<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th November 2026

લગ્ન માટે તૈયાર થઈને જતી દુલ્‍હનની કાર પલટી, જીવ બચી ગયો પણ દુલ્‍હન આખી કાદવમાં રગદોળાઈ ગઈ

વિયેતનામ,તા.૧૭: લગ્નના દિવસે કેવું તૈયાર થવું છે એ વિશે દુલ્‍હન મહિનાઓ પહેલાંથી તૈયારીઓ કરે છે. જોકે વિયેતનામમાં એક દુલ્‍હન માટે લગ્નની છેલ્‍લી ઘડી એક રોલરકોસ્‍ટર રાઇડ જેવી બની ગઈ હતી. લગ્નના દિવસે દુલ્‍હનની જેમ બનીઠનીને તૈયાર થઈને દુલ્‍હન કારમાં બેસીને લગ્નસ્‍થળે જઈ રહ્યા હતા ત્‍યારે એક હાદસો થયો. કારને શણગારવા માટે લગાવેલાં ફૂલો કારના બોનેટ પર વચ્‍ચે આવી જતાં ડ્રાઇવરને રસ્‍તો દેખાવાનો બંધ થઈ ગયો હતો અને કાર રોડ પરથી સરકીને પાસેના ડાંગરના ખેતરમાં પલટી ખાઈ ગઈ. સદનસીબે દુલ્‍હન બચી ગઈ પરંતુ તે ડાંગરના ખેતરમાં પડી હોવાથી નખશિખ કાદવથી લથબથ થઈ ગઈ હતી. તેનો બ્રાઇડલ ડ્રેસ અને મેકઅપ બધું જ ખરાબ થઈ ગયું. લગ્નનું સ્‍થળ માત્ર ૧ જ કિલોમીટર દૂર હતું ત્‍યારે આ ઘટના થઈ હતી.

દુલ્‍હન પ્રેગ્નન્‍ટ હોવાથી પરિવારજનોના શ્વાસ અધ્‍ધર થઈ ગયા, પરંતુ પ્રાથમિક મેડિકલ તપાસમાં ગર્ભસ્‍થ બાળક અને મા બન્ને સ્‍વસ્‍થ હતા એટલે લોકોએ રાહતનો શ્વાસ લીધો. જોકે દુલ્‍હને સાદા કપડાં પહેરીને લગ્ન કરવાં પડ્‍યાં હતાં એ દુખ ખરું.

(10:22 AM IST)