News of Saturday, 21st November 2026
મોબાઈલ યુઝર્સ અને ગ્રાહકો માટે સૌથી મોટા અને સનસનાટીભર્યા સમાચાર: આગામી સમયમાં સ્માર્ટફોન ખરીદવો ખિસ્સા પર ભારે પડશે: કિંમતોમાં અધધ ૩૦ ટકા સુધીનો તોતિંગ વધારો થવાનો રિપોર્ટમાં ચોંકાવનારો દાવો
નવો ફોન ખરીદવાનું સપનું જોઈ રહેલા ગ્રાહકોના છાતીના પાટિયા બેસી ગયા:ઉત્પાદન ખર્ચ, ચિપ અને કોમ્પોનન્ટ્સના ભાવ વધતા મોબાઈલ માર્કેટમાં ભારે હડકંપ અને ખળભળાટ: કિંમતો વધે તે પહેલા ખરીદી કરવા બજારમાં દોડધામ

નવી દિલ્હી:આજના ડિજિટલ યુગમાં દરેક વ્યક્તિની પ્રાથમિક જરૂરિયાત બની ગયેલા સ્માર્ટફોનને લઈને એક એવો અત્યંત ચોંકાવનારો અને સનસનાટીભર્યો રિપોર્ટ સામે આવ્યો છે, જેણે સામાન્ય ગ્રાહકો અને મોબાઈલ રસિયાઓની ઊંઘ હરામ કરી દીધી છે. તાજેતરના એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ, આગામી સમયમાં સ્માર્ટફોન ખરીદવો અત્યંત મોંઘો પડી શકે છે અને મોબાઈલ ફોનની કિંમતોમાં સીધો ૩૦ ટકા સુધીનો જંગી વધારો થવાની પ્રબળ શક્યતા છે, જેના કારણે સમગ્ર ઈલેક્ટ્રોનિક્સ બજારમાં ભારે હડકંપ અને ચકચાર મચી ગઈ છે.
રિસર્ચ ફર્મ Counterpoint Researchના હાલના રિપોર્ટ મુજબ, આ વર્ષના અંત સુધીમાં પ્રીમિયમ ફ્લેગશિપ સ્માર્ટફોનના ભાવમાં 30 ટકાથી વધુનો વધારો થઈ શકે છે. થોડા વર્ષો પહેલાં ભારતમાં 1 લાખ રૂપિયાથી વધુ કિંમતનો ફોન ખરીદવો મોટી વાત ગણાતી હતી, પરંતુ હવે આ કિંમત સામાન્ય બનતી જઈ રહી છે.
રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અગાઉ 50,000થી 70,000 રૂપિયાની રેન્જમાં મળતા ફોનની કિંમતો ઝડપથી 1 લાખ રૂપિયાને પાર જઈ રહી છે. એટલું જ નહીં, Apple અને Samsung જેવી મોટી બ્રાન્ડના ટોપ મોડલ હવે 2 લાખ રૂપિયાની આસપાસ પહોંચી રહ્યા છે. એટલે જો તમે નવો અને સારો બ્રાન્ડેડ ફોન ખરીદવાનું આયોજન કરી રહ્યા છો, તો આગામી સમયમાં તેના માટે વધુ રૂપિયા ચૂકવવા પડી શકે છે.
હવે સૌથી મોટો સવાલ એ છે કે સ્માર્ટફોન આટલા મોંઘા કેમ થઈ રહ્યા છે? તેની પાછળનું મુખ્ય કારણ મેમરી ચિપ એટલે કે DRAM અને NANDની વધતી કિંમતો છે. સમગ્ર વિશ્વમાં AI ડેટા સેન્ટર્સની માંગ ઝડપથી વધી રહી છે, જેના કારણે આ મેમરી પાર્ટ્સના ભાવમાં મોટો વધારો થયો છે. Counterpoint Researchના આંકડા અનુસાર, વર્ષ 2025ની શરૂઆતમાં એક ફોન બનાવવાના કુલ ખર્ચમાં મેમરી ચિપનો હિસ્સો લગભગ 13 ટકા હતો.
(6:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
