તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 27th April 2026
સીઝફાયરના ચિથરેચિથરા ઊડ્યા: ઈઝરાયેલનો લેબેનોન પર ભીષણ વળતો પ્રહાર:૧૪ના મોતથી આખું વિશ્વ ચોંક્યું
હિઝબુલ્લાહના ડ્રોન એટેકે શાંતિની આશા ઠેબે ચડાવી: નેતન્યાહુની સેનાએ સધર્ન લેબેનોન પર અગનગોળા વરસાવ્યા:મસ્જિદ-રહેણાંક મકાનો જમીનદોસ્ત: નબળા પડી રહેલા યુદ્ધવિરામમાં લોહીની હોળી ખેલાઈ:૧૪ મૃતકોમાં બાળકો અને મહિલાઓ પણ સામેલ:લેબેનોનમાં ભયનો માહોલ: હજારો લોકો ઉત્તર તરફ પલાયન કરી રહ્યા છે:મહાયુદ્ધના વાદળો ફરી ઘેરાયા

નવી દિલ્હી: મધ્ય પૂર્વમાં શાંતિની વાતો માત્ર કાગળ પર જ રહી ગઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. રવિવારે લેબેનોન અને ઈઝરાયેલ વચ્ચે સીઝફાયરના લીરેલીરાં ઊડ્યા હતા. હિઝબુલ્લાહ દ્વારા ઈઝરાયેલની સરહદમાં ડ્રોન છોડવામાં આવ્યા બાદ, ઈઝરાયેલના યુદ્ધવિમાનોએ લાલ આંખ કરી હતી અને દક્ષિણ લેબેનોનમાં બોમ્બમારો શરૂ કરી દીધો હતો. લેબેનોનના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ હવાઈ હુમલાઓમાં ૧૪ લોકોના કરુણ મોત નીપજ્યા છે અને ૩૭થી વધુ લોકો લોહીલુહાણ થયા છે.
ઇઝરાયલી વાયુસેનાએ લેબેનોન તરફથી છોડવામાં આવેલા હિઝબુલ્લાહના ત્રણ ડ્રોનને સરહદ ઓળંગે તે પહેલા જ હવામાં તોડી પાડ્યા હતા. આ ડ્રોન વેસ્ટર્ન ગલીલી વિસ્તારમાં ટ્રેક કરવામાં આવ્યા હતા. દક્ષિણ લેબનાનમાં તૈનાત ઇઝરાયલી સૈનિકો પર હિઝબુલ્લાહના ડ્રોન હુમલામાં એક સૈનિક શહીદ થયો છે અને અન્ય છ સૈનિકો ઘાયલ થયા હોવાની આર્મીએ પુષ્ટિ કરી છે.
ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (IDF) એ દક્ષિણ લેબનાનના અનેક ગામોના રહેવાસીઓને તાત્કાલિક સ્થળ ખાલી કરવાની ચેતવણી આપી છે. IDF એ હિઝબુલ્લાહના એવા ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે જ્યાંથી ઇઝરાયલી સૈનિકો પર હુમલા કરવામાં આવતા હતા.
(5:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
