<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th June 2026

રશિયા-યુક્રેન યુદ્ધમાં અત્યાર સુધીનો સૌથી મોટો પલટવાર: ક્રેમલિન હચમચી ગયું: યુક્રેને એકસાથે 660 આત્મઘાતી ડ્રોન ઝીંક્યા: રશિયાના એરબેઝ અને ઓઇલ ડેપો ભડભડ સળગ્યા: પાંચ લોકોના કરૂણ મોત

આધુનિક મિલિટરી હિસ્ટ્રીનો સૌથી મોટો 'Asymmetric Military Assault': મોસ્કો સહિતના કનેક્ટેડ શહેરોમાં એર રેડ સાઇરન ગુંજ્યા: રશિયન પ્રમુખ પુતિનની સિક્યોરિટી ટીમ એલર્ટ, યુક્રેન પર મિસાઇલ વર્ષાની તૈયારીઓ તેજ

નવી દિલ્હી :રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા કેટલાય સમયથી ચાલી રહેલું લોહિયાળ યુદ્ધ હવે એક અત્યંત ખતરનાક અને આધુનિક મોડ પર આવી પહોંચ્યું છે. ગ્લોબલ ડિફેન્સ એનાલિસિસ અને મિલિટરી ઓડિટ ડેસ્ક રિપોર્ટ મુજબ, યુક્રેની એરફોર્સ અને ઇન્ટેલિજન્સે સંયુક્ત રીતે રશિયાની સરહદની અંદર ઘૂસીને અત્યાર સુધીનો સૌથી વિનાશક અને મોટો ડ્રોન એટેક કર્યો છે. યુક્રેને એક જ રાતમાં રશિયાના વિભિન્ન સૈન્ય પ્રદેશો પર અંદાજે ૬૬૦ જેટલા વિસ્ફોટકથી સજ્જ ડ્રોન (Unprecedented Drone Swarm) હવામાં છોડી દીધા હતા. આ ડ્રોન ઝુંડે રશિયાની સરહદ પાર કરીને સૈન્ય એરપોર્ટ પર ઉભેલા ફાઇટર જેટ્સ, ઇંધણના ગોદામો અને પાવર ગ્રીડને નિશાન બનાવ્યા હતા. આ ભયાનક (Asymmetric Military Assault) ના કારણે રશિયાના કેટલાય ઓઇલ રિફાઇનરી પ્લાન્ટ્સમાં તોતિંગ બ્લાસ્ટ થયા છે અને કલાકો સુધી આકાશમાં કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. આ હુમલામાં કમનસીબે ૫ લોકોએ જીવ ગુમાવ્યા હોવાની સત્તાવાર પુષ્ટિ થઈ છે.

મોસ્કોમાં પણ યુક્રેનના ડ્રોન પહોંચ્યા હતા. મોસ્કોના મેયર સર્ગેઈ સોબ્યાનિને જણાવ્યું હતું કે પાટનગરમાં પહોંચેલા યુક્રેનના ૪૭ ડ્રોન્સને તોડી પાડવામાં આવ્યા હતા. બીજી તરફ યુક્રેને પણ વળતો જવાબ આપ્યો હતો. રશિયાએ લગભગ ૨૦૦ ડ્રોનથી કીવ સહિત અનેક શહેરોને નિશાન બનાવીને હુમલા કર્યા હતા એમાંથી ૧૭૫ ડ્રોન તોડી પાડયાનો દાવો યુક્રેનની વાયુસેનાએ કર્યો હતો. રશિયાના વળતા હુમલામાં યુક્રેનના બે લોકોનાં મોત થયા છે.

બેલારૂસમાં રશિયન સૈન્ય તૈનાત થઈ રહ્યું છે એવા અહેવાલો વચ્ચે યુક્રેને કહ્યું હતું કે તેની સરહદ પાસે અત્યારે બેલારૂસમાં રશિયન સૈન્ય તૈનાત નથી. અગાઉ બેલારૂસની સરહદેથી અમુક કોમ્યુનિકેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર હટાવવાની યુક્રેને તાકીદ કરીને હુમલાની ધમકી આપી હતી. એ નિવેદનની રશિયાએ ટીકા કરી હતી.

(5:24 PM IST)