હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વૈશ્વિક અર્થતંત્રને મૂળીયામાંથી હચમચાવી દેતો અને શેરબજારના ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો, મહાવિનાશક અને કાળજું કંપાવી દેતો સ્ફોટક ધડાકો: ચીનના શેરબજારમાં હિમાલય જેવી ભયાનક મહામંદી ત્રાટકી: ઇતિહાસમાં પહેલીવાર આટલો કાળમુખો દોર જોવા મળતાં જ રોકાણકારોના ખુવારીભર્યા ૩૨૯ લાખ કરોડ રૂપિયા ધડાકાભેર ધોવાઈ ગયા
ડ્રેગન દેશની આર્થિક ઈમારત કાગળના મહેલની જેમ ધરાશાયી થતાં વૈશ્વિક ફાઈનાન્સિયલ માર્કેટમાં અફડાતફડી: અબજોપતિ રોકાણકારોથી લઈને નાના ટ્રેડર્સના પણ છાતીના પાટિયા બેસી ગયા

નવી દિલ્હી:દુનિયાની બીજા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા ગણાતા ચીનમાંથી વૈશ્વિક શેરબજાર અને નાણાકીય જગતને સળગાવી દેતા અત્યાર સુધીના સૌથી ચોંકાવનારા, ડરામના અને સનસનાટીભર્યા ખૌફનાક અહેવાલો સામે આવ્યા છે! શાંઘાઈ અને શેન્ઝેન સ્ટોક એક્સચેન્જ સહિત ચીનના સમગ્ર શેરબજારમાં એકાએક એવો કાળમુખો રક્તપાત અને કડાકો બોલાયો છે કે, જેણે ઇતિહાસના તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે.
આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોએ જણાવ્યું હતું કે સતત ઘટાડાનું કારણ ફક્ત નબળી કિંમતો જ નથી. રોકાણકારો ચીનની સ્થાનિક માંગ, કંપનીઓના નફા, પ્રોપર્ટી બજાર અને ટેક કંપનીઓ પર કરવામાં આવેલા ભારે ખર્ચને લઈને ચિંતિત છે. સરકારી મદદની આશા પણ બજારને સંભાળી શકવામાં નિષ્ફળ ગઈ છે.
સીએસઆઈ 300 શાંઘાઈ અને શેનઝેન એક્સ્ચેન્જમાં લિસ્ટેડ 300 મોટી કંપનીઓનો મુખ્ય બેન્ચમાર્ક ઇન્ડેક્સ છે. તે 23 ઓક્ટોબર સુધી સળંગ 11 અઠવાડિયા સુધી ઘટયો હતો. 30 ઓક્ટોબરે ખતમ થયેલા સપ્તાહે પણ ઇન્ડેક્સ ઘટીને બંધ આવ્યો હતો. આમ તેમા બાર સપ્તાહથી ઘટાડો જારી છે. ઇન્ડેક્સ ટોચ પરથી 20 ટકા ઘટી ચૂક્યો છે.
શેરબજાર સળંગ ઘટીને 20 ટકા સુધી તૂટે તો તેને બજારનો મંદીમાં પ્રવેશ કહે છે. ચીનનું ઉત્પાદન અને નિકાસ મજબૂત છે, પરંતુ દેશની અંદર લોકોને બરોબરનો મોંઘવારીનો માર વાગ્યો છે. તેના લીધે તેઓએ ખર્ચમાં ઘટાડો કર્યો છે. આવામાં રોકાણકારોને ચિંતા છે કે સ્થાનિક માંગ નબળી છે તો કંપનીઓ માટે વેચાણ વધારવુ અને કિંમતો વધારી નફો કરવો અત્યંત મુશ્કેલ બની જાય છે. તેથી રોકાણકારોએ વેચવાલી જારી રાખી છે.
તેના કારણે વેચાણ તો જારી રહી શકે છે, પરંતુ દરેક વેચાણ પર થતો નફો ઘટી શકે છે. તેની સીધી અસર બેન્કિંગ, ઇલેક્ટ્રિક વ્હીકલ અને ટેકનોલોજી સેક્ટર જેવા સેક્ટરની મોટી-મોટી કંપનીઓ પર પડી શકે છે. ચીનના ત્રીજા ત્રિમાસિક સમયગાળાના પરિણામોએ બજારને નિરાશ કર્યુ. ચીનની કંપનીઓને બજારના અંદાજ કરતાં નવ ટકા ઓછો નફો થયો છે. આમ કંપનીઓ બજારની અપેક્ષા પર નબળી ઉતરી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
