<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th June 2026

૧૩૬ કિલો વજનવાળી પ્રેમિકા ધબ દઈને બોયફ્રેન્‍ડ પર કૂદીઃ યુવકના રામ રમાડી દીધાઃ થઈ જેલની સજા

૧૦૦ કિલોથી વધારે વજનવાળા વ્‍યક્‍તિએ બીજા પર પડવું અથવા કૂદવું સામાન્‍ય વ્‍યક્‍તિ માટે ઘાતક સાબિત થઈ શકે છેઃ નિષ્‍ણાંતો

લંડન તા.૧૯: પ્રેમમાં ઘણી વાર લોકો કહેતા હોય છે કે હું તારા માટે જીવ આપી દઈશ, પણ ક્‍યારેક ક્‍યારેક પ્રેમ જ જીવ લઈ લેતો હોય છે. અમેરિકામાં ૧૮ માર્ચ ૨૦૧૮ના રોજ આવી જ એક ઘટનાએ આખા દેશને હચમચાવી નાખ્‍યો હતો. ૧૩૬ કિલો વજની મહિલા દ્વારા પોતાના પ્રેમી પર કૂદી બેસી જતાં યુવકનું મોત થયું હતું. આ મામલો એટલો અનોખો હતો કે મીડિયામાં તેને વેટ કમ્‍પ્રેશન હોમિસાઈડ કહેવાયું.

૪૪ વર્ષિય કીનો બટલરનું વજન માત્ર ૧૨૦ પાઉન્‍ડ (લગભગ ૫૪ કિલો) હતું. તે પોતાની ૩૦૦ પાઉન્‍ડ (૧૩૬ કિલો) વજનવાલી ગર્લફ્રેન્‍ડ વિડી થોમસ સાથે રહેતો હતો. બંને વચ્‍ચે હંમેશા નાની નાની વાતે ઝઘડા થતાં હતા. ૧૮ માર્ચના રોજ પણ ઝઘડો શરુ થયો અને વાત મારામારી સુધી પહોંચી ગઈ. પણ તે પછી જે થયું તેણે સૌને ચોંકાવી દીધા.

પોલીસ તપાસ અનુસાર, ગુસ્‍સામાં વિડી થોમસે પોતાના પ્રેમી કીનો પર કૂદીને બેસી ગઈ હતી. તેના ભારે વજને કીનોની છાતી અને ડોક પર એટલું પ્રેશર આપ્‍યું કે તે શ્વાસ જ લઈ શક્‍યો નહીં. તેનાથી ઘટનાસ્‍થળે જ તેના શ્વાસ રુંધાઈ ગયા. હોસ્‍પિટલે લઈ જતાં ડોક્‍ટરે તેને મૃત જાહેર કરી દીધો. એરી કાઉન્‍ટીના કોરોનરના મોતનું કારણ રેસ્‍પિરેટરી ઈંસફિશિએંસી ડ્‍યૂ ટૂ કમ્‍પ્રેશન ઓફ ચેસ્‍ટ એન્‍ડ નેક ગણાવ્‍યું હતું. એટલે કે છાતી અને ડોક પર ભારે પ્રેશરથી શ્વાસ લેવાની ક્ષમતા ખતમ થઈ ગઈ હતી. આ મામલામાં હત્‍યા ગણાવી હતી.

વિડી થોમસ પર થર્ડ ડિગ્રી મર્ડરનો કેસ ચાલ્‍યો. લાંબી સુનાવણી બાદ વિડીએ ગુનો કબૂલ કર્યો. કોર્ટે તેને ૧૮છી ૩૬ વર્ષ સુધીની જેલની સજા સંભળાવી. મામલાની ખાસ વાત એ હતી કે બંનેના વજનમાં આટલું મોટું અંતર હતું કે આ ઘટના મીડિયામાં છવાઈ ગઈ. આ કેસ ખાલી એક પ્રેમ કહાની નહીં પણ મોટાપાના ખતરાની પણ મિસાલ બની ગઈ.

નિષ્‍ણાતોનું કહેવું છે કે ૧૦૦ કિલોથી વધારે વજનવાળા વ્‍યક્‍તિ બીજા પર પડવું અથવા કૂદવું સામાન્‍ય વ્‍યક્‍તિ માટે ઘાતક સાબિત થઈ શકે છે. ખાસ કરીને છઆતી પર પ્રેશર પડવાથી ફેફસા અને દિલ પ્રભાવિત થાય છે. કીનો બટલરના મોતે દેખાડી દીધું કે ગુસ્‍સામાં લેવાયેલું એક ખોટું પગલું કેટલું ખતરનાક સાબિત થઈ શકે છે. વિડી થોમસને પણ પોતાની ભૂલનો અહેસાસ થયો, પણ ત્‍યાં સુધીમાં બહું મોડું થઈ ચુક્‍યું હતું.

 

(10:28 AM IST)