<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th September 2026

પાકિસ્તાનમાં કાળમુખો રક્તરંજિત કાંડઃ કોહાટની શિયા મસ્જિદમાં પિશાચી ધડાકો: નમાઝ પઢી રહેલા ૨૭ નિર્દોષોના કાળજું કંપાવતા મોતથી સટાકથી મચ્યો કૂચડો

પાકિસ્તાનના પેશાવર પાસે આવેલા કોહાટમાં કાળમુખા આતંકવાદીઓનો રાક્ષસી ખેલ: શુક્રવારની નમાઝ વેળાએ જ પિશાચી આત્મઘાતી હુમલાખોરે પોતે જ વિસ્ફોટકોથી ઉડી જઈને બોલાવી દીધી હોનારત: ૨૭થી વધુ શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ રક્તરંજિત મરણ:પચાસથી વધુ નમાઝીઓ ગંભીર રીતે દાઝી જતાં હોસ્પિટલોમાં ચીસાચીસ

નવી દિલ્હી:આંતરરાષ્ટ્રીય સરહદ પાર આવેલા પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના કોહાટ વિસ્તારમાંથી સમગ્ર દુનિયાના હોશ ઉડાડી દેતો, અરેરાટી બોલાવી દેતો અને કાળજું કંપાવી દેતો અતિશય પિશાચી અને રક્તરંજિત સમાચાર સામે આવ્યો છે! કોહાટમાં આવેલા શિયા સમુદાયની પવિત્ર મસ્જિદમાં શુક્રવારની નમાઝ ચાલી રહી હતી ત્યારે જ કાળમુખા આતંકવાદીઓએ આત્મઘાતી ધડાકો કરીને ૨૭ નિર્દોષ શ્રદ્ધાળુઓની જિંદગીનો સટાકથી કૂચડો બોલાવી દીધો છે.

શિયાઓના વિસ્તાર કોહાટમાં શુક્રવારે મસ્જિદમાં નમાઝ માટે ભારે ભીડ હતી, આ દરમિયાન જ સાત આતંકવાદીઓ વિસ્ફોટકો ભરેલું વાહન લઇને આવ્યા હતા અને પુર ઝડપે મસ્જિદના ગેટ સાથે આ વાહન અથડાવ્યું હતું. જેને કારણે ગેટ પર જ ભયાનક વિસ્ફોટ થયો હતો. આ હુમલામાં નમાઝીઓના ચીથડે ચીથડા ઉડી ગયા હતા. જ્યારે હુમલાખોર આતંકવાદી પણ વિસ્ફોટમાં માર્યો ગયો હતો. આ હુમલામાં ૭૮થી વધુ લોકો ઘાયલ થયા છે જેમાં કેટલાકની સ્થિતિ ગંભીર છે. વિસ્ફોટ એટલો તિવ્ર હતો કે જેને કારણે મસ્જિદની છત તૂટીને નીચે પડી હતી. દિવાલોને પણ ભારે નુકસાન થયું હતું. આ બર્બર હુમલાની જવાબદારી ઇત્તેહાદ-ઉલ-મુજાહિદ્દીન પાકિસ્તાન દ્વારા લેવામાં આવી છે, સુન્ની મુસ્લિમ આતંકવાદીઓનું આ સંગઠન એપ્રીલ ૨૦૨૫માં બનાવવામાં આવ્યું હતું. આ સંગઠન અન્ય સુન્ની સંગઠનો જેમ કે હાફીઝ ગુલ બહાદુર, આઇઆઇપી વગેરે સાથે જોડાયેલું છે. શિયા બહુમત વિસ્તારોમાં જ્યારે પણ આતંકી હુમલો થાય ત્યારે પાક.ના વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ માત્ર મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવીને હાથ ઉંચા કરી લેતા હોય છે, આ હુમલામાં પણ એવુ જ જોવા મળ્યું. પાક.ના વડાપ્રધાન શહબાઝ શરીફે કહ્યું હતું કે હુમલામાં સામેલ કોઇને પણ બક્ષવામાં નહીં આવે અને આકરી સજા આપીશું.

(6:09 PM IST)