હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ફિલિપાઈન્સના સમુદ્રમાં કાળમુખો મહાવિનાશક સનસનાટીભર્યો ધડાકોઃ મુસાફરોથી ભરચક બોટમાં ભયાનક પિશાચી આગ ફાટી નીકળી: ૫ લોકોના કાળજું કંપાવી દેતા મોત: ૮૦થી વધુ કાળમુખા દરિયામાં ગુમ
મધ્ય દરિયે મુસાફરોના મસમોટા આક્રંદ અને ચીસાચીસથી સમુદ્ર ધ્રૂજી ઊઠ્યો: ક્ષમતા કરતાં વધુ પ્રવાસીઓ ભરેલી કાળમુખી બોટમાં અચાનક વિકરાળ લાઈટ-વિસ્ફોટ સાથે આગના ભયાનક ગોળા ઉછળ્યાઃ આગીયા રાક્ષસ બનેલી બોટમાંથી બચવા લોકોએ જીવના જોખમે દરિયાના ઊંડા પાણીમાં સટાકથી છલાંગો લગાવી: ૫ કમનસીબ મુસાફરો આગીયા મોતમાં ભૂંજાઈ જતાં અરેરાટી, ૮૦થી વધુ લોકો ઊંડા દરિયામાં પિશાચી મોજાઓમાં તણાઈ જતાં મસમોટો સોપો

નવી દિલ્હી :ફિલિપાઈન્સના સમુદ્રી વિસ્તારમાંથી આખી દુનિયાના લોકોનું કાળજું કંપાવી દેતો અને હોશ ઉડાડી દેતો એક અત્યંત ચોંકાવનારો, સનસનાટીભર્યો અને વિસ્ફોટક કાળમુખો ધડાકો સામે આવ્યો છે! નિર્દોષ મુસાફરોથી ખચાખચ ભરાયેલી એક મસમોટી બોટમાં અચાનક મધ્ય દરિયે ભયાનક આગ ફાટી નીકળતાં ૫ લોકોના સ્થળ પર જ કમકાટીભર્યા મોત નિપજ્યા છે, જ્યારે ૮૦થી વધુ અભાગી મુસાફરો ઊંડા દરિયામાં ગુમ થઈ જતાં હાહાકાર મચી ગયો છે.
કોસ્ટ ગાર્ડે જારી કરેલી ફૂટેજમાં જહાજના અમુક ભાગમાં આગ ભડકતી દેખાઈ રહી છે તો બીજી બાજુ રેસ્ક્યૂ કરનારા લોકો મૃતદેહોને બેગમાં લઈ જતા દેખાઈ રહ્યા છે. જોકે આગ લાગી ત્યારે ફેરીમાં કેટલા લોકો સવાર હતા કે કેટલા લોકો ગુમ છે તેને લઈને સત્તાવાર માહિતી જાહેર કરાઈ નથી. દરિયા કિનારે લગભગ 2.2 કિ.મી. દૂર આ આગની ઘટના બની હતી. પાંચ લોકોના મૃતદેહો તો મળી આવ્યા હતા જેને કિનારે લવાયા હતા. જોકે જહાજ પર જનારા લોકોની રેકોર્ડબુક અનુસાર આ જહાજમાં 134 મુસાફરો હોવાની આશંકા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
