News of Saturday, 2nd May 2026
ઈરાનમાં ‘જીવતા બોમ્બ’નો કાળો કેર: સીઝફાયર બાદ પણ મોતનો તાંડવ: બ્લાસ્ટમાં IRGC ના 14 અનુભવી જવાનો શહીદ
યુદ્ધના અવશેષો બન્યા જીવલેણ: ઝંઝાન પ્રાંતમાં ડિમાઈનિંગ ઓપરેશન દરમિયાન ભીષણ વિસ્ફોટ:અમેરિકા અને ઈઝરાયેલના ક્લસ્ટર બોમ્બે લીધો ભોગ: 1200 હેક્ટર જમીન બની ‘મોતનું મેદાન’,:નિષ્ણાત જવાનો પણ થાપ ખાઈ ગયા: શું યુદ્ધ વિરામ પછી પણ આ રીતે લોહી વહેતું રહેશે? ઈરાની સેનામાં ભારે શોક

નવી દિલ્હી: ઈરાન અને પશ્ચિમી દેશો વચ્ચેના યુદ્ધ પર ભલે વિરામ લાગ્યો હોય, પરંતુ જમીનમાં ધરબાયેલા ‘અનએક્સપ્લોડેડ બોમ્બ’ (UXO) હજુ પણ કાળ બનીને ત્રાટકી રહ્યા છે. ઈરાનના ઉત્તર-પશ્ચિમ ઝંઝાન પ્રાંતમાં દુશ્મન દેશો દ્વારા ફેંકવામાં આવેલા અણફૂટ્યા બોમ્બને નિષ્ક્રિય કરવાના ઓપરેશન દરમિયાન આજે એક ભયાનક વિસ્ફોટ થયો હતો. આ દુર્ઘટનામાં ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) ના ૧૪ બાહોશ અને અત્યંત અનુભવી જવાનોના કરુણ મોત નિપજ્યા છે, જ્યારે અન્ય ૨ ગંભીર રીતે ઘાયલ થયા છે.
ઈરાનના ઉત્તર-પશ્ચિમમાં આવેલા જંજાન પ્રાંતમાં આ અકસ્માત સર્જાયો હતો. IRGC ની એક ટીમ ખેતીની જમીન પર વિખરાયેલા ન ફાટેલા બોમ્બ અને દારૂગોળો હટાવવાનું કામ કરી રહી હતી. આ દરમિયાન અચાનક એક વિસ્ફોટ થતા 14 જવાનોના મોત થયા અને 2 જવાનો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. રિપોર્ટ અનુસાર, આ વિસ્તારમાં અંદાજે 1200 હેક્ટર ખેતીની જમીન પર આવા જોખમી જીવંત બોમ્બ ફેલાયેલા છે.
દુર્ઘટના વચ્ચે IRGC એ અમેરિકા સામે આકરા પ્રહાર કરતા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. તેમણે આરોપ લગાવ્યો કે ટ્રમ્પ પ્રશાસન હવે 'દુનિયાની ઊર્જા કાબૂમાં રાખવા' ને બદલે 'બાધા નાખવાની' (Interruption) નીતિ પર ઉતરી આવ્યું છે. હોર્મુઝની ખાડીની નાકાબંધીનો હેતુ ચીન, રશિયા અને યુરોપને રોકવાનો છે, જે યોજના 20 દિવસમાં જ નિષ્ફળ ગઈ હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે.
(6:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
