News of Friday, 27th November 2026
આરોગ્ય જગત અને ડાયેટ ટ્રેન્ડમાં સૌથી મોટો અને ચેતવણીરૂપ ધડાકો: સુપરફૂડ ગણાતી રાગી આ દર્દીઓ માટે બની શકે છે જોખમી:ખાતા પહેલા સાવચેતી ન રાખો તો વધી શકે છે મુશ્કેલી અને ભારે હાહાકાર
કેલ્શિયમ, ફાઈબર અને પોષકતત્ત્વોથી ભરપૂર રાગી એટલે કે નાગલી દરેક માટે ફાયદાકારક નથી તેવો તબીબી-પોષણ મત સામે આવતા આરોગ્ય વર્તુળોમાં ચર્ચા: કિડની, થાઈરોઈડ, પથરી કે પાચનની સમસ્યા ધરાવતા લોકોએ ડોક્ટરની સલાહ વિના વધુ પડતું સેવન ટાળવું જરૂરી હોવાની ચેતવણીથી સમગ્ર સમાજમાં ભારે ચર્ચા અને ચકચાર

નવી દિલ્હી:આજના આરોગ્ય પ્રત્યે સજાગ સમયમાં મિલેટ્સ અને સુપરફૂડનો ક્રેઝ જોરશોરથી વધ્યો છે, ત્યારે રાગી (નાગલી) ને લઈને એક મહત્ત્વપૂર્ણ અને ચેતવણીરૂપ માહિતી સામે આવી છે. સુપરફૂડ રાગી આ દર્દીઓ માટે બની શકે છે જોખમી અને ખાતા પહેલા શું ધ્યાન રાખવું તે અંગેની ચર્ચાઓ વચ્ચે આરોગ્ય નિષ્ણાતો અને સામાન્ય લોકોમાં ભારે ચર્ચા અને ચકચાર મચી ગઈ છે.
જો તમને IBS-D એટલે કે ઝાડા સાથેની ઇરિટેબલ બાઉલ સિન્ડ્રોમની તકલીફ હોય, તો રાગી ખાતી વખતે ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. રાગીમાં ફાઈબરનું પ્રમાણ ઘણું વધારે હોય છે, તેથી જેમને વારંવાર લૂઝ મોશન કે ડાયરિયા થતા હોય તેમણે રાગી ખાવાનું ટાળવું જોઈએ.
જે લોકોને કિડનીમાં પથરી થઈ હોય અથવા વારંવાર પથરી થવાની સમસ્યા રહેતી હોય, તેમણે રાગી ખાવાથી દૂર રહેવું જોઈએ. કિડનીમાં પથરી થવા પાછળ કેલ્શિયમ ઓક્ઝલેટ એક કારણ હોઈ શકે છે અને રાગીમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે. ખાસ કરીને જો તમે રોજિંદા આહારમાં રાગી સામેલ કરવા માંગતા હો, તો પહેલા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.
થાઈરોઈડની સમસ્યા ધરાવતા લોકોએ પણ રાગી ખાવામાં સાવચેતી રાખવી જોઈએ અને શક્ય હોય તો તે ટાળવું જોઈએ. જોકે, થાઈરોઈડની સ્થિતિ તમારી સમગ્ર ડાયટ પર આધાર રાખે છે, તેથી તેને સંપૂર્ણપણે બંધ કરવું કે કેમ તે અંગે નિષ્ણાતનું માર્ગદર્શન લેવું યોગ્ય રહે છે.
એક અહેવાલ મુજબ, 100 ગ્રામ રાગીમાં 7.3 મિલિગ્રામ પ્રોટીન, 3.6 મિલિગ્રામ કાચું ફાઈબર અને 19.1 મિલિગ્રામ કુલ ડાયેટરી ફાઈબર મળે છે. આ ઉપરાંત તેમાં કેલ્શિયમ, વિટામિન્સ, મિનરલ્સ અને પ્લાન્ટ બેઝ્ડ કમ્પાઉન્ડ્સ પણ હોય છે.
(4:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
