોંચી ગયો છે, જે તેના કુલ ફોરેન એક્સચેન્જ રિઝર્વના 8.1% હિસ્સો ધરાવે છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં LBMA ગોલ્ડ પ્રાઈઝ ડોલરના હિસાબે 6.3% અને શંઘાઈ બેન્ચમાર્ક યુઆનના હિસાબે 5.9% ગગડ્યો છે. આ ઘટાડા છતાં ચીની ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ (Gold ETF) માં સતત ચોથા મહિને 6.3 ટન ($784 Million) સોનું ઠાલવવામાં આવ્યું છે, જેથી ચીનની કુલ મેટલ ઈટીએફ હોલ્ડિંગ્સ રેકોર્ડ 310 ટન પર પહોંચી ગઈ છે.
સોનું સસ્તું થઈ રહ્યું હોવા છતાં ચીન આટલા મોટા પાયે ભંડાર વધારી રહ્યું છે તેની પાછળ તેની લાંબા ગાળાની આર્થિક વ્યૂહરચના છે:
ડોલર પર નિર્ભરતા ઘટાડવી: ચીન વૈશ્વિક અર્થતંત્રમાં પોતાની પકડ મજબૂત કરવા અને અમેરિકી ડોલર પરની નિર્ભરતા ઘટાડવા માટે પોતાના ફોરેન એક્સચેન્જ રિઝર્વમાં સોના જેવા સેફ એસેટ્સ ઉમેરી રહ્યું છે.
જિયોપોલિટિકલ કટોકટીમાં સુરક્ષા: કોઈપણ વૈશ્વિક કટોકટી કે યુદ્ધની સ્થિતિમાં સોનું 'સેફ હેવન' ગણાય છે, જેના પર અન્ય કોઈ દેશનું નિયંત્રણ હોતું નથી.
માત્ર ચીન જ નહીં પરંતુ વિશ્વભરની કેન્દ્રીય બેંકો પણ નીચા ભાવે સોનું એકઠું કરી રહી છે. જેફરીઝના રિપોર્ટ મુજબ, 2026 ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં વૈશ્વિક સેન્ટ્રલ બેંકોએ નેટ 321.2 ટન સોનાની ખરીદી કરી છે, જે 2024 ના ચોથા ત્રિમાસિક ગાળા પછી સૌથી વધુ છે. બદલાતી વૈશ્વિક અને આર્થિક પરિસ્થિતિઓમાં પોતાની અનામત સંપત્તિને વૈવિધ્યસભર (Diversify) રાખવા માટે બેંકો આ પગલું ભરી રહી છે.
(6:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
