News of Wednesday, 16th September 2026
હવામાં કાળમુખો ધડાકોઃ ટેક ઓફ કરતી વખતે જ બોઈંગ વિમાનનું ટાયર પિશાચી સ્પીડે ફાટ્યું: પ્લેનની અંદર સર્જાઈ ભૂકંપ જેવી કાળજું કંપાવી દેતી સ્થિતિ, વીડિયો વાયરલ
રન-વે પર વિમાન રાક્ષસી સ્પીડે દોડી રહ્યું હતું ત્યાં જ ધડાકાભેર ટાયરનો બોલાઈ ગયો કૂચડો: પ્લેનની અંદર બેઠેલા મુસાફરોમાં ચીસાચીસ અને નાસભાગ, જાણે સાક્ષાત કાળમુખું મોત સામે આવી ગયું હોય તેમ ધ્રૂજી ઊઠ્યા લોકો:પાયલટે અદ્ભુત પિશાચી હિમ્મત દાખવી સટાકથી ઈમરજન્સી બ્રેક મારીને વિમાનને રન-વે પર જ રોકી લેતાં કાળો નાગ ફેરવાતા અટક્યો

નવી દિલ્હી : વૈશ્વિક હવાઈ મુસાફરી અને એરપોર્ટ પરથી વિમાનના મુસાફરોના હોશ ઉડાડી દેતો, અરેરાટી બોલાવી દેતો અને કાળજું કંપાવી દેતી ઘટનાનો એક અત્યંત ચોંકાવનારો અને કાળમુખો વીડિયો સામે આવ્યો છે! ટેક ઓફ કરવા માટે રન-વે પર પિશાચી સ્પીડે દોડી રહેલા એક પેસેન્જર વિમાનનું ટાયર અચાનક જ ભયાનક ધડાકા સાથે ફાટી જતાં પ્લેનની અંદર ભૂકંપ આવ્યો હોય તેવી કાળમુખી સ્થિતિ સર્જાઈ ગઈ હતી.
આ ઘટના મંગળવારે બની હતી. સેપહરાન એરલાઈન્સનું બોઈંગ 737 વિમાન ઈરાનના મશહદથી કરમાનશાહ જઇ રહ્યું હતું. ટેક ઓફ કરવા જતાં જ વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. જે બાદ પાઈલટોએ ઈમરજન્સી જાહેર કરી હતી અને વિમાનને પરત મશહદ લઈ આવ્યા હતા.
એક વીડિયોમાં જોઈ શકાય છે કે, વિમાનના લેન્ડિંગ વખતે કેબિનની છતનો અંદરનો ભાગ મુસાફરો પર પડી રહ્યો છે. આ સાથે જ મુસાફરો પર તેમનો સામાન પણ નીચે પડી રહ્યો હતો. છત પડ્યા બાદ વિમાનની અંદરનો કેટલોક ભાગ ખુલ્લો પણ દેખાઈ રહ્યો હતો. આખું પ્લેન ધ્રૂજી રહ્યું હતું અને તેની સાથે મુસાફરો ચીસો પાડી રહ્યા હતા. આ ઘટનામાં કોઈ મુસાફરને ઈજા નથી થઈ. વિમાનના લેન્ડ થયા બાદ તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા હતા. આમ વિમાનમાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ હતી.
બ્રાઝિલના એક ન્યૂઝ આઉટલેટે જણાવ્યું કે, પ્રારંભિક માહિતીમાં કહેવામાં આવ્યું હતું કે ટેકઓફ દરમિયાન વિમાનનું એક ટાયર ફાટી ગયું હોઈ શકે છે. જોકે, આ અંગેની સત્તાવાર પુષ્ટિ થઈ ન હતી. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે તે સમયે વિમાનમાં ટેકનિકલ ખામી આખરે કયા કારણે સર્જાઈ હતી તે સ્પષ્ટ નથી થઈ શક્યું. સેપેહરાન એરલાઈન્સના પ્રવક્તા હસન જાફરીએ ઈરાનની એક સરકારી ન્યૂઝ એજન્સીના હવાલાથી જણાવ્યું કે તમામ મુસાફરો વિમાનમાંથી સુરક્ષિત રીતે નીચે ઉતરી ગયા હતા. ત્યારબાદ મુસાફરોને કરમાનશાહ જતી બીજી ફ્લાઈટમાં રવાના કરવામાં આવ્યા હતા.
(5:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
