તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th July 2026
અખાતી દેશોમાં લોહીની હોળી: બહેરીનમાં યુએસ ફિફ્થ ફ્લીટ (5th Fleet) ના હેડક્વાર્ટર પર ઈરાની મિસાઈલો તૂટી પડી: કુવૈત અને જોર્ડન પણ ધ્રૂજ્યા
ઈરાને અમેરિકાની સૈન્ય ચોકીઓને નિશાન બનાવી: પર્સિયન ગલ્ફમાં યુદ્ધ જહાજો વચ્ચે સીધો જંગ: તેલના ભાવ આકાશે આંબવાની દહેશત

નવી દિલ્હી: અમેરિકાના હોર્મુઝ માસ્ટર પ્લાનની સામે ઈરાને પોતાનું સૌથી વિધ્વંસક સૈન્ય ઓપરેશન લોન્ચ કરી દીધું છે. સત્તાવાર સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈરાનની રિવોલ્યુશનરી ગાર્ડ્સ (IRGC) અને તેના સમર્થિત સંગઠનોએ બહેરીન પર ચોંકાવનારો હુમલો કર્યો છે. બહેરીનમાં આવેલું અમેરિકાનું પાંચમું સૈન્ય બેઝ (US 5th Fleet), જે આખા મિડલ ઈસ્ટમાં અમેરિકી નેવીનું ઓપરેશનલ હબ છે, તેને ટાર્ગેટ કરીને ડઝનબંધ બેલિસ્ટિક મિસાઈલો છોડવામાં આવી છે. આ હુમલાથી બહેરીનની સૈન્ય સરહદો અને દરિયાઈ પટ્ટો જોરદાર વિસ્ફોટોથી ધ્રૂજી ઊઠ્યા છે.
ઈરાનના સૌથી શક્તિશાળી સૈન્ય સંગઠન 'ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ' (IRGC) ના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ મોહેબીએ અમેરિકાને ખુલ્લી ચેતવણી આપી છે. તેમણે જણાવ્યું છે કે, અમેરિકા એવી ભૂલ ન કરે કે તે આ યુદ્ધને પોતાની મરજીથી લાંબુ ખેંચી શકશે. હાલનું ઓપરેશન ખાડી ક્ષેત્રમાં રહેલા અમેરિકન સૈન્ય માળખાને નેસ્તનાબૂદ કરવા માટે છે અને આ કામ પૂરું થતાં જ ઈરાનનો આગામી વિનાશક તબક્કો શરૂ થશે, એટલે કે 'અત્યારે તો માત્ર ઠેકાણા જ તબાહ કર્યા છે'.
બીજી તરફ, ઈરાનની આર્મીના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અકરમી નિયાએ વૈશ્વિક વેપાર માટે સૌથી મહત્વપૂર્ણ ગણાતા 'હોર્મુઝ સ્ટ્રેટ' પર સંપૂર્ણ નાકાબંધીની જાહેરાત કરી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી અમેરિકા ઈરાનની ત્રણ મુખ્ય શરતો સ્વીકારશે નહીં, ત્યાં સુધી આ આંતરરાષ્ટ્રીય જળમાર્ગ બંધ રહેશે.
(5:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
