News of Thursday, 14th May 2026
ગરમી સામે ‘બ્રહ્માસ્ત્ર’: ઉનાળાના પ્રકોપ વચ્ચે શરીરને કુલ-કુલ અને હાઇડ્રેટ રાખશે આ ૮ વસ્તુઓ, જાણો લૂથી બચવાના અકસીર ઘરેલુ ઉપાયો
હીટવેવથી બચવા હેલ્થ એલર્ટ: તાપમાનનો પારો આસમાને પહોંચતા જ શરીરમાં પાણી ખૂટવાનો મોટો ખતરો:રસોડાની આ સામાન્ય વસ્તુઓ આપશે એસી (AC) જેવી ઠંડક, લૂ લાગવાના લક્ષણો અને તેના ત્વરિત ઈલાજની જુઓ ખાસ યાદી

નવી દિલ્હી: રાજ્યભરમાં અત્યારે સૂર્યનારાયણ આકરા પાણીએ થયા છે અને ગરમીનો પારો ૪૦ ડિગ્રીને પાર પહોંચી ગયો છે, ત્યારે હોસ્પિટલોમાં ડીહાઇડ્રેશન અને લૂ લાગવાના કેસોમાં મોટો ઉછાળો આવ્યો છે. નિષ્ણાતોના મતે, આ ઋતુમાં તરસ ન લાગે તો પણ સતત પ્રવાહી લેતા રહેવું જોઈએ. જો તમે પણ ગરમીથી બચવા અને શરીરને અંદરથી હાઇડ્રેટ રાખવા માંગો છો, તો ડાયેટમાં આ ૮ શ્રેષ્ઠ વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ.
શરીરને હાઇડ્રેટ રાખતી ૮ સુપર વસ્તુઓ: ૧. તરબૂચ (Watermelon): તેમાં ૯૨% જેટલું પાણી હોય છે, જે શરીરને તુરંત હાઇડ્રેટ કરે છે.
૨. કાકડી (Cucumber): વિટામિન્સથી ભરપૂર કાકડી શરીરની આંતરિક ગરમીને શાંત કરે છે.
૩. છાશ (Buttermilk): પ્રોબાયોટિક્સથી ભરપૂર છાશ પાચનતંત્ર સુધારે છે અને લૂથી બચાવે છે.
૪. નારિયેળ પાણી (Coconut Water): કુદરતી ઇલેક્ટ્રોલાઇટ્સનો શ્રેષ્ઠ સ્ત્રોત જે એનર્જી બૂસ્ટ કરે છે.
૫. લીંબુ પાણી/શરબત: વિટામિન-સી અને હાઇડ્રેશનનો સસ્તો અને અકસીર ઉપાય.
૬. કાચી કેરીનો બાફલો (પન્ના): ઉત્તર અને મધ્ય ગુજરાતનો પરંપરાગત ઉપાય જે લૂ સામે રક્ષણ આપે છે.
૭. ફુદીનો (Mint): લાઈવ રિફ્રેશિંગ અનુભવ માટે ફુદીનાનું શરબત કે ચટણી ઉત્તમ છે.
૮. ટામેટા અને નારંગી: એન્ટીઓક્સીડેન્ટ અને પાણીથી ભરપૂર ફળો જે ત્વચાને પણ ગરમીથી બચાવે છે.
લૂથી બચવાના સરળ ઘરેલુ ઉપાયો:
બપોરના સમયે વગર કામે બહાર નીકળવાનું ટાળવું અને જો નીકળવું પડે તો માથું અને કાન કોટનના કપડાથી ઢાંકી રાખવા.
કાચી ડુંગળીનો ખોરાકમાં ઉપયોગ કરવો અથવા તેનો રસ પગના તળિયે ઘસવાથી લૂની અસરમાં રાહત થાય છે.
ગરમીમાંથી આવીને તુરંત ફ્રીજનું બરફ જેવું ઠંડું પાણી પીવાનું ટાળવું, તેના બદલે માટલાનું પાણી વાપરવું.
(5:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
