તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th April 2026
ટેકનોલોજીમાં ‘બ્રેકઅપ’: Gen Z અને AI વચ્ચેના સંબંધોમાં પડી તિરાડ:નવી પેઢીનો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પરથી ઉઠતો ભરોસો
રોબોટિક દિમાગ સામે માનવીય લાગણીનો વિજય? ગેલપના લેટેસ્ટ સર્વેમાં ચોંકાવનારો ખુલાસો: ૨૦૨૬માં AI પ્રત્યે યુવાનોમાં ઉત્સાહ ઘટ્યો અને આક્રોશ વધ્યો: જાણો શું છે કારણો

નવી દિલ્હી: જે યુવાનો સ્માર્ટફોન અને ઇન્ટરનેટના ખોળામાં ઉછર્યા છે, તે Gen Z હવે AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) થી કંટાળી રહ્યા હોય તેવું જણાય છે. એપ્રિલ ૨૦૨૬ના તાજા આંકડાઓ મુજબ, યુવાનોમાં AI પ્રત્યેનો ઉત્સાહ ગત વર્ષના ૩૬% થી ઘટીને માત્ર ૨૨% રહી ગયો છે. આશ્ચર્યની વાત એ છે કે, AI પ્રત્યે ગુસ્સો વ્યક્ત કરનારા યુવાનોની સંખ્યા વધીને ૩૧% થઈ ગઈ છે.
કેમ ઘટી રહ્યો છે ભરોસો? આ રહ્યા ૪ મુખ્ય કારણો:
૧. ક્રિએટિવિટીનું ખૂન: ૩૮% યુવાનો માને છે કે AI તેમની પોતાની વિચારવાની અને કંઈક નવું બનાવવાની શક્તિ (Creativity) ને નુકસાન પહોંચાડી રહ્યું છે.
૨. નોકરીની ચિંતા: એન્ટ્રી લેવલની નોકરીઓમાં AI નો વધતો વ્યાપ જોઈને યુવાનોમાં ફફડાટ છે. તેમને ડર છે કે મશીનો તેમનું સ્થાન લઈ લેશે.
૩. શીખવામાં અવરોધ: ૮૦% Gen Z માને છે કે જો તેઓ દરેક કામમાં AI ની મદદ લેશે, તો ભવિષ્યમાં તેમની પોતાની શીખવાની ક્ષમતા ઓછી થઈ જશે.
૪. નકલી દુનિયાનો ડર: ડેટિંગ એપ્સ અને સોશિયલ મીડિયા પર વધતા AI-ફેક પ્રોફાઇલ્સ અને વોઇસ ક્લોનિંગને કારણે યુવાનો હવે 'રીઅલ હ્યુમન કનેક્શન' ને વધુ મહત્વ આપી રહ્યા છે.
રિપોર્ટ મુજબ, કેટલાક ઉદ્યોગો નવી ટેકનોલોજી આગળ વધારવા માટે અને તેને પૉપ્યુલર બનાવા માટે લાંબા સમયથી યંગ યુઝર્સ પર નિર્ભર રહ્યા છે, જે ભવિષ્ય માટે ચિંતાજનક સંકેત છે. સર્વેમાં ભાગ લેનારા યુવાઓનું માનવું છે કે, એઆઈ યુવાઓમાં વિચારવાની, નિર્ણય લેવાની અને લાંબા ગાળે વિકાસ તેમનો વિકાસ થવાની ગતિ અટકાવી શકે છે. જ્યારે કોઈ વ્યક્તિ શોર્ટકટ (જેમ કે AI)નો ઉપયોગ કરીને અભ્યાસ કે કામ પતાવે છે, ત્યારે તે ટૂંકા ગાળા માટે સફળ થઈ શકે છે. પરંતુ લાંબા ગાળે જ્યારે ખરેખર બુદ્ધિ અને અનુભવની જરૂર પડશે, ત્યારે તે વ્યક્તિ પાછળ રહી જવાની શક્યતા વધી જાય છે.
જોકે AIનો ઉપયોગ થવાથી નુકસાન વધવાની ચિંતાઓ એટલી પણ નિરાશાજનક નથી, કારણ કે કેટલાક યુવા વિદ્યાર્થીઓનું માનવું છે કે, તેમના ભવિષ્યમાં એઆઈ એક જરૂરી ભાગ હોઈ શકે છે. મોટાભાગના વિદ્યાર્થીઓએ કહ્યું કે, જો તેમને હાયર એજ્યુકેશન અને પોતાની કારકિર્દી બનાવવી હોય તો AI સ્કિલ્સનો વિકાસ કરવો જરૂરી છે. આમ આ અભ્યાસનું પરિણામ એવું સામે આવ્યું છે કે, નેક્સ્ટ જનરેશનનો વિશ્વાસ જીતવા માટે માત્ર એઆઈનું એક્સેસ પુરતું નથી, પરંતુ પોતાની ‘ક્રિએટિવિટી’ અને ‘ક્રિટિકલ થિંકિંગ’ જાળવી રાખવી પણ જરૂરી છે.
(5:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
